ભારત દેશમાં હિંદુ ધર્મના લોકો સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ માને છે. નવરાત્રીમાં પણ કન્યા પૂજન કરવામાં આવે છે. ધાર્મિક કથાઓ અનુસાર આવું કરવાથી દેવી માં ખૂબ જલદી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ કન્યાઓને પૂજનીય માનવામાં આવે છે. તેની સાથોસાથ નારીમાં સ્વયં લક્ષ્મીજી નિવાસ કરે છે, એવું પણ લખવામાં આવ્યું છે. ઘણા લોકો અનુસાર સ્ત્રીઓ ઘર અને પરિવારમાં સુખની સાથે સાથે સમૃદ્ધિ પણ લઈને આવે છે.
જ્યોતિષાચાર્ય અનુસાર સ્ત્રીઓના જન્મની સાથે સાથે તેમના જન્મનો મહિનો પણ ખૂબ જ ભાગ્યવાન હોય છે. આ મહિનામાં જન્મ લેનાર યુવતીઓ ફક્ત ભાગ્યશાળી જ હોતી નથી પરંતુ તેમને સાસરીયા પક્ષ પણ સારો મળે છે. આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે અને પોતાના સાસરીયા માટે પણ સમૃદ્ધિનું કારણ બને છે.
ફેબ્રુઆરી
ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી યુવતીઓનો સ્વભાવ ખૂબ જ વિનમ્ર હોય છે અને તે બુદ્ધિમાન હોય છે. આ યુવતીઓને લગ્ન બાદ સારું ઘર મળે છે અને સાથોસાથ પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. તેમના ગ્રહની ચાલ તેમના પરિવારને ખૂબ જ મોટો ફાયદો પહોંચાડે છે.
એપ્રિલ
આ મહિનામાં જન્મેલી યુવતીઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેનાર યુવતીઓની ગ્રહ ચાર ખૂબ જ તેજ હોય છે, જેનાથી તેમને સફળતા મળતી રહે છે. તેમની કિસ્મતના સિતારા હંમેશાં બુલંદ હોય છે.
જુન
જૂન મહિનામાં જન્મ્યાં યુવતીઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. જ્યારે અંકશાસ્ત્ર અનુસાર આ મહિનામાં જન્મેલા બાળકો શુભ માનવામાં નથી આવતા. પરંતુ જો કોઈ બાળકીનો જન્મ આ મહિનામાં થાય છે તો તે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મેલી યુવતીઓ ખૂબ જ મહેનતુ હોય છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરતી હોય છે.
સપ્ટેમ્બર
આ મહિનામાં જન્મેલી યુવતીઓને કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ગ્રહ હોય છે. જેના કારણે મહિનામાં જન્મેલી યુવતીઓ ખૂબ જ ધનવાન હોય છે. તમને જણાવી દઈએ કે તેઓ પોતાના ભાગ્યથી બધું જ પ્રાપ્ત કરી લેતી હોય છે અને તેઓને ક્યારેય પણ કોઈ ચીજની કમી થતી નથી. એવું પણ શક્ય છે કે આ યુવતીઓના લગ્ન પૈસાવાળા યુવક સાથે જ થાય છે.