છોલાયેલી પીઠ અને લાકડીની મદદથી સ્વિમિંગ પુલમાં ઉતર્યો ઋષભ પંત, ચહેરા ઉપર જોવા મળ્યો ક્યારેય હાર ન માનનારો આત્મવિશ્વાસ, જુઓ વિડીયો

Posted by

કોશિશ કરવાવાળા લોકોની ક્યારેય હાર નથી થતી. જેની અંદર જીતવાનો અને જીવનમાં કંઈક કરી બતાવવાનો આત્મવિશ્વાસ હોય છે, તેને પોતાનું લક્ષ પ્રાપ્ત કરવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. હવે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત નું ઉદાહરણ લઈ લો. તેના જીવનમાં તે સમયે ભુકંપ આવ્યો હતો, જ્યારે વીતેલા વર્ષે ૩૦ ડિસેમ્બરનાં રોજ તેની કારનું ભયાનક એક્સિડન્ટ થઈ ગયું હતું.

Advertisement

આ દુર્ઘટનામાં ઋષભ પંત ને ગંભીર ઈજા થયેલી હતી. પરંતુ હવે ધીરે ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે .તે પોતાની ઈજા માંથી ઝડપથી રિકવરી કરી રહેલ છે. તે પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અપડેટ પણ સોશિયલ મીડિયા પર ફેન્સને આપતો રહે છે. એકસીડન્ટનાં લગભગ ૪૦ દિવસ બાદ તેણે પોતાનો એક ફોટો પોસ્ટ કરેલો હતો. તેણે કેપ્શન માં લખ્યું હતું – “એક પગલું આગળ તરફ, એક પગલું મજબુરી તરફ, એક પગલું શ્રેષ્ઠતા તરફ.”

૧૫ માર્ચનાં રોજ ઋષભ પંત નો વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તે પોતાની પાછળ છોલાયેલી પીઠને લઈને સ્વિમિંગ પુલમાં ઉતરેલ નજર આવી રહેલ છે. જોકે તે પાણીની અંદર સ્ટીકની મદદથી ચાલતો નજર આવી રહ્યો છે. આ દરમિયાન તેની પીઠ ઉપર ઇજાના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શન માં લખ્યું – “હું આભારી છું નાની ચીજોનો, મોટી ચીજોનો અને તેની વચ્ચે આવતી દરેક ચીજોનો.” સાથો સાથ તેણે હાથ જોડવાવાળી ઈમોજી બનાવેલ છે.

તમને જણાવી દઈએ કે સડક દુર્ઘટનામાં માંડ માંડ ઋષભ પંતનો જીવ બચ્યો હતો. તેની કારની સ્પીડ ખુબ જ વધારે હતી. તેને ડ્રાઇવિંગ કરતા સમયે ઝોંકુ આવી ગયું હતું. દુર્ઘટનાની થોડી મિનિટો બાદ તેની કારમાં આગ લાગી ગઈ હતી. વળી તેના નસીબ સારા હતા કે રસ્તા પર ચાલતા લોકોએ તેને કારમાંથી બહાર કાઢી લીધો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં તેનો ઘણી ગંભીર ઇજાઓનો ઈલાજ શરૂ થયો. વળી બીજી તરફ ફેન્સ પણ સતત તેની ઝડપથી રિકવરીની પ્રાર્થના કરી રહ્યા હતા.

થોડા સમય પહેલા તેની લિંગામેન્ટ ટીયર સાથે જોડાયેલી એક સર્જરી થયેલી હતી, તેનું અપડેટ આપીને ઋષભ પંતે ટ્વિટર પર લખ્યું હતું – “હું બધા સમર્થન અને શુભકામનાઓ માટે આભારી છું. મને તે જાણકારી આપતા ખુશી થઈ રહી છે કે મારી સર્જરી સફળ રહેલ છે. હવે હું સ્વસ્થ થવાના રસ્તા પર ચાલી નીકળ્યો છું. જોકે આગળ વધુ પડકાર બાકી છે. પરંતુ હું તેના માટે તૈયાર છું. બીસીસીઆઈ અને જય શાહ નાં અવિશ્વાસનીય સમર્થન માટે તેમનો આભાર.”

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

વળી થોડા દિવસો પહેલા ઋષભ પંત શતરંજ રમતા પણ જોવામાં આવ્યો હતો. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર શતરંજ રમતા પોતાની એક તસ્વીર શેર કરી હતી. તે માટે છત ઉપર રાખવામાં આવેલ ટેબલ પર ચેસ રમી રહેલ હતો. તેની પાસેની એક ખુરશી ખાલી હતી. તે એક વ્યક્તિ સાથે ચેસ રમી રહ્યો હતો પરંતુ તે કોણ હતું તે સ્પષ્ટ થયું નથી. તેણે ફોટોના કેપ્શન માં લખ્યું હતું – “શું તમે જણાવી શકો છો કે મારી સાથે કોણ રમી રહ્યું છે?”

ઋષભ પંત ભલે ઝડપથી રિકવરી કરી રહેલી હોય, પરંતુ તેનો રમતના મેદાનમાં ઉતરવું હાલના સમયમાં નક્કી નથી. તેને સંપુર્ણ ફીટ થવામાં હજુ થોડો સમય લાગશે. એટલા માટે તે આઇપીએલ ૨૦૨૩ અને આ વર્ષના અંતમાં થનાર વન-ડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *