રોહિત શર્માની પત્ની ભારતનાં આ તાબડતોડ બેસ્ટમેનની બહેન છે, ખુબ ઓછા લોકોને છે તેની જાણકારી

Posted by

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર વર્લ્ડ ક્રિકેટમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી છે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન ભારતે ચોથી મેચમાં જબરજસ્ત પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. આ મેચનાં હીરો રહ્યાં ભારતના હિટમેન રોહિત શર્મા. રોહિત શર્માએ આ મેચમાં તાબડતોડ બેટિંગ કરી અને ભારતની જીતમાં મહત્વની ભુમિકા નિભાવી. રોહિતને આ મેચ માટે “મેન ઓફ ધ મેચ” નાં એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. હવે રોહિત શર્મા ક્રિકેટનાં શોર્ટ ફોર્મેટની સાથે જ સૌથી લાંબા ફોર્મેટમાં પણ હિટ સાબિત થઈ રહ્યા છે. આ તો થઈ ગઈ રોહિત શર્માના પ્રોફેશનની વાત. અમે તમને રોહિતના અંગત જીવન વિશે જણાવવાના છીએ.

ભારતીય ક્રિકેટર રોહિત શર્માની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. તેમણે ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ નાં રોજ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. રોહિત રિતિકાની લવ સ્ટોરી સંપુર્ણ રીતે ફિલ્મી લાગે છે. ક્રિકેટનાં મેદાનમાં રોહિત શર્મા બોલરની ધોલાઈ જે રીતે કરે છે, તે તો દરેક લોકો જાણે છે.

પરંતુ મેદાન પર વિરોધી ટીમને ખરાબ રીતે ધોવા વાળો આ ક્રિકેટર રિયલ લાઇફમાં પોતાની પત્ની રિતિકા સામે ઘણો કમજોર પડી જાય છે. આ બંનેની લવ સ્ટોરી લગ્ન થી ૬ વર્ષ પહેલા શરૂ થઈ હતી. રિતિકા જ્યાં એક્સ સ્પોર્ટ્સ મેનેજર હતી, ત્યાં રોહિત શર્મા તે સમયે પોતાની રમતમાં ઘણા વ્યસ્ત રહેતા હતાં. આ દરમ્યાન બંને ની એકબીજા સાથે મુલાકાત થઈ હતી.

રોહિતની પત્ની રિતિકા ક્રિકેટર યુવરાજ સિંહ ની રાખી સિસ્ટર છે. રોહિત અને રિતિકા ની પહેલી મુલાકાત યુવરાજ સિંહે જ કરાવી હતી. ત્યારબાદ કામના બાબતમાં ઘણીવાર બન્નેની મુલાકાત થવા લાગી. શરૂઆતમાં બન્નેની મુલાકાત પ્રોફેશનલ હતી. આ દરમિયાન બંનેની મિત્રતા થઈ ગઈ.

ધીરે-ધીરે મુલાકાતોનો સિલસિલો ચાલતો જ ગયો. પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. રોહિતે રિતિકાને ઘણા જ ફિલ્મી અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કરી હતી. રોહિત શર્માએ મુંબઇના બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં પોતાના ઘુંટણ પર બેસીને અને હાથમાં એક વીંટી લઈને રિતિકાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. રિતિકાએ તરત જ રોહિતનાં પ્રપોઝલ થી ખુશ થઈને તેને સ્વીકાર કરી લીધો હતો.

ત્યારબાદ રોહિત શર્મા અને રિતિકાએ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૫નાં રોજ લગ્ન કર્યા હતા. આ બન્નેનાં લગ્નમાં ક્રિકેટ, બોલિવુડ અને ઉદ્યોગ જગતનાં બધા જ લોકોએ હાજરી આપી હતી. લગ્નનાં ત્રણ વર્ષ પછી રોહિતના ઘરે એક નાની પરી નો જન્મ થયો. તેમની દીકરીનું નામ સમાયરા છે. રોહિત, રિતિકા અને સમાયરા ને ઘણી ઇવેન્ટમાં એક સાથે જોવામાં આવે છે.

એકવાર ઇન્ટરવ્યુ દરમિયાન રોહિત શર્માએ તે વાતનો ખુલાસો કર્યો હતો કે, જ્યારે યુવરાજ સિંહને તેમના અને રિતિકાનાં અફેરની વાત ખબર પડી તો તેમણે મને સ્પષ્ટ કહી દીધું હતું કે, કંઈપણ કરવા પહેલા યાદ રાખજે કે તે મારી બહેન છે. ત્યારબાદ તેમણે યુવરાજને  વિશ્વાસ અપાવ્યો કે તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આજે લગ્નનાં આટલા વર્ષો વીતી જવા છતાં બંને જ પતિ પત્ની ખુશ છે. રિતિકા રોહિતનાં જીવનમાં આવ્યા બાદ રોહિતની કારકિર્દીમાં પણ જબરજસ્ત બદલાવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *