સાંઈ બાબાએ સાક્ષાત મંદિરમાં આવીને આપ્યા દર્શન, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ, વિડીઓમાં જુઓ આ ચમત્કાર

Posted by

શિર્ડીના સાંઈબાબાને મહિમા વિશે તો તમે બધા લોકો જાણો છો. સાંઈબાબા વિશે એવું પ્રચલિત છે કે તેઓ સમય સમય પર ભક્તોની તકલીફો દુર કરવા માટે પૃથ્વી પર અવતરિત થતા રહે છે. ક્યારેક કોઈ અન્ય રૂપમાં તો ક્યારેક પોતાના રૂપમાં તે ભકતોને દર્શન આપતા રહે છે. થોડા સમય પહેલાં જ સાંઈબાબાની કૃપાનું પાત્ર બનેલા એક મંદિરના પુજારી જેને સાંઈ બાબાએ દર્શન આપેલા હતા. એટલું જ નહીં આ ચમત્કાર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આ વીડિયોને જોઈને મંદિરના અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી સાંઈ બાબાનાં ભક્તો આ દ્રશ્યને જોઈને રડી પડ્યા હતા.

આ ઘટના છે આંધ્રપ્રદેશ રાજ્ય માં આવેલ જહીરાબાદ શહેરની, જ્યાં સાંઈ બાબાનું એક મોટું મંદિર છે. આ મંદિરમાં દરરોજ શ્રદ્ધાળુઓ સાંઈ બાબાનાં દર્શન માટે આવે છે, પરંતુ તેમને જાણ હતી નહીં કે તેમની પુજાથી પ્રસન્ન થશે. સાંઇ બાબા પોતે એક દિવસ આવીને તેમને દર્શન આપશે. આ ઘટના સવારે ૯ વાગ્યાની છે. જ્યારે અચાનક સાંઈ બાબાનાં પોશાક પહેરેલ એક વ્યક્તિ મંદિરનાં પ્રાંગણમાં આવેલ. જેના સીસીટીવી ફુટેજ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિ માથાથી પગ સુધી સાંઈબાબા જેવો જ દેખાય રહેલ હતો. એટલું જ નહીં તેને ચાલવાની રીત પણ બિલકુલ સાંઈબાબા જેવી જ દેખાઈ રહી હતી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ મંદિરમાં આવ્યા બાદ પુજારી સાથે વાત કરવા લાગે છે અને સાંઈબાબા ની આરતી સુધી અહીં રોકાયા છે. પુજારી તેમના આવવાથી દંગ રહી જાય છે અને તે સમજી શકતા નથી કે તે સાંઈબાબા છે. જ્યારે આરતી સમાપ્ત થઈ તો તે મંદિરમાંથી ગાયબ થઈ જાય છે. ત્યારે લોકોને તેના વિશે જાણવા મળ્યું તો શ્રદ્ધાળુઓ ભાવુક બની ગયા હતા. તેઓ સમજી ગયા હતા કે સાંઇબાબા સ્વયં તેમને દર્શન આપવા માટે પધારેલા હતા. આ ઘટના બાદ લોકોનો વિશ્વાસ તેમના ઉપર વધારે ઊંડો બની ગયો છે અને તેની સાથે જ આ મંદિરની માન્યતા આસમાનને સ્પર્શ થવા લાગી છે. આ સીસીટીવી ફુટેજમાં તમે સાંઈબાબાને સરળતાથી જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *