સૈફ અલી ખાન કે શહીદ કપુર નહીં પરંતુ આ સ્ટાર હતો કરીના કપુરની પહેલી પસંદ, તેના પ્રેમમાં હતી પાગલ

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કરીના કપુર ખાન અને સૈફ અલી ખાનની જોડી સૌથી પસંદગીની જોડી માંથી એક છે. પરંતુ તે વાત તો તમે સારી રીતે જાણતા હશો કે પહેલા કરીના શાહિદ કપુર સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ શું તમે જાણો છો કે સૈફ અને શાહિદ પહેલા કરીના બીજા કોઈને ડેટ કરી ચુકી છે. તો ચાલો જાણીએ તે વ્યક્તિ વિશે ખાસ જેને કરીના સૌથી પહેલાં ડેટ કરી ચુકી છે.

વિકી નિહલાની કરીનાનો પહેલો પ્રેમ હતો

તે વાતથી તમારા માંથી ઘણા લોકો અજાણ હશે કે સૈફ અલી ખાન અને શાહિદ કપુર પહેલા કરીના કપુર ખાન જાણીતા ફિલ્મમેકર પહલાજ નિહલાની નાં દિકરા વિકી નિહલાની ને ડેટ કરી ચુકી છે. આ વાતનો ખુલાસો કરીના કપુર ખાને પોતે એક ખાસ ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે તે ૧૩ વર્ષની ઉંમરમાં વિકી નિહલાની પર પોતાનું દિલ હારી બેઠી હતી.

કરિનાએ તો એટલે સુધી કહી દીધું હતું કે વિકી અને હું સોલમેટ હતા. તે હંમેશા મારી સાથે ઉભો રહે છે. તે મારો પહેલો પ્રેમ છે. તેમણે પોતાના જીવનમાં આગળનાં પ્લાન પર વાત કરતાં કહ્યું હતું કે, “હમણાં ભવિષ્ય માટે કોઇ તૈયારી નથી. આ ઉતાવળ થશે. અમે હમણાં અમારી કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છીએ. પરંતુ હાલમાં અમે સાથે છીએ”. પરંતુ તે સમયે બંનેની કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું.

પછી કારકિર્દી પર ફોકસ કર્યું

કરીના કપુર ખાન અને વિકી નિહલાની વધારે સમયે સુધી એક સાથે નથી રહી શક્યા. તે સમયે કરીનાનું કહેવાનું હતું કે તે પોતાના કામ પર જ ફોકસ કરવા ઈચ્છતી હતી. એજ તેમનો પ્રેમ છે. જણાવી દઈએ કે કરીના પોતાની કારકિર્દીને લઇને ખુબ જ ગંભીર હતી. આજે તે પોતાની ફિલ્મી કારકિર્દીનાં જે સફળ સ્થાન પર ઉભી છે, ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. આજે કરીનાનું નામ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે.

વિકી નાં ઇટાલિયન ગર્લ સાથે લગ્ન

જાણકારી માટે જણાવી દઈએ કે વિકી નિહલાનીએ અભિનેતા તરીકે ફિલ્મ “આજ કે શહેનશા” માં કામ કરતા નજર આવ્યા હતા. જ્યારે તેનું કરીના કપુર ખાન સાથે બ્રેકઅપ થયું, તો તેમણે ઇટાલિયન છોકરી Justine Rumeau સાથે લગ્ન કરી લીધાં. પરંતુ અફસોસ વિકી તે લગ્ન પછી પણ એકલા રહી ગયા. મતલબ ૪૩ વર્ષની ઉંમરમાં વિકીની પત્નીનું બીમારીથી નિધન થઇ ગયું હતું.

કરિના અને સૈફ નાં લગ્ન

બીજી તરફ કરીના કપુર ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું એવું સ્થાન પ્રાપ્ત કરી ૧૬ ઓક્ટોમ્બર, વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં તેમણે પોતાના પહેલા દીકરા તૈમુરને જન્મ આપ્યો. સૈફ કરીના નાં બીજા દીકરા જેહ નો જન્મ ફેબ્રુઆરી ૨૦૨૧માં થયો. જણાવી દઈએ કે કરીના કપુર ખાન પોતાના દીકરા જેહ ને સોશિયલ મીડિયાના માધ્યમથી દુર રાખવા ઇચ્છે છે. જેના લીધે કરીના પોતાના દીકરાની ફોટો શેર કરતી નથી. તે સિવાય કરિનાનો મોટો દીકરો તૈમુર હંમેશા પોતાની ક્યુટનેસ ને કારણે દરેક તરફ છવાયેલો રહે છે. તેમના ફોટો અને વિડીયો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *