અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને એક મહિનો થઈ ચૂક્યો છે, પરંતુ આજે પણ લોકો સુશાંત સિંહ રાજપુતને ભૂલી શક્યા નથી. જોકે મુંબઇ પોલીસ તેની આત્મહત્યા જ માને છે અને હવે તેઓ આ કેસને બંધ કરવાના છે. પરંતુ તેમ છતાં પણ લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સુશાંતનાં મૃત્યુ બાદ થી લોકો ગુનેગારને શોધવામાં લાગી ગઈ હતી. આ કડીમાં જે પણ વચ્ચે આવ્યું તેને લોકોએ ખૂબ જ સંભળાવ્યું હતું. પછી તે કરણ જોહર હોય, સલમાન ખાન હોય કે એકતા કપૂર હોય. પરંતુ આ બધામાં સૌથી વધારે કોઈને ટાર્ગેટ કરવામાં આવેલ હોય તો તે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી છે.
મહત્વપૂર્ણ છે કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેમની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. સતત લોકો તેમને ખૂબ જ ખરાબ ગાળો આપી રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ તેમને બળાત્કાર અને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે. આ વાતનો ખુલાસો રિયાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કર્યો હતો. સાથોસાથ તેમણે આ સમગ્ર મામલામાં સાઇબર ક્રાઇમ પાસેથી આવશ્યક કાર્યવાહીની પણ માંગણી કરી હતી.
ઇન્સ્ટાગ્રામ દ્વારા વ્યક્ત કર્યું દુઃખ
પોતાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રિયાએ એક ટ્રોલર્સને ધમકી નો જવાબ આપતા કેપ્શન માં લખ્યું છે કે, “મને કાતિલ કહેવામાં આવ્યું તો હું મૌન રહી પરંતુ મારું મૌન તમને એવું કહેવાનો અધિકાર કેવી રીતે આપી શકે છે કે હું આત્મહત્યા નહીં કરું તો મારા પર બળાત્કાર અને મારુ મર્ડર કરી દેવામાં આવશે? શું તમે જે કર્યું તેની ગંભીરતાનો અહેસાસ છે? તે એક અપરાધ છે. હું ફરીથી કહું છું કે કોઈને પણ આવી રીતે હેરાન કરી શકાય નહીં. તેની સાથે તેમણે સાયબર ક્રાઈમના હાથમાં આ બધી ચીજો સોંપી અને તેમને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી. લાગે છે કે રિયા હવે ટ્રોલર્સથી પરેશાન થઈ ચૂકી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે હવે બહુ થઈ ગયું.
સુશાંત માટે લખી એક ઇમોશનલ પોસ્ટ
જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ થી જ રિયા મૌન છે. તેમણે સુશાંતના મૃત્યુના એક મહિના બાદ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હાલની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે સુશાંત તેમના માટે શું હતા અને તેમણે કેટલું ખોયું છે. સુશાંતને યાદ કરતા લખ્યું હતું કે, “હું હજુ પણ પોતાની લાગણીઓનો સામનો કરવામાં સંઘર્ષ કરી રહી છું. તું જ હતો જેણે મને પ્રેમ પર ભરોસો અપાવ્યો અને તેની તાકાતનો અહેસાસ કરાવ્યો. તે મને શીખવ્યું કે કેવી રીતે એક સિમ્પલ ગણિતીય સમીકરણ થી જીવનના અર્થને સમજી શકાય છે. મે તારી પાસેથી હંમેશા શીખ્યું છે. મને જાણ છે કે તમે ખૂબ જ શાંતિપૂર્ણ જગ્યા પર છો. ચાંદ, સિતારા, ગેલેક્સી બધાએ ખુલ્લા હાથે એક ભૌતિકશાસ્ત્રીનું સ્વાગત કર્યું હશે. સહાનુભૂતિ અને આનંદથી ભરેલ તમે શૂટિંગ સ્ટારને ચમકાવી શકો છો, કારણ કે હવે તમે પણ તેમાંથી એક છો.”
રિયાની આ રિપોર્ટને પોલીસ ખૂબ જ જલ્દી ધ્યાનમાં લેશે. અમારી તમને બધાને વિનંતી છે કે કોઈપણનો વિરોધ એક મર્યાદામાં રહીને કરવો જોઈએ. આ પ્રકારની ભાષા ગેરકાનૂની છે અને જે કોઈ પણ વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કરે છે તેને સખતમાં સખત સજા આપવામાં આવે છે.