સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલી યુવતીઓ, જાણો ક્યાં છે તે શુભ મહિનાઓ

Posted by

ભારત દેશમાં હિંદુ ધર્મના લોકો યુવતીઓને દેવીનું સ્વરૂપ માને છે. નવરાત્રિમાં લોકો કન્યાપુજન અને નવ કન્યાઓને ભોગ પણ લગાવે છે. ધાર્મિક કથા અનુસાર આવું કરવાથી દેવી માતા ખુબ જ જલ્દી પ્રસન્ન થાય છે. શાસ્ત્રમાં પણ કન્યાઓને પુજનીય જણાવવામાં આવી છે અને તેની સાથે જ નારીમાં સ્વયં લક્ષ્મીનો વાસ હોય છે, એવું પણ લખ્યું છે. એટલા માટે જ્યારે પણ ઘરમાં દિકરીનો જન્મ થાય છે તો લોકો કહે છે કે “લક્ષ્મી આવી છે” કે લક્ષ્મીનું આગમન થયું છે. અમુક લોકો અનુસાર યુવતીઓ ઘર અને પરિવારમાં સુખ સાથે સાથે સમૃદ્ધિ પણ લઈને આવે છે. જ્યોતિષાચાર્ય અનુસાર યુવતીઓના જન્મ સાથે સાથે તેમના જન્મનો મહિનો પણ ઘણો ભાગ્યવાન હોય છે. આ મહિનામાં જન્મ લેવા વાળી યુવતીઓ ન માત્ર ભાગ્યશાળી હોય છે, પરંતુ તેમને સાસરું પણ સારૂ મળે છે. સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે આ મહિનામાં જન્મેલી યુવતીઓ. પોતાના સાસરા માટે પણ સમૃદ્ધિનું કારણ બને છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી યુવતીનો સ્વભાવ ઘણો જ વિનમ્ર હોય છે અને તે બુદ્ધિશાળી પણ હોય છે. આ યુવતીઓના લગ્ન પછી તેમને સારું ઘર તો મળે છે સાથે જ તે પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. તેમના ગ્રહની સ્થિતિ જ તેમના પરિવારને ફાયદો પહોંચાડે છે.

એપ્રિલ

આ મહિનામાં જન્મ લેવા વાળી યુવતીઓ પણ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ મહિનો ઘણો જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી યુવતીઓની ગ્રહની સ્થિતિ ઘણી સારી હોય છે. જેનાથી તેમને સફળતા મળે છે. તેમના નસીબનો સિક્કો બુલંદ હોય છે.

જુન

જુન મહિનામાં જન્મ લેવા વાળી યુવતીઓ પણ ભાગ્યશાળી હોય છે. જોકે અંકશાસ્ત્ર અનુસાર આ મહિનામાં જન્મેલા બાળકો શુભ નથી માનવામાં આવતા, પરંતુ જો આ મહિનામાં કોઈ યુવતીનો જન્મ હોય તો તે લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. આ મહિનામાં જન્મેલી યુવતીઓ ઘણી મહેનતી હોય છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણી વધારે મહેનત કરે છે.

સપ્ટેમ્બર

આ મહિનામાં જન્મેલી યુવતીની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણ ગ્રહનું મિલન હોય છે. આ કારણે આ મહિનામાં જન્મેલી યુવતીઓ ઘણી ધનવાન હોય છે. તમને જણાવી દઈએ કે તેઓ પોતાના ભાગ્યથી બધું પ્રાપ્ત કરી લે છે અને તેમને ક્યારેય પણ કોઈ વસ્તુની ઉણપ નથી થતી અને તે પણ સાચું છે કે આવી યુવતીઓના લગ્ન પૈસા વાળા છોકરા સાથે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *