સલમાન ખાનની ભત્રીજી અલીજે બોલીવુડમાં કરશે એન્ટ્રી, સોશિયલ મીડિયા પર સુંદરતા જોઈને પાગલ થયા લોકો

Posted by

બોલીવુડ ગલીમાં ફિલ્મી કલાકારોની સાથે સાથે તેમના બાળકો પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. જ્યારે વાત સ્ટાર કિડ્સ લોન્ચિંગની હોય તો વાતાવરણ વધારે રંગીન બની જાય છે. ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં ઘણા સ્ટાર કિડ્સ પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ ચૂક્યા છે. જેમાં ભલે તે શ્રદ્ધા કપુર હોય કે સારા અલી ખાન. તેની વચ્ચે નિર્દેશક અને નિર્માતા કરણ જોહર સંજય કપુરની દીકરી શનાયા કપુરને લોન્ચ કરવાની ઘોષણા કરી છે. જ્યારે હવે ત્યારબાદ આ ખબર સામે આવી રહી છે કે બોલીવુડમાં સલમાન ખાનની ભત્રીજી અલિજે અગ્નિહોત્રી પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે.

સલમાનની ભત્રીજી લોન્ચ થશે

ખબર પ્રમાણે સલમાન ખાન તે સ્ટારમાં સામેલ છે, જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીને લોન્ચ કરી. પરંતુ હજુ સુધી તે પોતાની ભત્રીજીને ફિલ્મી પડદા પર નથી  લાવ્યા. આ વચ્ચે એક મોટી ખબર આવી રહી છે કે અલિજે ને બોલીવુડનાં નિર્દેશક સુરજ બડજાત્યા લોન્ચ કરશે. મતલબ સુરજ બડજાત્યાનાં દિકરા અવનીશ જલ્દી જ એક રોમકોમ  ફિલ્મની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં અલિજે ને લીડ કિરદારમાં કાસ્ટ કરવાની ચર્ચા થઈ રહી છે.

ધર્મેન્દ્રનાં પૌત્ર સાથે ડેબ્યુ કરશે

ખબર પ્રમાણે અલિજે સાથે જ ધર્મેન્દ્રનાં પૌત્ર અને સની દેઓલનાં દિકરા રાજવીર દેઓલ પણ બોલીવુડમાં ડેબ્યુ કરશે. જણાવીએ કે સની દેઓલનાં દિકરા રાજવીર દેઓલ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહ્યા છે. વળી અવનીશ ની ફિલ્મ “યે જવાની હે દિવાની” નાં જોનર ની હશે, જેમાં લીડ એક્ટર્સ પ્રેમની શોધમાં ફરતા નજર આવશે. ખબર એવી પણ હતી કે અવનીશની ફિલ્મમાં જાવેદ જાફરીનાં દિકરા મીઝાન જાફરીને જગ્યા આપવામાં આવી છે. પરંતુ હવે રાજશ્રી બેનરે સની દેઓલનાં દિકરાને  સાઈન કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર અલીજે લોકપ્રિય

જણાવી દઇએ કે સલમાનની ભત્રીજી અલીજે ૨૬ વર્ષની છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને અત્યાર સુધી પબ્લિકલી નથી કર્યું. પરંતુ સલમાનની બહેન અલ્વિરા ખાન અને અતુલ અગ્નિહોત્રી પોતાના સોશિયલ મીડિયા પર હંમેશા તેની ફોટો શેર કરતા રહે છે. અલીજે ખુબ જ સુંદર છે અને તેમણે જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે ઇન્ડિયન ડાન્સ પણ શીખ્યો છે. તે સિવાય અલીજે ને હંમેશા બોલીવુડ પાર્ટીમાં જોવામાં આવે છે. તે પોતાના મામા સલમાન ખાન સાથે પણ ઘણીવાર સ્પોટ થઈ ચુકી છે.

બોલીવુડ ગલીમાં અલીજે નાં ડેબ્યુને  લઈને ઘણી ચર્ચા છે. જણાવી દઈએ કે અલીજે પોતાના પરિવારની પહેલી એવી યુવતી હશે જે ફિલ્મમાં કામ કરશે. કારણ કે અલીજે ઘરમાં સૌથી મોટી દીકરી છે. જેના લીધે તેમને સલમાન ખાનનો સૌથી વધારે પ્રેમ મળ્યો છે. હાલમાં અલીજે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ કમાલ કરે છે કે નહીં તે જોવું ઘણું દિલચસ્પ રહેશે. અલીજે ભલે પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં આવી જાય છે, પરંતુ અભિનયથી દર્શકોના દિલ કેવી રીતે જીતી શકશે એ તો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *