RJ ઝુલ્ફો લહેરાવીને નીરજ ચોપડાને આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ નીરજ ચોપડાએ આપ્યો જોરદાર જવાબ, જુઓ વિડીયો

Posted by

દેશની શાન બની ચુકેલા નિરજ ચોપડા સતત ચર્ચામાં બનેલા છે. ઓલમ્પિકમાં જૈવલીન થ્રો ઇવેન્ટમાં દેશ માટે ગોલ્ડ જીતવા વાળા નીરજ ચોપડા જ્યારથી સ્વદેશ ફર્યા છે, સતત વ્યસ્ત છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત પછી તેમની હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત થઇ. આ વચ્ચે તે સતત મીડિયાને ઈન્ટરવ્યુ પણ આપી રહ્યાં છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમને સાથે કંઈક એવું થયું કે તે ખુબ જ શરમાઈ ગયા.

જી હાં, જણાવી દઈએ કે આજકાલ નિરજ ચોપડાનો એક વિડિયો જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોમાં જાણીતી રેડિયો જોકી મલિષ્કા, નિરજ ચોપડાનો ઇન્ટરવ્યુ લઇ રહી છે. આ દરમિયાન તે નીરજ ને જાદુની જપ્પી આપવા માટે કહે છે. પરંતુ તેનાથી તે ખુબ જ રીતે શરમાઈ જાય છે. મહત્વપુર્ણ છે કે મલિષ્કા ની જાદુ કી જપ્પી નાં જવાબમાં નીરજ “દુરથી જ નમસ્તે” કહે છે. તે સિવાય મલિષ્કાએ પોતાના મિત્ર સાથે નીરજનું ઇન્ટરવ્યુ લેવા દરમિયાન કંઈક એવું પણ કર્યું, જેનાથી તે હસવા લાગે છે.

જણાવી દઇએ કે ટોક્યો ઓલમ્પિકમાં સ્વર્ણ પદક જીતવાવાળા નિરજ ચોપડાનો રેડિયો જોકી મલિષ્કા મેન્ડોન્સા સાથે એક ઇન્ટરવ્યુ નો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. મલિષ્કાએ ગુરુવારે એટલે કે ૧૯ ઓગસ્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો. મહત્વપુર્ણ છે કે વીડિયોમાં મલિષ્કા અને રેડ એફએમ ની સ્ટાફ (યુવતીઓ) નીરજ ચોપડાને ઇમ્પ્રેસ કરવા માટે તેમની સામે “ઊડે જબ જબ ઝુલફે તેરી” ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે. ચોપડાને અસહજ જોવા છતાં પણ તેમણે ડાન્સ કરવાનું બંધ કર્યું નહીં. ઓલમ્પિક પદક વિજેતાને તેમની આ હરકત પસંદ આવી નહીં. તેઓ ધીમેથી હસ્યા અને શરમથી પોતાની આંખો ઝુકાવી લીધી.

ત્યારબાદ રેડિયો જોકીએ ટ્વિટર પર લખ્યું કે, “લેડીઝ… હા મને ઘણા મુશ્કેલ, ડીપ જવાબ મળ્યા પરંતુ… ઝુમ કોલ પર જવા પહેલા ૪ સેકન્ડનો સમય લો, એ જોવા માટે કે અમે #udejabjabzulfeinteri ગીત પર કોના માટે ડાન્સ કરી રહ્યા છે અને પછી મને બતાવો કે મેં તે આપણા બધા માટે કર્યું છે.”

જણાવી દઇએ કે ૨૩ વર્ષિય નીરજ ચોપડાની સામે અજીબો-ગરીબ ડાન્સ કરવા છતાં પણ મલિષ્કા અટકી નહીં. તે ઇન્ટરવ્યુનાં આખરે નિરજ ચોપડા પાસે જાદુની જપ્પી પણ માંગે છે. જેના પર તે કહે છે કે આવી જ રીતે દુરથી નમસ્તે. ચોપડાનો ઇન્ટરવ્યુ લેતા સમયે આરજે મલિષ્કા મેન્ડોન્સાનો અંદાજ નેટિઝન્સ ને પસંદ આવ્યો નહીં.

રેડિયો જોકી દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલા ઇન્ટરવ્યુનાં વીડિયો ક્લિપ પર નેટિઝન્સ ઘણા ગુસ્સામાં દેખાયા. યુઝર્સે તો ડાન્સ અને ત્યાર બાદ નીરજ ચોપડાને જબરજસ્તી ગળે લગાવવાને “સસ્તો સ્ટંટ” બતાવ્યો છે. એક ટ્વીટર યુઝરે કહ્યું કે, “આને શું થઈ ગયું છે? તે આ ઇન્ટરવ્યુને નીરજ માટે આટલું અજીબ કેમ બનાવી રહી છે? ઓહ…”

જ્યારે એક અન્ય યુઝરે કહ્યું કે, “આ એકદમ શરમજનક છે. તમે તેને અજીબ અનુભવ કરાવી રહ્યા છો. આ શું બક્વાસ છે? આ બધું તમારા બોલીવુડ કલાકાર સાથે જ કરો.” એટલું જ નહીં સુપ્રિમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝા એ આ ઘટના પર અફસોસ દર્શાવતા કહ્યું કે “તમને લોકોને આવું કરતા જોઈ દુઃખ થયું. તેનાથી પણ વધારે દુઃખની વાત એ છે કે રેડ એફએમ ઇન્ડિયા તમને બધાને આવું કરવાની અનુમતિ આપી રહ્યું છે. મારો મતલબ છે, શું થયું જો આ વિષયમાં જેન્ડર વિપરીત હતાં? શું રેડ એફએમ દ્વારા પણ તેની અનુમતી આપી હતી? ઘણી દુઃખની વાત છે!!!”

આખરે જણાવી દઈએ કે મલિષ્કા મેન્ડોન્સા પહેલાં નિરજ ચોપડાને તેમના અંગત જીવન સાથે જોડાયેલા સવાલ પુછવા પર ટાઈમ્સ નાઉ ની પત્રકાર નવીકા કુમાર ની પણ સોશિયલ મીડિયા પર ઘણી આલોચના કરવામાં આવી હતી. નેટિઝન્સ એ તેને “ગોસીપ આંટી” કહી હતી. જણાવી દઇએ કે ગર્લફ્રેન્ડ અને લગ્નનાં સવાલ પર નીરજ ચોપડાએ દરેક ઇન્ટરવ્યુમાં એક જ જવાબ આપ્યો છે. તેમનું કહેવાનું છે કે તેમની કોઈ ગર્લફ્રેન્ડ નથી અને હાલમાં તેમનો લગ્નનો પણ કોઈ ઈરાદો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *