સલમાન ખાનની આ નોકરાણી અત્યારે બની ગઈ છે પોપ્યુલર એક્ટ્રેસ, નામ જાણીને વિશ્વાસ નહીં આવે

Posted by

મોટાભાગે બોલીવુડમાં એક્ટ્રેસની શરૂઆત એક નાના કિરદાર થી થાય છે. ત્યાર બાદ તે પોતાની આવડત અને મહેનતના દમ ઉપર સુપરસ્ટાર બને છે. આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં આ કિસ્સો છે સલમાન ખાનની ફિલ્મ “રેડી” માં નોકરાણીનું કિરદાર નિભાવનાર કુબ્રા સૈત નો. પોતાના એક ઇન્ટરવ્યુમાં કુબ્રા એ જણાવ્યું હતું કે તેનો આ ફિલ્મ સાથે જોડાવવા અને નોકરાણીનું કિરદાર મળવા પાછળ એક દિલચસ્પ કહાની છે.

ઇન્ટરવ્યુ દરમિયાન કુબ્રા એ જણાવ્યું હતું કે તે મુંબઈ આવી હતી તે દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે અનીસ બજ્મી ની ટીમ પોતાની ફિલ્મ માટે ઓડિશન લઈ રહી છે. ત્યારે તે ઓડિશન આપવા માટે પહોંચી હતી. જોકે તેની સાથે મુલાકાત કરવા માટે કુબ્રા એ અંદાજે પાંચ કલાક સુધી રાહ જોવી પડી હતી.

તેને આગળ જણાવ્યું હતું કે હું ઓડિશન દરમિયાન સલવાર-કમીઝમાં હતી, ત્યારે ટીમના એક સદસ્યએ તેને સાડી પહેરવા માટે કહ્યું. કારણ કે તેને સુંદર હાઉસ મેડ નું કિરદાર કાસ્ટ કરવાનું હતું. ઓડિશન આપ્યા બાદ ફિલ્મ માટે તેને સિલેક્ટ કરી લેવામાં આવી હતી.

આ દરમિયાન સૌથી દિલચસ્પ વાત એ રહી હતી કે જ્યારે સલમાન ખાન ને મારી ઓડિશન વિશે જાણવા મળ્યું તો તેઓ ખુબ જ હસી પડ્યા હતા અને મને મજાક ઉડાવતા કહ્યું હતું કે તું તો રોલ માટે “રેડી મેડ” હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચર્ચિત વેબ સિરીઝ “સેક્રેડ ગેમ્સ” ની પહેલી સિઝનમાં કુબ્રા સૈત, નવાજુદ્દીન સિદ્દીકીનાં લવ ઇન્ટરેસ્ટ નાં રૂપમાં નજર આવી હતી. જેમાં તેના કિરદારની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.જોકે ખુબ જ ઓછા લોકો જાણે છે કે તે સલમાન ખાન સાથે પણ કામ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *