બાળકો ક્યારે મોટા થઈ જાય છે ખબર જ નથી પડતી. આ ડાયલોગ તમે ઘણી વખત સાંભળ્યો હશે. રિયલ લાઇફમાં પણ આપણે બધાએ લગભગ આવું જોયું જ હોય છે. હવે તમે ટીવી પર કામ કરતા બાળ કલાકારોનું જ ઉદાહરણ લઈ લો ને. એક સમયમાં આ ચાઈલ્ડ એક્ટર ઘરે-ઘરે ફેમસ થઈ ગયા હતા, પરંતુ અત્યારે તે પહેલા કરતા ખુબ જ મોટા થઈ ગયા છે. તેમાંથી અનેકને તો ઓળખવા જ સરળ નથી. આજે તમને બધા ટીવીનાં તે બાળ કલાકાર વિશે જણાવીશું. જે પહેલા ક્યૂટ અને માસૂમ દેખાતા હતા, પરંતુ અત્યારે મોટા થઈને વધુ ખૂબસૂરત થઈ ગયા છે.
શ્રુતિ બિસ્ટ
શ્રુતિ એક બાળ કલાકાર હતી, અત્યારે તે ૧૭ વર્ષની થઈ ગઈ છે. તેને સબ ટીવીના “બાલવીર” માં કામ કર્યું હતું. તે ઉપરાંત હિટલર દીદી, એક નઇ છોટી સી જિંદગી, અને ચિંટુ ચિંકી ઔર એક બડી સી લવ સ્ટોરી માં જોવા મળી હતી. શ્રુતિ વર્તમાનમાં ખુબ જ સુંદર લાગે છે.
હિબા નવાબ
હિનાનું એક્ટિંગ કરિયર ૨૦૦૯માં સબ ટીવીના શો “લો હો ગઈ પૂજા ઇસ ઘર કી” થી ચાલુ થયું હતું. ત્યારે તે એક બાળ કલાકાર હતી. વર્તમાનમાં હિબા ૨૩ વર્ષની છે. તે જીજાજી છત પર હે, તેરે શહેર મે અને મેરી સાસુમાં જેવી સીરિયલ્સ કરી ચૂકી છે.
અનુષ્કા સેન
અનુષ્કાએ વર્ષ ૨૦૧૨માં સબ ટીવીના “બાલવીર” માં મહેર નો રોલ પ્લે કર્યો હતો. અનુષ્કા ૧૭ વર્ષની ખુબસુરત છોકરી બની ગઈ છે. જે “ઝાંસી કી રાની” અને “ઇન્ટરનેટ વાલા લવ” જેવા શો પણ કરી ચૂકી છે.
જીલ મહેતા
જી મહેતા એ ૨૦૧૧માં સબ ટીવીના ફેમસ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં કામ કર્યું હતું. તેમાં તે સોનાલીકા ભીડે નો રોલ પ્લે કરતી હતી. અત્યારે તેણે શો છોડી દીધો છે. વર્તમાનમાં જે ૨૪ વર્ષની છે અને પહેલા કરતા ત્યારે ખૂબ જ બદલાઈ ગઈ છે.
નૂપુર ભટ્ટ
નૂપુર ૨૦૧૧માં સબ ટીવીના કોમેડી શો “આર કે લક્ષ્મણ કી દુનિયા” કર્યું હતું. તેમાં તે લતા વસાવડા નો રોલ પ્લે કરતી જોવા મળી હતી. અત્યારે નુપુર ૨૪ વર્ષની થઈ ગઈ છે. તેમના શરીરમાં ઘણા બદલાવ આવ્યા છે. હવે તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.