હનુમાન જયંતિનાં દિવસે કરવામાં આવેલી આ ભુલો તમને ભારે પડી શકે છે, સહન કરવો પડશે બજરંગબલીનો પ્રકોપ

Posted by

કહેવામાં આવે છે કે હનુમાનજી પોતાના ભક્તોના બધા દુઃખ દર્દ દુર કરે છે. તેમને બસ એક વખત પ્રસન્ન કરવાની જરૂરિયાત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીની કૃપા જેટલી સારી છે, તેમનો ગુસ્સો એટલો ખતરનાક છે. તેમને ક્યારેય પણ નારાજ કરવા જોઇએ નહીં. હનુમાનજીનાં પુજાપાઠ ને લઈને અમુક નિયમો બનાવવામાં આવેલ છે. આપણે તેનું પાલન અવશ્ય કરવું જોઇએ. ખાસ કરીને મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતી ઉપર ખાસ ભુલો કરવાથી બચવું જોઈએ.

Advertisement

આ વખતે હનુમાન જયંતી ૧૬ એપ્રિલ, ૨૦૨૨નાં રોજ આવી રહી છે. તેવામાં ભક્ત બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે ઘણું બધું કરશે, પરંતુ આ દિવસે અમુક ખાસ ભુલો કરવાથી તમારે બચવું જોઇએ, નહીંતર ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

હનુમાન જયંતી પર ન કરો આવી ભુલો

હનુમાનજીના પુજાપાઠમાં ચરણામૃત નો પ્રયોગ કરવો જોઈએ નહીં. કારણ કે ખુબ જ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીની પુજા માં તેનો પ્રયોગ કરવામાં આવતો નથી. હનુમાન જયંતી પર તમારી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

હનુમાનજી નું વ્રત રાખનાર લોકો એ મીઠું ખાવાથી બચવું જોઈએ. તે સિવાય આ દિવસે જે ચીજો નું દાન કરી રહ્યા છો, તેનું સેવન પણ કરવું જોઈએ નહીં. આ ચીજ મંગળવાર ના વ્રત ઉપર પણ લાગુ થાય છે.

જો કોઈ ઘરમાં સૂતક લાગેલું હોય તો ક્યારે પણ હનુમાનજીની પુજા કરવી જોઇએ નહીં. સુતક ત્યારે લાગે છે જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિ નું નિધન થઇ જાય છે. આ સુતક વ્યક્તિના મૃત્યુથી ૧૩ દિવસ સુધી રહે છે.

હનુમાન જયંતી પર ભગવાનની પુજા કરવા માટે બેસનાર વ્યક્તિએ ક્યારેય પણ કાળા અથવા સફેદ રંગના કપડા પહેરવા જોઈએ નહીં. તે અશુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો લાલ અથવા પીળા રંગના કપડાં પહેરી શકો છો.

ઘર અથવા મંદિરમાં હનુમાનજીની કોઈ ખંડિત મર્તિ હોય તો તેની પુજા કરવાથી હર હંમેશ બચવું જોઈએ. આવી પુજાનું ફળ ક્યારે પણ મળતું નથી અને ઊલટાનું નુકસાન થાય છે. ખંડિત મુર્તિને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.

હનુમાન જયંતીનાં દિવસે ઘરમાં શાંતિ રાખવી જોઇએ. ભગવાનને સકારાત્મક માહોલ પસંદ હોય છે, એટલા માટે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા કરવા નહીં. તેનાથી નકારાત્મક વાતાવરણ રહે છે અને તમે ભગવાનનાં ગુસ્સાનો શિકાર બની શકો છો.

હનુમાન જયંતી વાળા દિવસે ભુલથી પણ દિવસે સુવું જોઈએ નહીં. તેનાથી ભગવાન નારાજ થઈ શકે છે. આ દિવસે હનુમાન ચાલીસાનાં પાઠ અવશ્ય કરો, તેનાથી તમને જરૂરથી લાભ મળશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.