સલમાન ખાનની ફેમિલીનાં આ ૭ સદસ્યોને તમે ઓળખાતા નહીં હોય, ક્રિકેટર ગૌતમ ગંભીર પણ છે તેમના પરિવારનો હિસ્સો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાનની બોલબાલા છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે. ફિલ્મોમાં એક્ટિંગ થી લઈને પરિવારનાં એક સારા દીકરા સાબિત થવા વાળા સલમાન ખાનની ફેન ફોલોઈંગનું લિસ્ટ ખુબ જ લાંબુ છે. તે શરૂઆતથી જ પરિવાર સાથે ઘણા અટેચ રહ્યા છે, પછી તે ભલે તે તેમની બહેન હોય કે પછી ભાઈ. તેમનું બધા સાથે ખુબ જ સારું બોંડિંગ છે. દબંગ ખાન હંમેશા જ ફેમિલીને લઇને ગંભીર રહે છે. જણાવી દઈએ કે સલ્લુ મિયાં નાં ઘરમાં અમુક સદસ્ય કેમેરાની સામે હંમેશા જોવા મળી જાય છે. તો અમુક સદસ્ય એવા પણ છે જે લાઈમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે. આજે અમે તમને સલમાન ખાનનાં પરિવારના સદસ્યો સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે. જેમના વિશે કદાચ ઘણા જ ઓછા લોકો જાણે છે. તો આવો જાણીએ કે આખરે સલમાન ખાનનાં પરિવારમાં કોણ-કોણ સામેલ છે.

નિર્વાન ખાન અને યોહાન ખાન

સલમાન ખાનની ફેમિલીની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ સોહેલ ખાનનાં દિકરા નિર્વાન ખાન અને યોહાન ખાનનું આવે છે. બંને દીકરા લાઈમલાઇટ અને મીડિયાથી અંતર જાળવી રાખ્યું છે. કદાચ એજ કારણ છે કે જે આનાથી પહેલા અત્યાર સુધી સલમાન ખાનનાં આ ભત્રીજાને કોઈએ જોયા નથી. જણાવી દઈએ કે સલમાન આ બંનેને પોતાના બાળકોની જેમ માને છે અને પ્રેમ પણ કરે છે.

સીમા સચદેવ ખાન

સલમાન ખાનની ફેમિલી માં બીજું નામ સોહેલ ખાનની પત્ની ઉર્ફ સીમા સચદેવ ખાનનું આવે છે. રિલેશનમાં સલમાન ખાનની ભાભી લાગવા વાળી સીમા સોશિયલ મીડિયા અને લાઈમલાઇટ થી હંમેશા અંતર જાળવી રાખે છે.

અલિજા અગ્નિહોત્રી

સલમાન ખાનની લાડલી બહેન અલ્વિરા ખાન અને જીજા અતુલ અગ્નિહોત્રીની દીકરી અલિજા અગ્નિહોત્રી સલમાન ખાનને ઘણી પ્રિય છે. અલિજા દેખાવમાં  કોઈ સુંદર અદાકારા થી ઓછી નથી લાગતી. સોશિયલ મીડિયા પર પણ તે હંમેશા એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. જ્યારે અલિજા ની માં અલવીરા ની વાત કરીએ તો તે લાઈમટાઇમ થી દુર જ રહેવાનું પસંદ કરે છે. સલમાન ખાનનો તેમની બહેન અલવિરા સાથે જબરજસ્ત બોન્ડિંગ છે.

અતુલ અગ્નિહોત્રી

જેમ કે અમે જણાવ્યું કે સલમાન ખાનની બહેન અલ્વિરા નાં પતિનું નામ અતુલ અગ્નિહોત્રી છે. સલમાન ખાન પોતાના જીજા નાં સારા મિત્ર છે. વ્યવસાયે અતુલ એક ફિલ્મ નિર્માતા છે અને તેમની સલમાન ખાન સાથે સારી બોંડિંગ છે. મહત્વપુર્ણ છે કે સલમાન ખાનની ફિલ્મ “ભારત” ને અતુલે જ પ્રોડયુસ કરી હતી.

અરહાન ખાન

સલમાન ખાનનાં ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા નાં દિકરા અરહાન થી તો તમે બધા વાકેફ હશો. જો કે હવે મલાઇકા અને અરબાઝ નાં છુટાછેડા થઈ ચુક્યા છે. પરંતુ તેમ છતાં પણ સલમાન ખાનની અરહાન સાથે ઘણી જામે છે. છુટાછેડા પછી પણ અરબાઝ અને મલાઈકા ને અરહાન સાથે લંચ ડેટ પર જતા જોઈ શકાય છે.

ગૌતમ ગંભીર

તમારામાંથી ઘણા ઓછા લોકોને તે વાત માલુમ હશે કે જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર પણ સલમાન ખાનનાં સંબંધી છે. સલમાનની બહેન અર્પિતા નાં જે ઘરમાં લગ્ન થયાં છે, તે ઘરમાં ગૌતમ ગંભીરની બહેનનાં પણ લગ્ન થયા છે. તેવામાં અર્પિતાનાં પતિ આયુષનાં મોટાભાઈ આશ્રયનાં લગ્ન ગૌતમ ગંભીરની બહેન રાધિકા સાથે થયા છે. જેને કારણે ગૌતમ સાથે સલમાન ખાનનો ભાઈ જેવો સંબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *