વૈશ્વિક સ્તર પર એક વાર ફરીથી કોરોના પોતાના પગ પેસારો કરતો નજર આવી રહ્યો છે. જી હાં, રશિયા અને ઇંગ્લેન્ડની સાથોસાથ ચીનમાં પણ ફરીથી કોરોના સંક્રમણ થવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને અહીંયા ની સ્કુલ અને એરપોર્ટને બંધ કરી દેવામાં આવેલ છે. ઘરેલુ સ્તર પર અત્યાર સુધી મહામારીને નિયંત્રિત કરીને રાખવામાં આવેલ, પરંતુ સતત પાંચમા દિવસે આવેલ નવા કેસ ને લીધે ચિંતા વધી રહી છે.
જણાવી દઈએ કે આ વખતે દેશમાં કોરોના સંક્રમણનાં આવી રહેલા નવા મામલા માટે પ્રશાસને પર્યટકોના એક સમુહને જવાબદાર માને છે અને ઉલ્લેખનીય છે કે તેમાંથી મોટાભાગનાં મામલા ઉત્તરપશ્ચિમ પ્રાંતમાંથી સામે આવ્યા છે.
એટલું જ નહીં જણાવી દઈએ કે ચીનમાં કોરોના વાયરસે એકવાર ફરીથી પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે, જે ચિંતાનો વિષય છે. જેના લીધે ચીન સરકાર સતર્ક થઈ ગઈ છે અને ઘણા મોટા પગલાં ઉઠાવી લીધા છે. ફ્લાઇટ રદ કરી દેવામાં આવેલ છે, ઘણા ક્ષેત્રોમાં સ્કુલ બંધ થઇ રહેલ છે અને અમુક જગ્યાએ ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
મહત્વપુર્ણ છે કે રશિયામાં કોરોના વાયરસનાં ડેટા વેરિએન્ટ ના સબવેરિએન્ટ સાથે જોડાયેલા ઘણા મામલા સામે આવ્યા છે. વળી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિયન્ટ પહેલાની તુલનામાં વધારે સંક્રામક અને ઘાતક સાબિત થઈ શકે છે. આ સબવેરિએન્ટ નાં મામલા ઈંગ્લેન્ડમાં પણ વધી રહ્યા છે.
જણાવી દઈએ કે બુધવારનાં રોજ ચીનનાં ગ્લોબલ ટાઇમ્સ તરફથી ચેતવણી આપવામાં આવી હતી. જેમાં મંગોલિયામાં નવા સંક્રમિતો મળવાને લીધે કોલસાની નિકાસ પ્રભાવિત થઈ અને સપ્લાય ચેઇન ખુબ જ પ્રભાવિત થઈ શકે છે. જણાવી દઈએ કે ગુરુવાર સુધી ચીનમાં ૧૩ નવા મામલા સામે આવી ચુક્યા છે.
વળી નવા મામલાને જોઈને સચેત અને સતર્ક ચીન દેશમાં એક વાર ફરીથી પ્રતિબંધો વધારી દેવામાં આવેલ છે. નવા મામલા માટે પર્યટકોના ગ્રુપમાં સામેલ એક વૃદ્ધ દંપતીને જવાબદાર જણાવવામાં આવે છે. શાંઘાઈ થી આ દંપતી ગાંસુ પ્રાંત નાં સિયાન અને મંગોલિયા ગયા હતા. જે પણ મામલા સામે આવી રહ્યા છે તે બધા આ દંપતીના સંપર્કમાં કોઈને કોઈ રીતે આવેલા હતા.
સ્થાનીય સ્તર પર સરકારે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરુ કરી દીધું છે. સાથોસાથ અહીંયાના પર્યટન સ્થળોને બંધ કરી દીધા છે. તે સિવાય પ્રભાવિત ક્ષેત્રોમાં સ્થિત સ્કુલ અને બધા મનોરંજન સ્થળ બંધ કરી દેવામાં આવેલ છે તથા હાઉસિંગ કમ્પાઉન્ડ ઉપર પણ મનાઈ ફરમાવી દેવામાં આવે છે.
છેલ્લે જણાવી દઈએ કે ૨૦૧૯નાં અંતમાં ચીનના વુહાન માંથી જ કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યો હતો, જે માર્ચ ૨૦૨૦ સુધી મહામારીનું રૂપ ધારણ કરી ચુકેલ હતો. વળી ૧૧ માર્ચ, ૨૦૨૦નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને ઘાતક સંક્રમણની ઝપેટમાં દુનિયાને જોઇને મહામારી જાહેર કરી હતી.