શું તમે પણ શુધ્ધતા અને સ્વાસ્થ્ય માટે RO (RO Purifier) નું પાણી પીવો છો? RO એટલે કે રિવર્સ ઓસ્મોસિસ ની ટેકનોલોજી થી પાણીને ઘણા પ્રકારની અશુદ્ધિઓને કાઢી નાખવામાં આવે છે. પરંતુ તેની સાથે જ RO તકનીકથી પાણીમાં રહેલ ઘણા પ્રકારના એવા તત્વો પણ નીકળી જાય છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ઘણી શોધોમાં એ વાતનો દાવો કરવામાં આવે છે કે RO થી નીકળેલ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોતું નથી. આ મિનરલ્સ આપણા શરીર માટે ઘણા પ્રકારના ફંકશન અને અંગોના પોષણ માટે જરૂરી છે. તો ચાલો તમને જણાવી RO વોટરનાં નકારાત્મક પ્રભાવ.
ઓછા થઈ જાય છે જરૂરી મિનરલ્સ
પાણી આપણા જીવનનો આધાર છે. પીવાના પાણીમાં આપણને અમુક એવા મિનરલ્સ મળે છે જે આપણા શરીર માટે જરૂરી હોય છે. દુનિયાભરમાં વાયુ અને જળ પ્રદૂષણને કારણે પીવાના પાણીમાં અશુદ્ધતા વધતી જઈ રહી છે, જેના કારણે RO પ્યુરીફાયર અથવા RO ફિલ્ટર ચલણમાં આવ્યા. પરંતુ રિસર્ચ જણાવે છે કે આ RO થી ફિલ્ટર થયા બાદ પાણીમાં રહેલ તત્વ જેવા કે લીડ, આર્સેનિક, બેરિયમ, એલ્યુમિનિયમ વગેરે તત્વો તો નીકળી જાય છે પરંતુ તેની સાથે સાથે શરીરને ફાયદાકારક અમુક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ નીકળી જાય છે. એટલા માટે લાંબા સમય સુધી આ પાણીને પીવાથી તમારા શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે.
ઘણું બધું પાણી થાય છે બરબાદ
RO સિસ્ટમ માંથી પાણી ચોખ્ખું કરવા માટે તેની અશુદ્ધિઓની સાથે સાથે મોટી માત્રામાં પાણી અલગ વહાવી દેવામાં આવે છે, જેનાથી પાણીની બરબાદી થાય છે. દુનિયાભરમાં પીવાના પાણીની અછત અને વધતી જનસંખ્યાને જોઈને આટલી મોટી માત્રામાં પાણીની બરબાદી ને યોગ્ય માનવામાં આવી શકે નહીં.
થઈ શકે છે ઘણા પ્રકારના રોગ
પીવાના સામાન્ય પાણીમાં ઘણા પ્રકારના એવા તત્વ હોય છે જે શરીરનાં અલગ-અલગ અંગો ની રક્ષા કરે છે. તેવામાં લાંબા સમય સુધી આવું પાણી પીવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે હાડકા ની કમજોરી, પાચનની સમસ્યા, કબજિયાત, હ્રદયની બીમારી વગેરેનો ખતરો રહે છે. હકીકતમાં મેટાબોલિઝમ, પાચન અને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો ખૂબ જ જરૂરી છે.
એસિડિક થઈ શકે છે પાણી
ઘણી વખત RO ફિલ્ટર પાણીનાં પીએચ લેવલ ને ૭ થી પણ નીચે પહોંચાડી દે છે. જેનાથી પાણી થોડું એસીડીટી થઈ જાય છે. જોકે તે તમારી ફેવરિટ કોલ્ડ્રિંક્સની સરખામણી જેટલું તો એસીડીટી હોતું નથી, પરંતુ છતાં પણ લાંબા સમય સુધી આ પાણી પીવાથી પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અમુક એડવાન્સ RO સિસ્ટમમાં અલ્કલાઇન કાર્ટીઝ અલગથી લગાવેલો હોય છે, જેનાથી પાણીને એસિડિક થવાથી બચાવી શકાય.