સાળી માટે કઈં પણ કરવા તૈયાર રહે છે બોલીવુડનાં આ અભિનેતાઓ, અમુક તો પત્ની સાથે છુટાછેડા થયાં હોવા છતાં પણ સાળી સાથે રાખે છે સંબંધ

Posted by

જીજા અને સાળીનો સંબંધ ઘણો જ દિલચસ્પ હોય છે. ક્યારેક બંને મિત્ર બની લડાઈ, હસી-મજાક કરે છે. તો ક્યારેક ભાઈ બહેન બની એકબીજાનો ખ્યાલ રાખે છે. જ્યારે અમુક જીજા તો પોતાની સાળીનાં વડીલ બની તેની લાઈફ પણ સુધારી દે છે. બોલીવુડમાં પણ ઘણા એવા જીજા એક્ટર છે, જે પોતાની સાળી પર જાન ન્યોછાવર કરે છે. આજે અમે તમને આ જ જીજા સાળીની જોડી સાથે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.

રણવીર સિંહ

રણવીર સિંહ બોલિવુડનાં ચુલબુલ અને મસ્તીખોર એક્ટર માંથી એક છે. તે હંમેશા હસી મજાકનાં મુડમાં રહે છે. તેમનો આ સ્વભાવ તેમની સાળી એટલે કે દીપિકા પાદુકોણની બહેન અનિષા પાદુકોણને ખુબ જ પસંદ આવે છે. જીજા સાળીની પરસ્પર ખુબ જ સારી બોન્ડિંગ છે. બંને એકબીજા સાથે એક સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે. બંનેનો પરસ્પર એક મિત્ર જેવો સંબંધ છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનની સાળી બોલીવુડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપુર છે. કરિશ્મા અને સૈફ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ટેવામાં બંનેની વચ્ચે પરસ્પર સારું બને છે. સૈફ કરીના સાથે લગ્ન કરવા પહેલાં જ કરિશ્માનાં સારા મિત્ર હતા.

અક્ષય કુમાર

ટ્વિંકલ ખન્ના ની બહેન રિંકી ખન્ના અક્ષય કુમારની સાળી છે. રાજેશ ખન્ના નાં અવસાન પછી અક્ષય કુમાર રિંકી ની લાઇફમાં એક વડીલ નો રોલ પ્લે કરે છે. તે પોતાની સાળીનાં  દરેક સુખ-દુઃખમાં સાથી બને છે. સાળીનાં જીવનમાં કોઈ સમસ્યા આવે છે, તો તેઓ તેનો ઉકેલ લાવે છે.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન અને સુઝાન ખાનનાં ભલે છુટાછેડા થઇ ગયા હોય, પરંતુ આજે પણ બંને સારા મિત્ર છે. ઋત્વિક માત્ર સુઝાન જ નહીં પરંતુ તેમની ફેમિલીની પણ ખુબ જ નજીક છે. ખાસ કરીને એક્ટરની પોતાની સાળી ફરાહ ખાન અલી સાથે મિત્ર જેવો સંબંધ છે. બંને એકબીજાના હાલચાલ પુછતા રહે છે.

અજય દેવગન

અજય દેવગને ૧૯૯૯માં કાજોલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી અજયને બે સાળી તનિષા મુખર્જી અને રાની મુખર્જી મળી. તનિષા મુખર્જી કાજોલની સગી બહેન છે, જ્યારે રાની અને કાજોલ પરસ્પરમાં કઝીન સિસ્ટર્સ છે. અજયની પોતાની બંને સાળી સાથે ઘણી બને છે. જ્યારે પણ બધા મળે છે, તો ખુબ જ હસી-મજાક અને મસ્તી કરે છે.

અરબાઝ ખાન

મલાઈકા અરોડા સાથે અરબાઝ ખાનનાં રિલેશન તુટી ચુક્યા છે. મલાઈકા અર્જુનને ડેટ કરી રહી છે, જ્યારે અરબાઝ જોર્જીયાને ડેટ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં અરબાઝ અને મલાઈકા આજે પણ એકબીજાને સમય સમય પર મળતા રહે છે. બંને એકબીજાની રિસ્પેક્ટ કરે છે. અરબાઝ ખાન મલાઈકાનાં પરિવારને પસંદ કરે છે. તેમની પોતાની સાળી અમૃતા અરોડા સાથે સારી બોન્ડિંગ છે.

નિક જોનાસ

પ્રિયંકા ચોપડાએ પોતાનાથી ૧૦ વર્ષ નાના હોલિવુડ સિંગર અને એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક ની સાળી એટલે કે પ્રિયંકાની કઝિન સિસ્ટર પરિણીતી ચોપડા પોતાના જીજા ની ખુબ જ નજીક છે. બંને વચ્ચે મિત્રો વાળા સંબંધ છે. નિક પોતાની સાળીનું ઘણું ધ્યાન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *