સૈફ અલી ખાન નહીં પરંતુ આ પરણિત અભિનેતા હતો કરીનાની પહેલી પસંદ, ઘણાં સમય સુધી કર્યું ડેટ પરંતુ….

Posted by

કરિના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડમાં સૌથી પ્રચલિત જોડી માનવામાં આવે છે. કરિના કપૂર અને સૈફ અલી ખાન વચ્ચે ઘણાં વર્ષો સુધી અફેયર ચાલ્યું અને બાદમાં તે બંનેએ લગ્ન કરી લીધાં. કરિના કપૂર અને સૈફ અલી ખાનની ઉંમરમાં ખૂબ જ વધારે અંતર હતું અને કરીના કપૂર સૈફ અલી ખાન થી અંદાજે ૧૦ વર્ષ નાની છે. એટલું જ નહીં કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની પણ છે. જોકે સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીના એક પરણિત હીરોને ડેટ કરતી હતી.

જ્યારે કરીનાએ કહ્યું હતું પરણીત પુરુષ સાથે નહીં કરું પ્રેમ

એકવાર જ્યારે કરિના કપૂરને લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું કોઈપણ પરણીત પુરુષ સાથે અફેર નહીં કરું. પરંતુ કરીનાએ ઋત્વિક રોશનને ડેટ કર્યું હતું, જે એક પરણીત પુરુષ હતા. કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ “મેં પ્રેમ કી દિવાની હું” દરમિયાન કરીના અને ઋત્વિકની વચ્ચે અફેર શરૂ થયું હતું.

પરંતુ ઋત્વિક પરિણીત હતા, એટલા માટે તેઓ પાછળ હટી ગયા. વળી ત્યારે બાદ કરિનાએ શાહિદ કપૂરને ડેટ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ આ સંબંધ પણ વધારે દિવસ સુધી ચાલી શક્યો નહીં. શાહિદથી અલગ થયા બાદ કરીનાનું દિલ છૂટાછેડા લીધેલા સૈફ અલી ખાન પર આવ્યું.

અમૃતા સિંહ સાથે કર્યા હતા લગ્ન

કરીના કપૂર થી પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતાસિંહ ૯૦ના દશકની પ્રસિદ્ધ અભિનેત્રી હતી અને તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. અમૃતા સિંહ ખૂબ જ સુંદર હતી અને સૈફ તેમના દેખાવને જોઈને જ તેમના પર ફિદા થઇ ગયા હતા. અમૃતા સિંહ સૈફ અલી ખાન કરતા અંદાજે ૧૨ વર્ષ મોટી હતી. ઉંમરમાં આટલું અંતર હોવાને કારણે સૈફ અલી ખાનનાં પરિવાર વાળા આ સંબંધથી ખુશ હતા નહીં.

કહેવામાં આવે છે કે સૈફ અલી ખાન પોતાના પરિવારની વિરુદ્ધ જઈને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને જે સમયે તેમના લગ્ન થયા હતા, તે સમયે સૈફ અલી ખાનની ઉમર ફક્ત ૨૧ વર્ષની હતી. આ લગ્નથી સૈફ અલી ખાનને બે બાળકો થયા, જેમના નામ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે.

વર્ષ ૨૦૦૪માં લીધા છૂટાછેડા

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના લગ્ન ૧૯૯૧માં થયા હતા અને વર્ષ ૨૦૦૪માં બંને અલગ થઈ ગયાં. ત્યારબાદ સૈફ અલી ખાને ઘણી બધી યુવતીઓને ડેટ પણ કર્યું. બીજી તરફ કરીના આ દરમિયાન શાહિદ કપૂરને ડેટ કરી રહી હતી. શાહિદ અને કરીનાની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. પરંતુ અમુક વર્ષ બાદ બંને અલગ થઈ ગયા.

વળી કરીના કપૂરની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઈ અને સૈફ અલી ખાને પણ કરિનાને ઘણા વર્ષો સુધી ડેટ કર્યું. વર્ષ ૨૦૧૪માં બન્નેએ લગ્ન કરી લીધા. તેમના લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય પણ બન્યા હતા. કારણ કે બંને એ કોર્ટમાં જઈને લગ્ન કર્યા હતા. વળી આ લગ્નથી તેમને એક દીકરો પણ છે, જેનું નામ તૈમુર ખાન છે, તૈમુરનો જન્મ ૨૦૧૬ માં થયો હતો. સૈફ અને કરીનાનાં લગ્નની અંદાજે ૬ વર્ષ થઇ ગયા છે અને બંને ખૂબ જ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *