સલમાન ખાન સહિત બોલીવુડનાં આ ૭ સ્ટાર્સ છે અક્ષય કુમારનાં કટ્ટર દુશ્મન, નંબર-૬ નું નામ જાણીને આશ્ચર્ય થશે

Posted by

બોલિવુડ સ્ટાર અક્ષય કુમારનો હાલમાં જન્મદિવસ હતો. ૯ સપ્ટેમ્બરે પંજાબના અમૃતસરમાં અક્ષયનો જન્મ થયો હતો. પરંતુ તેમણે દિલ્હીમાં જ પોતાનું બાળપણ વિતાવ્યું. વળી અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરીઓમ ભાટિયા છે. અક્ષય એક અભિનેતા જ નહીં પરંતુ માર્શલ આર્ટમાં પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઇન્ડસ્ટ્રીમાં તેને અક્કી ફિટમેન નાં નામથી ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૯૧માં ફિલ્મ “સોગંદ” થી અક્ષય કુમારે પોતાનું બોલિવુડ ડેબ્યુ કર્યું હતું. આજે વર્ષો પછી પણ અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રી અને પોતાના ચાહવા વાળા ના દિલ પર રાજ કરી રહ્યા છે. સબસે બડા ખિલાડી, મેં ખિલાડી તુ અનાડી, કેસરી, બેબી જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમનું નામ નોંધાયેલ છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારનાં કામની સાથે સાથે દોસ્તીની પણ ઘણી ચર્ચા થાય છે. તેમને યારો ના યાર કહેવામાં આવે છે. વળી અક્ષય એવા પ્રકારનાં વ્યક્તિ છે, જેના દિલમાં એકવાર કોઈ વ્યક્તિ ઉતરી જાય તો સમજી લો કે પછી તે ક્યારેય અક્ષય દિલમાં જગ્યા નથી બનાવી શકતો. આજે અમે તમને અક્ષય કુમારનાં અમુક દુશ્મનો વિશે જણાવીશું, જેની સાથે મિત્રતા સમાપ્ત કર્યા બાદ આજ સુધી અક્ષય કુમારે ફરી ક્યારેય ગળે નથી લગાવ્યા.

સલમાન ખાન

અક્ષય કુમારનાં દુશ્મનનો લિસ્ટમાં સલમાન ખાનનું નામ જોઈને તમને થોડી આશ્ચર્ય જરૂરથી થયું હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્વિંકલ ખન્નાને કારણે સલમાન ખાન અને અક્ષય ની લડાઈ થઈ હતી. ત્યારબાદ આ અક્ષય કુમારે સલમાન ખાનનો ચહેરો પણ જોયો નથી.  હવે તમને જણાવી દઈએ કે “મુજસે શાદી કરોગી” માં સલમાન ખાન અને અક્ષય સાથે નજર આવ્યા હતા. બંનેની કોમેડીએ લોકોને ઘણું મનોરંજન કર્યું હતું.

શાહરૂખ ખાન

શાહરુખ ખાન સાથે પણ અક્ષય કુમારની કોલ્ડ વોર ચાલી રહી છે. બંનેની લડાઇનું કારણ બોક્સ ઓફિસ હતું. એવું બે વખત થયું જ્યારે અક્ષય કુમારની ફિલ્મની એનાઉન્સમેન્ટ પછી શાહરુખ ખાને પણ પોતાની ફિલ્મનું એનાઉન્સમેન્ટ એક જ ડેટ પર રિલીઝ કરવા માટે કહ્યું.

ફરાહ ખાન

ફિલ્મ “જોકર” દરમિયાન કોરિયોગ્રફર ફરાહ ખાન અને અક્ષય કુમાર વચ્ચે તકરાર થઈ ગઈ હતી. અક્ષય ફિલ્મનાં મેકિંગ થી ઘણા નારાજ હતા. જોકર ફિલ્મના ડાયરેક્ટર ફરહા ખાનનાં પતિ શિરીષ કુંદર હતા. ત્યારબાદ અક્ષય કુમારે નિર્ણય કર્યો કે તે ફિલ્મને પ્રમોટ કરશે નહીં.

અજય દેવગન

અજય દેવગન અને અક્ષય કુમાર વચ્ચેની દુશ્મની ઘણી જુની છે. હકીકતમાં અજય દેવગને અક્ષય કુમાર પર ફિલ્મથી હટાવવાનો આરોપ લગાવ્યો હતો. અજય દેવગનનું કહેવાનું હતું કે અક્ષયે તેણે રાજકુમાર સંતોષીની ઘણી ફિલ્મ થી તેમના સીન હટાવ્યા છે. જ્યારે અક્ષયની તરફથી કોઈપણ એવું નિવેદન અજય માટે આવ્યું હતું નહીં.

રવિના ટંડન

એક સમય હતો જ્યારે અક્ષય કુમાર રવીના ટંડનનાં પ્રેમમાં દીવાના થઈ ગયા હતા. બંને લગ્ન કરવાના હતા. પરંતુ જ્યારે અક્ષયએ રવીના સાથે સગાઈ તોડી તો રવિના સંપુર્ણ રીતે તુટી ગઈ. આ કિસ્સા પછી રવીનાએ મીડિયામાં ખુલીને અક્ષય કુમાર વિરુદ્ધ નિવેદન આપ્યાં.

સની દેઓલ

સની દેઓલ અને અક્ષય કુમારની દુશ્મનીનું કારણ અભિનેત્રી રવીના ટંડન જ છે. હકીકતમાં અક્ષય અને સની ફિલ્મ “જિદ્દી” માં સાથે કામ કરી રહ્યા હતા. આ વચ્ચે રવીનાને લઈને બંને એક્ટર્સ અંગતમાં લડી પડ્યાં.

જોન અબ્રાહમ

વળી અક્ષય કુમાર સાથે એક્ટર જોન અબ્રાહમ સાથે ત્રણ ફિલ્મો કરી છે. બંને વચ્ચે લડાઈ ની શરૂઆત ફિલ્મ “ગરમ મસાલા” થી શરૂ થઈ ગઈ હતી. ફિલ્મ હાઉસફુલ-2 દરમિયાન આ લડાઈ વધુ મોટી થઈ ગઈ. જણાવવામાં આવે છે કે બંને વચ્ચે લડાઈ એટલી વધી ગઇ હતી કે તેમને અલગ કરવા માટે બોડીગાર્ડને સામે આવવા પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *