રૂબીના દિલૈક એ મસ્તમૌલા અંદાજમાં ડાન્સ કરી કર્યું વર્કઆઉટ, ૧૦ લાખ થી વધારે લોકો જોઈ ચુક્યા છે વિડીયો

બિગ બોસ-૧૪ ની વિનર રહી ચૂકેલી રૂબીના દિલેક આ શો બાદ ખુબ જ વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી ચૂકી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસ્વીરો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલા રહેવાની પુરી કોશિશ કરે છે. રૂબિનાએ હાલમાં જ કોરોનાને હરવેલ છે. ત્યારબાદ તે હવે પોતાના રોજિંદા જીવનમાં પરત ફરી ગઈ છે. રૂબિનાએ હાલમાં જ પોતાના પાર્લરનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પેડીક્યોર કરાવી રહેલી નજર આવી રહી હતી.

હવે તેને વધુ એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખુબ જ અતરંગી અને મસ્તમૌલા અંદાજમાં નજર આવી રહી છે. રૂબિનાએ આ વખતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ફ્રીસ્ટાઇલ ડાન્સ કરતાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. રૂબીના ક્યારેક ખુલ્લા ગાર્ડનમાં તો ક્યારે કે સીડીઓ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને પોસ્ટ કરીને રૂબિનાએ કેપ્શન માં લખ્યું છે કે, “લાંબા સમય બાદ એક સારું વર્કઆઉટ”. રૂબીના નાં આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે વખત જોવામાં આવી ચુકેલ છે.

આ શ્રેષ્ઠ ડાન્સ વર્કઆઉટ જોયા બાદ પણ લોકો ખુબ જ શાનદાર રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે તમે સૌથી વધારે ક્યૂટ છો. વળી અન્ય એક યૂઝરે લખ્યું હતું કે બોસ લેડી રૂબીના. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે ડાન્સ પે ચાન્સ માર લે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં રૂબીના પોતાના ફેમિલી સાથે છે અને ખુબ જ સારો સમય એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

વાત કરવામાં આવે તેના વર્કફ્રન્ટની તો પોતાના પતિ અભિનય શુક્લા સાથે નેહા કકક્ડનાં ગીત “મરજાનીયા” માં નજર આવી હતી. ત્યારબાદ તેનો વધુ એક ગીત આવ્યું હતું “ગલત”, જેને ફેન્સ તરફથી ખુબ જ પ્રેમ મળ્યો હતો. હવે તે પોતાના શો “શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી” માં ફરીથી નજર આવી રહી છે.