રોમેન્ટીક સીનમાં પોતાના પર કાબુ રાખી શક્યા ના હતા આ ૫ કલાકારો, એક અભિનેતાએ તો બધી હદ પાર કરી દીધી

બોલિવૂડના રોમેન્ટિક અંદાજને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ આ રોમેન્ટિક દ્રશ્યોને ફિલ્માવવાનાં ધારાધોરણ કોઈને ખબર હોતા નથી. ઘણી વખત તો રોમેન્ટિક દ્રશ્યો ફિલ્માવવા ફિલ્મ મેકર્સ માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની જતું હોય છે. તે સિવાય ઘણી વખત અંતરંગ દૃશ્યો અભિનેત્રીઓના શોષણનો આધાર પણ બની જતા હોય છે. જેનાથી અભિનેતાઓને બાદમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં આજે અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ એવા રોમેન્ટિક સીન વિશે, જેના અંતર્ગત એક્ટર્સ પ્રોફેશનલ હોવાની સાથે સાથે પર્સનલ પણ થઇ ગયા હતા. તો ચાલો જાણીએ કે આખરે તે કયા સીન હતા જ્યાં એક્ટર્સ પર્સનલ થઈ ગયા હતા.

દિલિપ તાહિલ અને જયાપ્રદા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલિપ તાહિલ એક વખત જયાપ્રદા સાથે કામ કરી રહ્યા હતા. ત્યારે શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે જેનાથી દિલિપ તાહિલને બધાની સામે શરમાવવું પડ્યું હતું. હકીકતમાં એક ફિલ્મમાં દિલીપ તાહિલની સાથે જયાપ્રદાનો સીન શૂટ કરવાનો હતો. આ સીન માટે કેમેરા રોલ ઓન થતાની સાથે જ દિલીપ પોતાના પર કંટ્રોલ કરી શક્યા નહીં અને તેમણે જયાપ્રદાને જકડીને પકડી લીધી. ત્યારબાદ જયાપ્રદાને ખૂબ જ તકલીફ થઈ. તે પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી. આ દરમિયાન તેમણે દિલિપ તાહિલ ને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું કે આ રીલ લાઈફ છે, રીઅલ નહીં.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડીઝ

ફિલ્મ “ધ જેંટલમેન” શૂટિંગ દરમિયાન બંનેના રિલેશનશિપ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મમાં બંને વચ્ચે એક કિસિંગ સીન હતો. જણાવવામાં આવે છે કે શૂટિંગ દરમિયાન બંને એકબીજાને કિસ કરવામાં એટલા મશગુલ થઈ ગયા હતા કે તેમણે નિર્દેશકોનાં કટ કહેવાનો અવાજ પણ સાંભળ્યો હતો નહીં. એટલે કે બંને એકબીજાને રિયલમાં કિસ કરવા લાગ્યા હતા. માનવામાં આવે છે કે આ ફિલ્મનાં સોંગ લાગી છુટે ના માં બતાવવામાં આવેલ કિસિંગ સીન, સૌથી લાંબો કિસિંગ સીન છે.

રણજીત અને માધુરી દીક્ષિત

૮૦ અને ૯૦ના દશકમાં મોટાભાગની ફિલ્મોમાં રેપ સીન આવતો હતો. તેના વિશે ફિલ્મ મેકર્સનું કહેવું છે કે, આવા સીન્સ ને કારણે ફિલ્મોને નાના વિસ્તારો અને ગામોમાં ખૂબ જ જોવામાં આવતી હતી. વર્ષ ૧૯૮૯માં મિથુન અને માધુરીની એક ફિલ્મમાં આવો જ એક સીન હતો. આ સીનમાં ફિલ્મના વિલન રણજીત માધુરી દીક્ષિતની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરે છે. જણાવવામાં આવે છે કે આ સીન ના શૂટિંગ દરમિયાન રણજીત પોતાનો હોશ ખોઇ બેઠેલા અને માધુરી દીક્ષિત, રણજીતની હરકતો જોઈને હકીકતમાં ડરી ગઈ હતી.

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત

ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતની વચ્ચે ઘણા અંતરંગ સીન હતા. આ સીનને ફિલ્માવવા દરમિયાન વિનોદ ખન્ના એટલા બેકાબૂ બની ગયા હતા કે તેની ચર્ચા આજે પણ કરવામાં આવે છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું, પરંતુ ઇંટીમેન્ટ સીનને કારણે માધુરી દીક્ષિતને ખૂબ જ આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ માધુરી દીક્ષિત ફિલ્મ દયાવાનનાં ઇંટીમેન્ટ સીનને પોતાની ફિલ્મી કારકિર્દીની સૌથી મોટી ભૂલ સમજી.

રણબીર કપૂર અને એવલિન શર્મા

૨૦૧૩માં રિલીઝ થયેલી ફિલ્મ યે જવાની હે દિવાની આ એક સીન, જેમાં એવલીન શર્માનાં ઘૂંટણમાં ઈજા થાય છે અને ત્યારબાદ રણવીર કપૂર તેમને ફ્લર્ટ કરે છે. કહેવામાં આવે છે કે રણબીર કપૂર એવલીન શર્માને ફ્લર્ટ કરવામાં એટલા મશગૂલ થઈ ગયા હતા કે તે દરમિયાન નિર્દેશક અયાન મુખર્જીએ ત્રણ વખત કટ કરવું પડ્યું હતું.