સલમાન ખાન જેવો ભાઈ હોવાથી શું નુકસાન થાય છે? અરબાઝ ખાને પોતે આવ્યો આનો જવાબ

સલમાન ખાન બોલિવુડમાં એક મોટું નામ છે. તેમની ગણતરી બોલીવુડના સુપરસ્ટારમાં થાય છે. ભાઈજાનની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. તેમના ફેન્સ પણ હદ થી વધારે છે. એજ કારણ છે કે ફિલ્મ અને બ્રાન્ડ વચ્ચે તેમની વેલ્યુ ઘણી સારી છે. જોકે આ વાત તેમના ભાઇ સોહેલ ખાન અને અરબાઝ ખાન વિશે નથી કહી શકાતી. તે બંને સલમાનની જેમ મોટા કલાકાર નથી. તેમની ફિલ્મી કારકિર્દી પણ ખાસ કંઈ ખાસ રહી નથી.

અરબાઝ ખાન ની વાત કરીએ તો તે પોતાના અંગત લાઈફને લઈને જરૂર ચર્ચામાં રહે છે. હાલનાં દિવસોમાં તે પોતાના શો “પિંચ-2” ને લઈને ચર્ચામાં જળવાઈ રહેલા છે. આ શોની નવી સીઝન આવી ચુકી છે. તેના પહેલા એપિસોડમાં અરબાઝના ગેસ્ટ બનીને તેમના ભાઈ સલમાન ખાન આવ્યા હતા. શોમાં બંનેએ ઘણી મસ્તી કરી અને પોતાના પરિવાર સાથે જોડાયેલી રોચક વાતો પણ શેર કરી. આ શોમાં ખુબ જ જલ્દી આયુષ્માન ખુરાના, ફરહા ખાન, અનન્યા પાંડે અને જેકી શ્રોફ જેવા સેલિબ્રિટી પણ આવવાના છે.

અરબાઝ ખાનને પોતાના ભાઈ સલમાન ખાન જેવી સફળતા ક્યારેય નથી મળી. જ્યારે પણ તે કોઈ ફિલ્મમાં નજર આવે છે, તો તેમને સલમાન સાથે કમ્પેર કરવામાં આવે છે. એવામાં ઘણા લોકો એવો પણ વિચારે છે કે તેમને સલમાન ખાનનો ભાઈ હોવાની કિંમત તો નથી ચુકવવી પડી રહી ને? પરંતુ આ વિશે અરબાઝ ખાન જાતે શું વિચારે છે, તેનો ખુલાસો તેમણે એક ઇન્ટરવ્યુંમાં કર્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે, સલમાન ખાનના ભાઈ હોવાનું શું નુકસાન છે. આ સવાલ પર અરબાઝ નો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો.

અરબાઝ ખાને કહ્યું કે સલમાન જેવા ભાઈ હોવાનું કોઈ નુકસાન કેવી રીતે થઈ શકે છે. મને નથી લાગતું કે સલમાનના ભાઈ હોવામાં કોઈ નુકસાન વાળી વાત છે. હવે તેમાં નુકસાન કેવું? જો તમે એવું કહો કે સલમાનના ભાઈ હોવાના કારણે મને લઈને લોકોની આશા વધારે  હોય છે તો તે ખોટું છે. તેનું કારણ એ છે કે આ પ્રોફેશનને મેં મારી મરજીથી પસંદ કરેલ છે. કોઈએ મારા ઉપર થોપ્યું નથી. મેં જ આ પ્રોફેશનને પસંદ કર્યું અને અહીં મારા પિતા સલીમ ખાન અને ભાઈ સલમાન ખાન છે.

અરબાઝ આ વિષય પર આગળ કહે છે કે મને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે લોકો મારી તુલના કોની સાથે કરે છે. મને મારી ફાઇટ જાતે લડવાની પસંદ છે. આ મારી સફર છે. હું ભલે મારા ભાઈ સલમાન જેવો એક મોટો કલાકાર નથી બની શક્યો. પરંતુ વર્તમાનમાં જે છું, એનાથી પણ ખુશ છું. મારી લાઇફ એન્જોય કરી રહ્યો છું. ન તો મારી ઉપર તો કોઈ દબાવ છે અને ન હું આ વસ્તુને આવી રીતે જોવું છું. એટલા માટે મને આ બધી વાતોની કોઈ ચિંતા નથી થતી.

જણાવી દઇએ કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે ભાઈ કે પિતાના કારણે કોઇ એક્ટરને  ઇન્ડસ્ટ્રીમાં સફળતા ન મળી હોય. અભિષેક બચ્ચન પણ આ કેટેગરીમાં આવે છે. તેમના કામની તુલના પણ તેમના પિતા અમિતાભ બચ્ચન સાથે કરવામાં આવે છે. હવે આ વિષય પર તમારું શું મંતવ્ય છે?