બચ્ચન પરિવારની વહુ અને બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી હવે ૪૭ વર્ષની થઈ ગઈ છે. આજે પણ તેમની એક્ટિંગ અને સુંદરતાનાં દિવાના દુનિયાભરમાં છે. તે આજે પણ બોલિવુડની મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ માં ગણવામાં આવે છે. ઐશ્વર્યા માત્ર એક સફળ એક્ટ્રેસ જ નથી, પરંતુ એક સંસ્કારી વહુ, પત્ની અને માતા પણ છે. અભિષેક અને એશ્વર્યા એ એકબીજાને લગભગ એક વર્ષ સુધી ડેટ કર્યું હતું. ત્યારબાદ લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચન સાથે લગ્ન પહેલા એશ્વર્યાનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું. જેમાં ફિલ્મી દુનિયા થી લઈને બિઝનેસ વર્લ્ડ નાં લોકો પણ સામેલ હતા. તેમાંથી એક નામ બિઝનેસ ટાયકુન અનિલ અંબાણીનું પણ હતું.
આ વાત ૨૦૦૪ની છે જ્યારે એક્ટ્રેસ એશ્વર્યા રાયએ હમ દિલ દે ચુકે સનમ, તાલ, દેવદાસ, મોહબતે જેવી હિટ ફિલ્મ આપી હતી. તેવામાં દરેક પ્રોડ્યુસર – ડાયરેક્ટર તેમને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા ઈચ્છતો હતો અને આ દરમિયાન તે ઘણા બધા કોન્ટ્રોવર્સી માં પણ ઘેરાયેલી હતી.
આ તે સમય હતો, જ્યારે ઐશ્વર્યાનું સલમાન સાથે બ્રેકઅપ થયું હતું અને વિવેક સાથે તેમના લીંકઅપ ની ખબર સામે આવી રહી હતી. અફવા એવી પણ ઉડી એશ્વર્યા રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણીને ગુપચુપ ડેટ કરી રહી છે અને લગ્ન કરવાની છે.
ઐશ્વર્યા સામાન્ય રીતે પોતાના જીવન વિશે નિરાધાર અફવા પર પ્રતિક્રિયા આપવાનું પસંદ નથી કરતી. જો કે હવે તેમને પોતાના અને અનિલ વિશે જાતજાતની ખબર સાંભળવામાં આવી તો તે શાંત રહી શકી નહીં અને તેમણે નક્કી કર્યું કે તે આ નકામી ની અફવા પર વિરામ લગાવશે. ઐશ્વર્યાએ પોતાના અંગત જીવન વિશે ક્યારેય વાત ન કરતી હતી, પરંતુ આ અફવાથી તે ઘણી ગુસ્સે થઈ ગઈ હતી.
ઐશ્વર્યા એ આ સમાચારો પર પોતાનું મૌન તોડતા કહ્યું – “મને જ્યારે આ ખબર વિષે ખબર પડી તો મારી સામાન્ય પ્રતિક્રિયા રહી હતી. હું તેમને ઓછી જ મળી છું. છેલ્લી વખત અમે પ્રોડ્યુસર ભારત શાહ ની બર્થ-ડે પાર્ટીમાં મળ્યા હતા. હું તે સમયે ટીના અને અન્ય લોકો સાથે ટેબલ પર બેસેલા હતા.”
ઐશ્વર્યાએ સાથે એવું પણ કહ્યું હતું કે, “હું આ વાત જાણીને વધારે આશ્ચર્યચકિત થઈ ગઈ કે અમારા બંને વચ્ચે કરોડોની લેવડ-દેવડને લઈને વિવાદ પણ થયો છે. શું આ બધું મારા વિશે કહેવામાં આવી રહ્યું છે? જોકે હું મારા કામ અને ન્યુ ચેલેન્જ ને લઇને વ્યસ્ત છું. એક્ટ્રેસે સાથે એવું કહ્યું હતું કે, લોકો ઈચ્છે છે કે હું આ બધા અનુમાનો પર જવાબ આપુ, પરંતુ હું એવું નહીં કરીશ. આ દરમિયાન અભિનેત્રીએ વિવેક ઓબેરોય સાથે થયેલા બ્રેકઅપ પર વાત કરવાથી પણ ઇનકાર કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાનો જન્મ ૧૯૭૩માં મેગ્લોર માં થયો હતો. ફિલ્મોમાં આવવા પહેલા એશ્વર્યા મોડેલિંગ કરતી હતી. મોડેલિંગની દુનિયામાં પણ અભિનેત્રીએ ઘણું નામ મેળવ્યું હતું. તેમણે ૧૯૯૧માં સુપરમોડલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યાને વોગ મેગેઝીનમાં અમેરિકાના એડિશનમાં પણ જગ્યા આપવામાં આવી હતી. એશ્વર્યાએ વર્ષ ૧૯૯૪ માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ઐશ્વર્યાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેમણે સાઉથની ફિલ્મ ઇરુવર (૧૯૯૭) થી શરૂઆત કરી હતી. તેમની પહેલી બોલીવુડ ફિલ્મ ઓર પ્યાર હો ગયા (૧૯૯૯) હતી.