સૈફ અલી ખાનનાં પ્રેમમાં પાગલ છે બોલીવુડની આ એક્ટ્રેસ, કરીના કપુર પણ જાણે છે આ વાત

Posted by

બોલિવુડ એકટર સૈફ અલી ખાને હાલમાં જ પોતાનો ૫૧ મો જન્મદિવસ ઉજવ્યો હતો. સૈફ અલી ખાન ની ફિલ્મી કારકિર્દી ખુબ જ શાનદાર રહેલ છે. તેમણે મોટા પડદા પર ઘણા અલગ-અલગ પ્રકારના કિરદાર નિભાવેલ છે. મોટા પડદા પર તેમણે ચાર્મિંગ અને હેન્ડસમ હીરો નાં રૂપમાં પોતાની ઓળખ બનાવેલ છે. મહિલાઓની વચ્ચે પણ સૈફ અલી ખાનનો ક્રેઝ ખુબ જ જોવામાં આવે છે. બોલીવુડમાં પણ ઘણી અભિનેત્રીઓ એવી છે, જે સૈફ અલી ખાન ઉપર ફિદા છે. જેમાંથી એક છે એક્ટ્રેસ પરિણીતી ચોપડા. સૈફ અલી ખાન ની પરિણીતી ચોપડા ખુબ જ મોટી ફેન છે. તેમણે સૈફ માટે પોતાનો પ્રેમ એક શો માં વ્યક્ત કર્યો હતો. તો ચાલો તમને જણાવીએ આ દિલચસ્પ કિસ્સો.

પરિણીતી ચોપડા કરવા માંગે છે સૈફ અલી ખાન ને કિડનેપ

હકીકતમાં થોડા સમય પહેલાં પરિણીતી ચોપડા “ધ કપિલ શર્મા શો” પર પહોંચી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે જો તેમને અવસર મળે તો તેઓ સૈફ અલી ખાન ને કિડનેપ કરી શકે છે. કપિલનાં શો પર પોતાની ફિલ્મના પ્રમોશન માટે તે પહોંચી હતી. જ્યારે કપિલે પરિણીતી ચોપડા ને પુછ્યું કે જો તેમને અવસર મળે તો તેઓ કોને ઉઠાવશે? તો પરિણિતી ચોપડાએ સૈફ અલી ખાન નું નામ લીધું હતું. તે જણાવે છે કે સૈફ અલી ખાનને મળવું ખુબ જ મુશ્કેલ હોય છે અને આ વાત કરીના કપુર પણ ખુબ જ સારી રીતે જાણે છે કે હું સૈફ ને ખુબ જ પ્રેમ કરું છું. પરિણીતી કહે છે કે મને સૈફ સાથે દુર વાળો પ્રેમ છે.

પરિણીતિની વાતને લઈને સૈફ અલી ખાન ની બોલતી બંધ

પરિણીતી ચોપડાનાં આ નિવેદન બાદ થોડા સમય પછી સૈફ અલી ખાન પણ કપિલ શર્મા શો માં પહોંચ્યા હતા. જ્યારે કપિલ શર્માએ શો ઉપર પરિણીતિની આ વાત પર રિએક્શન માંગ્યું તો સૈફ અલી ખાનને કાંઈ સમજમાં આવ્યું નહીં કે તેઓ શું બોલે. વળી કપિલ શર્માએ પણ સૈફ અલી ખાન ની મજાક કરતા કહ્યું હતું કે, “જો નસીબ હોય તો સૈફ અલી ખાન જેવુ, જેને પહેલાથી જ કરીના જેવી સુંદર પત્ની મળી છે અને હવે પરિણીતી ચોપડા પણ તેમને કિડનેપ કરવા માંગે છે.”

સૈફ અલી ખાનને લઈને અવારનવાર વાત કરે છે પરિણીતી

વળી તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપડા કપિલ શર્મા શો પર જ નહીં પરંતુ કોફી વિથ કરણ માં પણ સૈફ અલી ખાનને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચુકી છે. પરિણીતીએ શો પર કહ્યું હતું કે તે સૈફ અલી ખાનને દરેક ચીજ માટે “હાં” કહી શકે છે. પરિણીતી ચોપડા અવાર-નવાર સૈફ અલી ખાનને લઈને સ્પષ્ટપણે પોતાનું મંતવ્ય રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *