સાળંગપુરમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી દેવનું મંદિર દેશ વિદેશોમાં આસ્થાનું કેન્દ્ર રહેલ છે. બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને ભક્તોની આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામમાં કષ્ટભંજન હનુમાનજી ના મંદિરમાં મંગળવારે પુનમનાં દિવસે હનુમાનજીને દિવ્ય વાઘા પહેરાવીને તેમના સિંહાસનને ફુલોથી શણગાર કરવામાં આવેલો હતો. તેની સાથોસાથ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું હતું. સાથોસાથ દાદાને કેરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવેલો હતો.
સિંહાસનને ફુલોથી કરવામાં આવ્યો શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે મંગળવારે પુનમના દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર દાસ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા નો દિવ્ય શણગાર કરવામાં આવેલો હતો. સવારની મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી હતી.
તે ઉપરાંત દાદાના સિંહાસનનો શણગાર સુંદર ફુલોથી કરવામાં આવેલો હતો અને સાંજના સમયે ૭:૦૦ વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવી હતી.
સવારની ૭:૦૦ વાગ્યાની શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેની સાથો સાથ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ બપોરે ૧૧:૧૫ વાગ્યે દાદા ને ભવ્ય કેરીનો અન્નકુટ ધરવામાં આવેલો હતો.
વળી સાંજનાં સમયે ૫:૩૦ વાગ્યે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ષોડશોપચાર પુજન અર્ચન, પુષ્પાભિષેક કરવામાં આવેલ અને ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે સંધ્યા આરતી પણ કરવામાં આવી હતી.
કષ્ટભંજન દેવ હનુમાનજીને પહેરાવવામાં આવેલા દિવ્ય વાઘા તથા કષ્ટભંજન દાદાના સિંહાસનને સુંદર ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા નો અનુભવ કર્યો હતો. તે સિવાય દેશ વિદેશમાં રહેલા કષ્ટભંજન દેવ હનુમાનજીનાં ભક્તોએ તેમના ઓનલાઈન દર્શન કરીને પણ ધન્યતા નો અનુભવ કર્યો હતો.