ચાલવાની કોશિશ કરતાં નજર આવ્યા ઋષભ પંત, નવી તસ્વીરો આવી સામે

Posted by

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ની નવી તસ્વીરો સામે આવી ગઈ છે. પંત કાર દુર્ઘટના નો શિકાર થયા બાદ રિકવરી માટે પુરું જોશ લગાવી રહેલ છે. હોસ્પિટલ માંથી રજા મળ્યા બાદ હવે પંત ઘરમાં પોતાના પગ ઉપર વજન રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમના જમણા પગમાં લિંગામેન્ટ ફાટી ગયા હતા. સર્જરી કર્યા બાદ હવે તેમનું લક્ષ્ય ખુબ જ જલ્દી સ્વાસ્થ્ય બનીને મેદાન ઉપર પરત ફરવાનું છે. તેની વચ્ચે ઋષભ પંત ની એક તસ્વીર સામે આવી છે, જેમાં તેઓ ચાલવાની કોશિશ કરી રહ્યા છે.

તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પંતના જમણા પગમાં હજુ પણ સોજો છે. પરંતુ તેમ છતાં પણ પંત તેમાંથી બહાર નીકળવા માટે સંપુર્ણ આત્મવિશ્વાસની સાથે કામ કરી રહ્યા છે. વિશ્વ પંત દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ તસ્વીર શેર કરવામાં આવેલ છે. સાથો સાથ તેમણે કેપ્શન આપીને લખ્યું છે કે, “એક પગલું વધારે મજબુત, એક પગલું શ્રેષ્ઠ.”

તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હવે તેઓ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંત હાલમાં આઇપીએલ થી બહાર થઈ ચુકેલ છે. આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં તેમનું રમવું પણ લગભગ નક્કી નથી. પરંતુ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ ખુબ જ જલ્દી મેદાન ઉપર પરત ફરશે.

મહત્વપુર્ણ છે કે ડિસેમ્બર ૨૦૨૨નાં અંતમાં દિલ્હીથી દેહરાદુન પોતાની માં ને મળવા માટે કારમાં જઈ રહ્યા હતા, ત્યારે એક ખતરનાક કાર દુર્ઘટનાનો શિકાર બની ગયા હતા. બીએમડબલ્યુ કાર અચાનક રૂડકી ની પાસે એક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. પંત જેમ-તેમ કરીને બહાર નીકળ્યા, પરંતુ થોડી મિનિટ બાદ કાર આગની ઝપેટમાં આવીને આખી બળી ગઈ હતી.

ત્યાંથી પસાર થઈ રહેલા અમુક લોકોએ ઋષભ પંતની મદદ કરી હતી અને તેમને હોસ્પિટલ પહોંચાડેલ. રૂડકી નાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાથમિક ઈલાજ બાદ ઋષભ પંતને દેહરાદુન નાં મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. ત્યાં એક સપ્તાહ પસાર થયા બાદ પંતને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવેલ, જ્યાં તેની ઘુંટણની સર્જરી થયેલી.

માનવામાં આવી રહ્યું છે કે પંત ને સંપુર્ણ રિકવર થવામાં ૬-૮ મહિનાનો સમય લાગી શકે છે. તેમને લગભગ એક મહિનામાં વધુ એક સર્જરીની જરૂરિયાત રહેશે. ડોક્ટર નક્કી કરશે કે બીજી સર્જરી ક્યારે કરવામાં આવશે. બીસીસીઆઈની મેડિકલ ટીમ ડોક્ટર પર્દીવાલા અને હોસ્પિટલ સતત સંપર્કમાં છે. આપણે તેમને ખુબ જ જલ્દી મેદાન ઉપર જોવાની અપેક્ષા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *