રૂપરૂપનો અંબાર છે “ચંપક ચાચા” ની પત્ની, તસ્વીરો જોઈને આંખો પહોળી થઈ જશે

Posted by

દેશ-દુનિયામાં ખાસ ઓળખાણ ધરાવનાર ટીવીનાં સૌથી લોકપ્રિય શો માં એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દરેક ઉંમરનાં લોકોને પસંદ છે. આ શો સૌથી લાંબા સમય સુધી ચાલવા વાળો ટીવી શો માંથી એક છે. વર્ષ ૨૦૦૮થી આ શો સતત ચાલી રહ્યો છે અને છેલ્લા ૧૩ વર્ષથી દેશ-દુનિયાનું ઘણું મનોરંજન કરી રહ્યો છે.

શો નો દરેક કિરદાર દર્શકોને ઘણો જ પસંદ આવે છે. શોનાં દરેક કિરદારે ફેન્સનાં દિલમાં ખાસ ઓળખાણ બનાવી છે. હંમેશાં જોવામાં આવે છે કે ફેન્સ પોતાના ચહિતા કલાકારોનાં અંગત જીવન વિશે જાણવા માટે પણ ઉત્સુક રહે છે. તેવામાં આજે અમે તમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં ચંપક ચાચા નું કિરદાર નિભાવતા કલાકાર અમિત ભટ્ટનાં અંગત જીવન વિશે બતાવવા જઈ રહ્યા છે.

“તારક મહેતા…” ચંપકલાલ ગડા નું સાચું નામ અમિત ભટ્ટ છે. અમિત લાંબા સમયથી શો નો ભાગ છે અને એમને ચંપકલાલ ગડાનાં રોલમાં ઘણા પસંદ કરવામાં આવે છે. તે શોનાંમુખ્ય પાત્ર માંથી એક છે. શોમા વૃદ્ધ વ્યક્તિનો કિરદાર નિભાવવા વાળા અમિત ભટ્ટ રીયલ લાઇફમાં એટલા વૃદ્ધ નથી. એમની ઉંમર હજુ માત્ર ૪૮ વર્ષની છે. અમિત ભટ્ટનો જન્મ ૧૯ ઑગસ્ટ ૧૯૭૨માં ગુજરાતમાં થયો હતો.

જણાવી દઇએ કે અમિત ભટ્ટ વિવાહિત છે. એમની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. કૃતિ દેખાવમાં ઘણી સુંદર લાગે છે. અમિત ભટ્ટ રીયલ લાઇફમાં ઘણા રોમેન્ટિક છે. તે સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને હંમેશા પોતાની પત્ની સાથે પોતાની ફોટો શેર કરતા રહે છે.

અમિત ભટ્ટની પત્ની સુંદરતા અને ફિટનેસનાં વિષયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઘણી એક્ટ્રેસને મોટી ટક્કર આપે છે. જણાવવામાં આવે છે હંમેશાં શોનાં સેટ પર કૃતિ ભટ્ટ આવતી રહે છે. તેમને શોનાં બધા કલાકાર જાણે છે અને બધા સાથે તેમના સારા સંબંધો છે.

બે દીકરાનાં પિતા છે અમિત ભટ્ટ

અમિત ભટ્ટ વિવાહિત જ નહીં પરંતુ બે બાળકોના પિતા પણ છે. અમિત અને કૃતિનાં બે દીકરા છે. બતાવી દઇએ કે અમિતનો એક દીકરો તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ પણ કરી ચુક્યો છે. તે અમુક એપિસોડમાં ટપુનાં મિત્રના રૂપમાં જોવા મળેલ છે.

અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટ બંનેનાં દિકરા ઘણા મોટા થઈ ચૂક્યા છે અને બંને ઘણા ક્યુટ છે. એક દીકરાનું નામ દેવ અને બીજાનું નામ દીપ છે.

અમિત ભટ્ટ પોતાના પરિવારના ઘણા નજીક છે અને તે પોતાની પત્નીને ઘણો પ્રેમ કરે છે. થોડા દિવસો પહેલા અમિત ભટ્ટ એ પત્ની સાથે એક ફોટો શેર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે, “તું મારું બધું જ છે.”

અમિત ભટ્ટની પત્ની સાથેની ઘણી ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ છે. બંને હંમેશા નવી-નવી જગ્યાએ ફરતા પોતાની ફોટો પોસ્ટ કરે છે.

અમિત પોતાની પત્ની સાથે દયાબેન એટલે કે દિશા વાકાણીનાં રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. અમિતે અહીંની ફોટો પણ શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *