કોરોના વાયરસ વેક્સિન પર રશિયાએ બાજી મારી લીધી છે. રશિયાનાં સેચેનોવ વિશ્વવિદ્યાલય નો દાવો છે કે તેમણે કોરોના વાયરસ માટે વેક્સિન તૈયાર કરી લીધી છે. વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે વેક્સિનનાં બધા જ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જો આ દાવો સાચો નીકળે છે તો તે કોરોના વાયરસની પહેલી વેક્સિન હશે. તેની સાથે જ દુનિયાને કોરોના વાયરસની ઝપેટમાંથી છોડાવવા માટે શોધ કરી લેવામાં આવેલ છે. જોકે અમેરિકા સહિત દુનિયાના તમામ વિકસિત દેશો કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં જોડાયેલા છે. ઘણા તો ટ્રાયલના સ્તર પર અસફળ પણ થઇ ચુક્યા છે, પરંતુ રશિયાએ પહેલી સફળ વેક્સિન બનાવીને બાજી મારી લીધી છે.
૧૮ જૂનનાં રોજ વેક્સિનનું શરૂ થયું હતું પરીક્ષણ
ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેકનોલોજી નાં નિર્દેશક વદિમ તરાસોવે કહ્યું હતું કે વિશ્વ વિદ્યાલયે ૧૮ જૂનના રોજ રશિયાનાં ગેમલી ઇન્સ્ટિટયૂટ ઓફ એપીડેમીયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા નિર્મિત વેક્સિનનું પરીક્ષણ શરૂ કર્યું હતું. તારાસોવે કહ્યું હતું કે સેચેનોવ વિશ્વવિદ્યાલયે કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પહેલી વેક્સિનનું સ્વયંસેવક ઉપર સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કરી દીધું છે.
ખૂબ જ જલ્દી બજારમાં ઉપલબ્ધ થશે વેક્સિન
સેચનોવ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ પેરાસીટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બોર્ન ડિસીઝ ના નિર્દેશક એલેક્ઝેન્ડર લુકાશેવનાં જણાવ્યા અનુસાર આ સમગ્ર અધ્યયનનો હેતુ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોરોના વાયરસની વેક્સિનને સફળતા પૂર્વક તૈયાર કરવાનો હતો. લુકાશેવે સ્પૂતનિકને જણાવ્યું હતું કે સુરક્ષાને કારણે વેક્સિનનાં બધા જ પાસાઓની તપાસ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે લોકોની સુરક્ષા માટે તે ખૂબ જ જલ્દી બજારમાં ઉપલબ્ધ થશે.
ડ્રગ્સ અને જટિલ ઉત્પાદોનાં નિર્માણમાં પણ તે સક્ષમ છે સેચેનોવ
તારસોવે કહ્યું હતું કે સેચેનોવ વિશ્વવિદ્યાલય ફક્ત એક શૈક્ષણિક સંસ્થાનનાં રૂપમાં નહીં પરંતુ એક વૈજ્ઞાનિક અને તકનિકી અનુસંધાન કેન્દ્રના રુપમાં પણ પ્રશંસનીય કામ કર્યું છે. મહામારીની સ્થિતિમાં ડૂગ્સ જેવા મહત્વપૂર્ણ અને જટિલ ઉત્પાદનોનાં નિર્માણ માટે પણ તે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે અમે કોરોના વાયરસનાં વેક્સિન સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રાયલમાં સ્વયંસેવકોના બીજા સમૂહને ૨૦ જુલાઈના રોજ રજા આપવામાં આવશે.
અમેરિકાની મોર્ડનાએ પણ કર્યું એલાન
અમેરિકાની કંપની મોર્ડનાનો પણ દાવો છે કે તે ખૂબ જ જલ્દી કોરોના વેક્સિનનું નિર્માણ કરી લેશે. મોર્ડનાનું કહેવું છે કે આ વેક્સિનને કારણે કોઈપણ વ્યક્તિમાં કોરોના સંક્રમણ થશે નહીં. કારણ કે તેમાં કોરોના વાયરસ મોજુદ નથી થતા. ૧૮ મેનાં રોજ મોર્ડનાએ એલાન કર્યું હતું કે ફેઝ-૧ ટ્રાયલમાં તેના પરિણામ સકારાત્મક આવ્યા છે. mRNA-1273 વેક્સિન ની અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અને mRNA-1273 કંપનીએ તૈયાર કરેલ છે. મોર્ડનાએ પોતાની વેક્સિનને લઈને એવું પણ કહ્યું હતું કે જુલાઈમાં વેક્સિનની ફેઝ-૩ સ્ટડી શરૂ થઈ જશે. ત્રીજા રાઉન્ડમાં ૩૦ હજાર લોકોને વેક્સિનનો ડોઝ આપવાની યોજના છે.