સલમાન ખાનની “પ્રેમ રતન ધન પાયો” સહિત આ બોલીવુડ મુવી સાઉથ કોરિયન મુવીની કોપી કરીને બનાવવામાં આવેલ છે, જુઓ લિસ્ટ

બોલીવુડમાં હવે આધિકારિક રૂપથી વિદેશી ફિલ્મોનાં હિન્દી વર્ઝન બનવા લાગ્યા છે. જોકે એક સમય એવો પણ રહ્યો જ્યારે કોપી પણ હતી અને તેને “પ્રેરણા” તરીક જણાવવામાં આવતી હતી. એવી જ ફિલ્મમાં સલમાન ખાન સ્ટારર “પ્રેમ રતન ધન પાયો” અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર “એક વિલન” સામેલ છે. વિદેશી મુવી થી કોપી કરી બોલીવુડ ફિલ્મ બનાવવાનાં આરોપ પર હંમેશા નિર્માતા-નિર્દેશક પ્રેરિત શબ્દનો ઉપયોગ કરી બચવાની કોશિશ કરે છે. જોકે હવે આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે અને નિર્માતા હવે આધિકારિક રૂપથી વિદેશી ફિલ્મોનાં હિન્દી વર્ઝન બનાવી રહ્યા છે. ચાલો જાણીએ આ અધિકારીક હિન્દી વર્ઝન પહેલા “પ્રેરણા” નાં નામ પર કોપી કરવામાં આવેલી બોલીવુડ ફિલ્મો વિશે.

પ્રેમ રતન ધન પાયો – મસ્ક્યુરેડ

સલમાન ખાન સ્ટારર ફિલ્મ પ્રેમ રતન ધન પાયો સાઉથ કોરિયન ફિલ્મ મસ્ક્યુરેડ થી પ્રેરિત છે. સલમાનની આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો. સોનમ કપુરની અમુક હીટ ફિલ્મ માંથી આ પણ એક છે.

મર્ડર-૨ – ધ ચેસર

મર્ડર સીરીઝ ને ભારતીય દર્શકો એ ઘણી પસંદ કરી છે. પરંતુ શું તમે તમને ખબર છે કે મર્ડર-2 ની કહાની સાઉથ કોરિયન ફિલ્મ ધ ચેસર પરથી લેવામાં આવી છે. મર્ડર-2 માં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડીસ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભુમિકામાં નજર આવ્યા.

જઝ્બા – સેવન ડેઝ

ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટાર મુવી જઝ્બા ને ભલે જ દર્શકોનો પ્રેમ ન મળ્યો હોય, પરંતુ ક્રિટીક્સ ને ઘણી પસંદ આવી. પોતાની કિડનેપ દીકરીને છોડાવવા માટે એક લોયર માતા ની કોશિશ પર આધારિત આ ફિલ્મની કહાનીને સાઉથ કોરિયન ફિલ્મ સેવન ડેઝ થી લેવામાં આવી.

એક વિલન – આઇ સો દ ડેવિલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપુર સ્ટારર ફિલ્મ એક વિલનને જબરજસ્ત સફળતા મળી. દર્શકો ને આ ફિલ્મની સ્ટોરી અને સ્ટાર ની એક્ટિંગ ઘણી પસંદ આવી. જોકે આ ઘણા ઓછા લોકો જાણે છે કે આ મુવીની સ્ટોરી સાઉથ કોરિયન ફિલ્મ આઇ સો દ ડેવિલ થી લેવામાં આવી છે. જોકે એક વિલનને સાઉથ કોરિયન વર્ઝન ની જેમ ઘણી વધારે હિંસા બતાવવામાં આવી નથી.

રોક ઓન – અ હેપ્પી લાઇફ

ફરહાન અખ્તર, પુરબ કોહલી અને અર્જુન રામપાલ સ્ટારર મુવી રોક ઓન ને ક્રિતિક્સે ઘણી પસંદ કરી. એક્ટર્સનાં અભિનયનાં વખાણ થયા. આ મુવીની પ્રેરણા પણ સાઉથ કોરિયન ફિલ્મ અ હેપ્પી લાઇફ જણાવવામાં આવે છે.

તીન – મોંતાજ

અમિતાભ બચ્ચન, નવાજુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલન સ્ટારર તીન મુવી ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. આ મુવીમાં અમિતાભ બચ્ચાને ૭૦ વર્ષનાં વ્યક્તિ જોન બિશ્વાસનો કિરદાર નિભાવ્યો હતો. આ મુવીની કહાની સાઉથ કોરિયન ફિલ્મ મોંતાજ થી લેવામાં આવી છે.