“સલમાન ખાન પરણિત છે અને દુબઈમાં તેની ૧૭ વર્ષની દિકરી છે” યુઝરની આવી ટ્વીટનો જાણો સલમાન ખાને શું જવાબ આપ્યો

Posted by

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન એક તરફ પોતાની ફિલ્મ “ટાઈગર-3” માટે જીમમાં પરસેવો વહાવી રહ્યા છે, વળી બીજી તે પોતાના ભાઈ અરબાઝ ખાનનાં ટોક શો “પિંચ” ની બીજી સિઝનનાં પ્રીમિયર એપિસોડમાં નજર આવ્યા. “પિંચ-2” માં અરબાઝ ખાનનાં શોનાં ફોર્મેન્ટ પ્રમાણે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા ટ્વીટ્સ પર ગેસ્ટને સવાલ પુછે છે. તેમાં ઘણા ટ્રોલસ પણ હોય છે. સલમાન ખાન સાથે પણ અરબાઝ ખાને એવું કર્યું. આ દરમિયાન એક મજેદાર ટ્વિટમાં યુઝરે દાવો કર્યો કે સલમાન ખાન વિવાહિત છે અને તેમની એક સિક્રેટ ફેમિલી દુબઈમાં રહે છે, જેમાં એક ૧૭ વર્ષની દીકરી પણ છે. ગેસ્ટ બનીને આવેલા ભાઈજાન સલમાને તેનો મજેદાર જવાબ પણ આપ્યો. સલમાન ખાને બકરી ઈદનાં અવસર પર બુધવારે એપિસોડની લીંક ટ્વીટ કરતા ફેન્સને ઇદી પણ આપી છે.

શું દુબઈમાં સલમાનની પત્ની નુર અને દીકરી છે?

અરબાઝ ખાને આ દરમિયાન કહ્યું કે વધારે ટ્વીટ્સ હંમેશા પોઝીટીવ છે, પરંતુ થોડાક એવા પણ છે જેમાં અજીબ દાવા કરવામાં આવ્યા છે. એમાંથી જ એક ટ્વિટમાં ગયા વર્ષે એક યુઝરે લખ્યું કે સલમાન ખાન સિક્રેટ લગ્ન કરી ચુક્યા છે. તેમની ૧૭ વર્ષની દીકરી છે અને આ ફેમિલી દુબઈમાં રહે છે. યુઝરે ટ્વીટમાં લખ્યું છે, “ડરપોક ક્યાં છુપાઈને બેસી ગયો છે. ભારતમાં બધા જાણે છે કે તું દુબઈમાં તારી પત્ની નુર અને ૧૭ વર્ષની દીકરી સાથે છે. ભારતનાં લોકોને ક્યાં સુધી મુર્ખ બનાવશે?”

સલમાન ખાન પણ દાવો સાંભળીને આશ્ચર્યચક્તિ થઈ ગયા

સલમાન ખાને જ્યારે આ સાંભળ્યું તો તે પણ અવાક રહી ગયા. તેમણે પૂછ્યું કે આ કોના વિશે છે. તેના પર અરબાઝ એ કહ્યું કે આ તમારા વિશે જ છે. સલમાન ખાને તેના જવાબમાં કહ્યું, “આ લોકો પાસે ઘણી જાણકારી છે. બધી બક્વાસ વાતો છે. મને ખબર નથી કે આ કોના વિશે વાત કરી રહ્યા છે અને તેમણે આ પોસ્ટ કેમ કરી છે. શું આ વ્યક્તિને ખરેખર એવું લાગે છે કે હું તેના પર કંઈ કહીશ નહીં?”

“ભાઈ, મારી કોઈ પત્ની નથી”

સલમાન આગળ કહે છે કે, “ભાઈ, મારી કોઈ પત્ની નથી. હું ભારત માં રહું છું. ૯ વર્ષની ઉંમરથી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. હું આ વ્યક્તિનાં દાવા પર કઈ કહેવા ઈચ્છતો નથી, આખો દેશ જાણે છે કે હું ક્યાં રહું છું.” આ કડીમાં આગળ અરબાઝ એકબીજા યુઝરની ટ્વીટ વાંચીને સંભળાવી, જેમાં કહેવામાં આવ્યું કે સલમાન ખાનનું ઘર અય્યાશી નો અડ્ડો છે. જેના જવાબમાં સલમાને કહ્યું, “તમે મારા ઘરમાં એવું શું જોઈ લીધું છે તમને એ અય્યાશી નો અડ્ડો લાગવા લાગ્યો.”

“સલમાનને આ કારણથી પહેલી સિઝનમાં બોલાવ્યા નહિ”

“પીંચ 2” માં  ઘણા પ્રોમો પહેલા જ આવી ચુક્યા છે. શોનાં બીજા સીઝનમાં અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ, ફરહાન અખ્તર, કિયારા અડવાણી, રાજકુમાર રાવ અને ફરાહ ખાન સાથે જ આયુષ્માન ખુરાના પણ મહેમાન બનીને આવવાના છે.

અરબાઝ પહેલાં જ કહી ચુક્યા છે કે તેમનો આ શો આ સમયે પહેલી સિઝનથી પણ મોટો થવાનો છે. અરબાઝ ખાનનાં શોની પહેલી સિઝનમાં સલમાન ખાનને ઇન્વાઇટ કરવામાં આવ્યા ન હતા. જ્યારે આ વિષે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “હું ઈચ્છતો હતો કે પહેલી સીઝન પોતાના દમ પર સફળ થાય, એટલા માટે મેં પહેલા સલમાનને બોલાવ્યો નહીં.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *