સાચી મજા તો અહિયાં જ છે! ગુજરાતનાં મીની કાશ્મીર તરીકે ઓળખાતા ધોધ નો આનંદ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા

Posted by

ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં પાછલા એક સપ્તાહથી થઈ રહેલ ભારે વરસાદને કારણે ઘણી નદીઓ અને નાણામાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ અરાવલી ની ગિરિમાળા પણ હરિયાળીથી ખીલી ઉઠેલી છે. અરાવલીના પહાડો ઉપર ફેલાયેલી લીલીછમ ચાદરને લીધે ત્યાંનું વાતાવરણ અત્યંત મનમોહક અને સુંદર બની ગયું છે. ભિલોડા તાલુકાના સુણસર ધોધમાં જીવ આવતા ની સાથે જ સમગ્ર દ્રશ્ય નયનરમ્ય બની ગયું છે. ધોધ ઉપરથી સતત વહી રહેલા પાણીને કારણે અહીંયાના સ્વર્ગ જેવા વાતાવરણને માળવા માટે ગુજરાતી પ્રવાસીઓનો મેળો જામે છે.

Advertisement

ચોમાસુ શરૂ થતા ની સાથે જ અરાવલીને ગિરિમાળા પ્રકૃતિની સુંદરતાથી ખીલી ઉઠે છે. સાબરકાંઠા અને અરાવલી જિલ્લાની ઉત્તરીય સરહદ વિસ્તારોમાં ફેલાયેલ અરવલ્લી ગિરિમાળા ચોમાસા દરમિયાન પોતાની સુંદરતાથી ખીલી ઊઠે છે. આવી જ રીતે હાલના સમયમાં પણ અરાવલીની ગિરિમાળાઓ ની પ્રાકૃતિક સુંદરતા પોતાની ચરમસિમા પર છે. વળી સાથો સાથ ગિરિમાળામાં નાના મોટા ધોધ પણ એવી રીતે બનેલા છે કે તેને જોઈને કોઈપણ વ્યક્તિનું મન મોહી જાય છે.

આ ધોધ સુણસર ગામમાં સ્થિત છે, જે ભિલોડા તાલુકાના સુણસર ગામમાં આવેલ છે. વરસાદ શરૂ થતા ની સાથે જ અહીંયા નું પ્રાકૃતિક વાતાવરણ નયનરમ્ય બની જાય છે. આ ગામ એક પહાડી ક્ષેત્રમાં આવેલ છે, જેના લીધે જ્યારે ચોમાસામાં વરસાદ શરૂ થાય છે તો સુણસર ગામમાં ધરતી માતાનાં મંદિરની પાસે આવેલું આ પ્રાકૃતિક ઝરણું પોતાની સુંદરતાને જીવંત બનાવે છે. ધોધ શરૂ થતા ની સાથે જ કુદરતનું આ રમણીય દ્રશ્ય આપણી આંખોને પણ ઠંડક આપે છે.

દર વર્ષે ચોમાસાની ઋતુમાં લોકો કુદરતના આ સુંદર અને નયનરમ્ય ધોધને જોવા માટે દુર દુરથી અહીંયા આવતા હોય છે. આ ધોધનું નયન રમ્ય દ્રશ્ય જોવું એ પણ નસીબની જ વાત છે. પ્રાકૃતિક સુંદરતાથી બનેલ આ ધોધ નું રમણીય દ્રશ્ય અને અહીંયા નું વાતાવરણ જોઈને ગામના લોકો તથા અહીંયા આવતા લોકો પણ તેને મીની કાશ્મીર ના નામથી ઓળખે છે.

ચોમાસામાં જ્યારે પણ વરસાદ શરૂ થાય છે અને પાણીની આવક થવા લાગે છે તો આ ધોધ માં પાણી આવી જાય છે અને આ ધોધ સતત વહેતો રહે છે. અહીં સાબરકાંઠા ના અરવલ્લી જિલ્લા સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા તથા નજીકના શહેરના લોકો શહેરનું ભાગદોડ ભરેલું જીવન છોડીને મોજ મસ્તી કરવા માટે અહીંયા પહોંચી જાય છે.

જો તમે પણ પ્રાકૃતિક સુંદરતાના શોખીન છો તો તમારે સંસદ ગામમાં આવેલ આ ઝરણાની મુલાકાત અવશ્ય કરવી જોઈએ. આ ધોધની મુલાકાત લઈને તમારું મન જરૂરથી પ્રફુલિત બની જશે. તમે અહીંયા પોતાના મિત્રો તથા પરિવારજનોની સાથે એક દિવસનો ટુર પ્લાન કરીને કાશ્મીર જેવો અનુભવ કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.