તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોનો મનપસંદ કોમેડી શો છે. આ શો નાં દરેક કિરદાર લોકોને ખુબ જ પસંદ આવે છે. જેઠાલાલ નાં પરિવારની સાથે તો લોકો ને ખાસ જોડાણ છે. ફેન્સ આ પરિવારનાં દરેક સદસ્ય વિશે જાણકારી મેળવવા માંગે છે. પરંતુ જો તમે આ શો નાં પાક્કા ફેન છો, તો તમારે એક તસ્વીરમાં રહેલ બાળકને ઓળખવાનો રહેશે.
કોણ છે આ બાળક?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક કેરેક્ટર લોકોનાં દિલમાં વસેલું છે. પરંતુ શું તમે ઉપર બતાવવામાં આવેલ બાળક વિશે જાણો છો. આ બાળક આજનાં સમયમાં શો નો મહત્વનો હિસ્સો છે. આ બાળક હવે મોટો થઈ ચુકેલ છે અને અવારનવાર સોશિયલ મીડિયાની દુનિયા માં છવાયેલો રહે છે. શું તમે ઓળખી શક્યા કે ક્રિકેટર રોહિત શર્મા ની સાથે ફોટો માં રહેલ બાળક આખરે કોણ છે?
આ બાળક હવે થઈ ગયો છે નવયુવાન
જો તમે હજુ પણ ઓળખી શક્યા નથી તો તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવી દઇએ કે આ બાળક આજનો ટપ્પુ છે. જી હાં, બાળપણનો આ ફોટો ટપ્પુનો કિરદાર નિભાવનાર રાજ અનડકટ નો છે. બાળપણમાં ગોળમટોળ દેખાનાર રાજ હવે બિલકુલ ફિટ થઈ ચુકેલ છે. રાજ અનડકટ ની તસ્વીર પર હવે યુવતીઓ ફિદા થઇ જાય છે.
મુનમુન દત્તા સાથે જોડાયું હતું નામ
રાજ અનડકટ નું નામ હાલમાં જ પોતાની કો-સ્ટાર મુનમુન દત્તા સાથે જોડાયું હતું. જેને લઇને પણ તે ખુબ જ ચર્ચામાં રહેલ. એક્ટરે આ સમાચારો થી કંટાળીને સ્પષ્ટીકરણ પણ આપી દીધું હતું. રાજ અનડકટે લખ્યું હતું કે, “મારા વિશે જે કોઈપણ લોકો લખે છે, તેમને હું કહેવા માંગીશ કે તમારા દ્વારા મારા વિશે બનાવવામાં આવેલી ખોટી કહાનીઓ થી મારા જીવન પર કેટલી ખરાબ અસર પડી શકે છે. જરા તેના વિશે વિચારો અને તે પણ મારી પરવાનગી વગર. જેટલા પણ ક્રીએટિવ લોકો છે, તે લોકો મહેરબાની કરીને પોતાની એનર્જી અન્ય કોઇ જગ્યાએ લગાવો, તે તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. ભગવાન તમને સદબુદ્ધિ આપે.”
લોકોએ આપ્યો ખુબ જ પ્રેમ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોએ ટપ્પુ નાં રૂપમાં ભવ્ય ગાંધી ને ખુબ જ પ્રેમ આપ્યો છે. જ્યારે શો માં ટપ્પુનાં રૂપમાં રાજ અનડકટ ને લાવવામાં આવ્યો ત્યારે શો નાં પ્રોડ્યુસર્સે પણ તે વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે દર્શકો ટપ્પુ નાં રૂપમાં રાજ ને અપનાવી લે અને એવું જ બન્યું. રાજ શો માં આવતાની સાથે જ શો નો એક મહત્વનો હિસ્સો બની ગયો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી.