સૈફ અલી ખાન અને કરીના કપુરની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બેસ્ટ જોડીઓમાં ગણવામાં આવે છે. કરીના કપુર અને સૈફ અલી ખાન અવારનવાર ફેમિલી ગોલ્સ આપતા નજર આવે છે. અવારનવાર બંને કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનતા રહે છે. સૈફ અને કરીનાની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થાય છે. વળી હાલના દિવસોમાં કેમેરામાં કેદ કરવા માટે પણ ફોટોગ્રાફર્સ આતુર રહેતા હોય છે. હાલમાં બોલીવુડનાં મનપસંદ કપલ્સ માંથી એક કરીના કપુર અને સૈફ અલી ખાનને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે સૈફ અલી ખાન પોતાની પત્ની તથા એક્ટ્રેસ કરીના કપુરની સાથે નજર આવી રહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કપલ ને ફોટો ખેંચવા માટે ફોટોગ્રાફર રિક્વેસ્ટ કરે છે, પરંતુ સૈફ અલી ખાન નારાજ થઈને કંઈક એવો જવાબ આપે છે કે બધા લોકો આચાર્યચકિત થઈ જાય છે. તો ચાલો જાણીએ કે સૈફ અલી ખાને આખરે એવું શું કહ્યું અને આ વીડિયોમાં એવું શું છે.
સૈફ અલી ખાન અને કરીના કપુરનો એક વિડિયો હાલના સમયમાં ખુબ જ ચર્ચાનો વિષય બનેલ છે, જેમાં સૈફ અલી ખાન અને કરીના કપુર એક સાથે નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સૈફ અલી ખાન અને કરીના કપુર નો ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સ તેમને કહે છે અને બધા કેમેરામેન કપલ ની પાછળ પડી જાય છે. જેના લીધે સૈફ અલી ખાન ફોટોગ્રાફર થી ખુબ જ વધારે અકળાઇ થઈ જાય છે અને ગુસ્સામાં આવીને કંઈક એવો જવાબ આપે છે, જેને સાંભળીને બધા લોકો ચોકી જાય છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન અને કરીના કપુરનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બંને પાસે ફોટોગ્રાફર્સ ક્લિક કરવા માટે રિક્વેસ્ટ કરતા નજર આવે છે. તેઓ કપલ ને પોઝ આપવા માટે કહે છે, જેના પર સૈફ અલી ખાન ચાલતા ચાલતા તેમને કહે છે કે, “એક કામ કરો કે અમારા બેડરૂમમાં આવી જાવ.” આવું સાંભળીને ફોટોગ્રાફર સોરી પણ કહે છે.
ત્યારબાદ કપલ ઘરની અંદર ચાલ્યું જાય છે અને સૈફ અલી ખાન દરવાજો બંધ કરી દે છે. જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો ત્યારબાદ થી સૈફ અલી ખાનને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહેલ છે. યુઝર્સને અભિનેતા નો વ્યવહાર પસંદ આવ્યો નહીં અને તેમણે સૈફ અલી ખાનની ઝાટકણી કાઢી હતી.
વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “ફાલતુ નો એટીટ્યુડ છે.” વળી અન્ય એક કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “શું જરૂર છે તેમની પાછળ ભાગવાની?” જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી અને કરીનાની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ વીતેલી રાત્રે પોતાની માં નો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેત્રી એ બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કરીના કપુર, સૈફ અલી ખાન સહિત ઘણા બોલીવુડ સેલિબ્રિટીઓ સામેલ હતા. જેના ઘણા વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ છે.