સગા બાપ-દિકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડની આ ૫ અભિનેત્રીઓ, હેમા માલિની થી લઈને શ્રીદેવી સુધી સામેલ

Posted by

બોલીવુડ જગતમાં એકથી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ છે. આ અભિનેત્રીઓએ પોતાના સુંદર અભિનયની લોકોના દિલ જીતી લીધા છે. હિન્દી ફિલ્મ જગતમાં અભિનેત્રીઓનાં લાખો કરોડો ફેન્સ રહેલા છે. અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમણે બોલીવુડ લઈને હોલિવૂડ અને એટલે સુધી કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

પરંતુ આજે અમે તમને આ આર્ટિકલમાં એવી અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે પોતાની ફિલ્મ કારકિર્દીમાં પિતા અને દીકરા બંને સાથે કામ કર્યું છે. જણાવી દઈએ કે તેમણે ફક્ત ફિલ્મોમાં જ કામ નથી કર્યું, પરંતુ તેમણે પિતા અને દીકરાની જોડી સાથે રોમાંસ પણ કર્યો છે. તો ચાલો જાણીએ કે આખરે તે કઈ અભિનેત્રીઓ છે.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર આવે છે. તેમણે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ૧૯૭૨માં શરૂ કરી હતી. તેમની પહેલી ફિલ્મનું નામ બોબી હતું. પોતાની ફિલ્મ કારકિર્દીમાં ડિમ્પલ કાપડિયાએ વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના બંનેની સાથે રોમાન્સ કરેલ છે. જણાવી દઈએ કે વિનોદ અને અક્ષય અસલ જીવનમાં બાપ-દીકરા છે. તે સિવાય ડિમ્પલ કાપડિયાએ ધર્મેન્દ્ર સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે ધર્મેન્દ્ર ના દિકરા સની દેઓલ સાથે તો ડિમ્પલ કાપડિયાનું અફેર પણ રહી ચુક્યું છે.

જયાપ્રદા

વીતેલા જમાનાની એવરગ્રીન અભિનેત્રી જયાપ્રદા પોતાના સમયમાં સૌથી વધારે સુંદર અભિનેત્રીઓમાં એક માનવામાં આવતી હતી. જયાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જયાનાં ચાહનારા લોકો ફક્ત દેશમાં જ નથી, પરંતુ દુનિયાભરમાં છે. જયાએ બોલિવૂડના સુપરસ્ટાર કહેવામાં આવતા ધર્મેન્દ્રની સાથે “ગંગા તેરે દેશ મે”, સહજાદે”, “ફરિશ્તે” જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. વળી જયાએ ધર્મેન્દ્ર ના દિકરા સની દેઓલની સાથે “વીરતા” અને “જબરજસ્ત” જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે.

માધુરી દીક્ષિત

બોલિવુડની ક્વિન કહેવામાં આવતી માધુરી દીક્ષિતનો કિસ્સો પણ કંઇક આ પ્રકારનો જ છે. તેમણે વિનોદ ખન્નાની સાથે દયાવાન ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું એક ગીત “આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ” તો આજે પણ લોકોનું મનપસંદ ગીત છે. વળી માધુરીએ વિનોદ ખન્ના ના દિકરા અક્ષય ખન્નાની સાથે ફિલ્મ “મોહબ્બત” માં ખૂબ રોમાન્સ કર્યો હતો.

શ્રીદેવી

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવામાં આવતી શ્રીદેવીએ પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. શ્રીદેવીએ ફિલ્મ “નાકાબંધી” માં ધર્મેન્દ્રની સાથે કામ કર્યું હતું, તો વળી ધર્મેન્દ્રનાં દિકરા સની દેઓલની સાથે ફિલ્મ “રામ અવતાર” માં સ્ક્રીન શેયર કરી ચૂકી છે.

હેમા માલિની

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. પરંતુ તે વાત કદાચ બહુ ઓછા લોકોને માલુમ હશે કે હેમા માલિની રાજ કપૂરની સાથે ફિલ્મ “સપનો કે સોદાગર” માં રોમાન્સ કર્યો હતો. તે સિવાય રાજ કપૂર ના દિકરા ઋષિ કપૂરની સાથે હેમા માલિનીએ ફિલ્મ “હાથ કી સફાઈ” માં સ્ક્રીન શેયર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *