કિંજલ દવેની સગાઈ તુટી ગયા બાદ હવે તેનો વધુ એક વિડિયો સામે આવી રહ્યો છે, જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખજુરભાઈ એટલે કે નીતિન જાની અને કિંજલ દવે નું કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી રહ્યું છે. ખજુરભાઈ અને કિંજલ દવે વાત કરી રહ્યા છે કે સગાઈ બાદ ચીજો કેવી ચાલી રહી છે. કિંજલ દવેનું કહેવું છે કે બહારનું વાતાવરણ ખુબ જ ખરાબ છે અને લોકો પરસ્પર અલગ અલગ વાતો કરી રહ્યા છે.
ત્યારબાદ ખજુર ભાઈ કહે છે કે મેં આ બધા સમાચારો ન્યુઝ પેપરમાં વાંચ્યા અને ન્યુઝ પેપર વાંચવાનું બંધ કરી દીધું. મારું મગજ ખાલી થઈ ગયેલું છે. ત્યારબાદ તેઓ આગળ ઘણી બધી વાતો કરે છે. તો ચાલો તમે પણ તેમની વચ્ચે થયેલ આ વાતચીતનું કોલ રેકોર્ડિંગ સાંભળી લો.
થોડા દિવસ પહેલા જ ગુજરાતી ગરબા ક્વીન કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કિંજલ દવે ની સગાઈના સમાચાર આવતા ની સાથે જ સોશિયલ મીડિયા ઉપર તેની ખુબ જ ચર્ચા થયેલી હતી. પવન જોશીની બહેન ના લગ્ન કિંજલ દવે નાં ભાઈ આકાશને સાથે નક્કી કરવામાં આવેલા હતા.
પરંતુ ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તુટી ગઈ છે. કારણ કે પવન જોશીની બહેને કોર્ટમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. તો વળી ત્યારબાદ કિંજલ દવે એ સાડીમાં એક ખુબ જ સુંદર ફોટો અપલોડ કર્યો અને સાથો સાથ લખ્યું કે જિંદગી જ્યારે પણ તમને ઉઘાડે ત્યારે નવી સુગંધ સાથે ખીલો સુપ્રભાત મિત્રો.
કિંજલ દવેની આ તસ્વીર ઉપર લોકો ખુબ જ કોમેન્ટ અને લાઈક કરી ચુક્યા છે. તમામ ફેન્સનું કહેવું છે કે તમે ખુબ જ સુંદર છો. જો જીવનમાં આવું બને છે તો તમારે બધું જ ભુલીને આગળ વધવું જોઈએ. આ તસ્વીર પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે.
મહત્વપુર્ણ છે કે થોડા સમય પહેલા કિંજલ દવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ જેવા સિટીમાં ગરબા, લગ્ન ગીત, લોક ડાયરા, સંતવાણી જેવા કાર્યક્રમ કરતી હતી અને ત્યારબાદ તેને ધીરે ધીરે લોક ચાહના પ્રાપ્ત થઈ. હવે કિંજલ દવે વિદેશોમાં પણ પોતાના ડાયરા કરીને ધુમ મચાવી રહેલ છે. વળી જે સમયે કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે થયેલી હતી, ત્યારે પણ કિંજલ દવે ખુબ જ ચર્ચામાં છવાયેલી હતી.
ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં જ પોતાના સુરિલા અવાજથી લાખો લોકોના દિલ જીતવા વાળી કિંજલ દવે ની હાલના સમયમાં ફેન ફોલોવિંગ બોલીવુડની કોઈ સેલિબ્રિટીથી બિલકુલ પણ ઓછી નથી. કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના એક નાના ગામ જેસંગપરામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોક ડાયરા અને સંતવાણી જેવા કાર્યક્રમોને લીધે તે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ બની ગયેલ છે.