સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે આતુર હતી આ ૯ ઍક્ટ્રેસ, પરંતુ ભાઈજાને કરી દીધો ઇનકાર, નંબર-૧ સાથે તો લગ્નનાં કાર્ડ છપાઈ ગયા હતા

Posted by

સલમાન ખાન ૫૫ વર્ષના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેમના લગ્નનું કોઈ ઠેકાણું નથી. ભાઈજાનને બોલીવુડના સુપરસ્ટાર માનવામાં આવે છે. તેમની પાસે અઢળક સંપત્તિ છે. તે દેખાવમાં પણ ખુબ હેન્ડસમ છે. પરંતુ તેમ છતાં પણ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. હવે એવું નથી કે સલમાન ખાનના જીવનમાં કોઈ યુવતી આવી ન હોય, પરંતુ એકથી એક ચડિયાતી સુંદર યુવતીઓએ સલમાન ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે ભાઈજાન લગ્નથી દુર રહ્યા હતા.

સંગીતા બિજલાની

બોલીવુડ અભિનેત્રી સંગીતા બિજલાની ને સલમાન ખાન ખુબ જ પ્રેમ કરતા હતા. બંને એક સમયે એકબીજાને ડેટ પણ કરતા હતા. વળી બંને એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. તારીખ ૨૭ માર્ચ, ૧૯૯૪ હતી. જોકે છેલ્લા સમયે સલમાન ખાને લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો હતો. કહેવામાં આવે છે કે ત્યારે તેઓ સોમી અલી ને ડેટ કરી રહ્યા હતા.

એશ્વર્યા રાય બચ્ચન

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ની લવ સ્ટોરી આજ સુધી બધા લોકોને યાદ છે. બંને એકબીજા સાથે ઘણો સમય સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગ્યા. ઝઘડાને લીધે સલમાનખાન એશ્વર્યા પર શંકા અને ગુસ્સો કરતા હતા. તેવામાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. બાદમાં એશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની ગઈ, જ્યારે ભાઈજાન હજુ સુધી કુંવારા છે.

કેટરિના કૈફ

સલમાન ખાનને કેટરિના કૈફ પહેલી મુલાકાતમાં જ પસંદ આવી ગઈ હતી. બંનેએ લગ્ન કરવાનો પણ પ્લાન કરી લીધો હતો. પરંતુ ત્યારબાદ કેટરીના અને રણબીર કપુરના અફેરના સમાચારો આવવા લાગ્યા હતા. તેવામાં સલમાન ખાને બ્રેકઅપ કરી લીધું હતું.

સોમી અલી

સંગીતા બિજલાની સાથે બ્રેકઅપ થતાની સાથે જ સલમાન ખાનનું દિલ સોમી અલી પર આવીને અટકી ગયું હતું. સોમી અલી ની ઈચ્છા સલમાન ખાન સાથે લગ્ન કરવાની હતી. તે લગ્ન માટે સલમાન ખાન ઉપર પ્રેશર પણ બનાવી રહી હતી. પરંતુ ભાઈજાનનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો હતો નહીં. તેવામાં તેમણે સોમી અલી સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

ઝરીન ખાન

કેટરીના કૈફની હમશકલ ઝરીન ખાન ઉપર પણ સલમાન ખાનનું દિલ આવ્યું હતું. ભાઈજાને ઝરીન ખાન માટે બાંદ્રામાં એક ૩ બીએચકે એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું. બંને એક સાથે ઘણો સમય પસાર કર્યો હતો. ઝરીન ખાન અને સલમાન ખાનને લગ્નની ઓફર પણ કરી હતી. જોકે ભાઈજાને ઇનકાર કરી દીધો અને અલગ થઈ ગયા.

અલી અવરામ

બિગ બોસમાં આવવા દરમિયાન એક્ટ્રેસ અલી અવરામ અને સલમાન ખાન ની વચ્ચે ખુબ જ ખાટી મીઠી વાતો જોવા મળી હતી. બાદમાં બંનેના અફેરની પણ ખુબ જ ચર્ચાઓ થતી હતી. પરંતુ હકીકતમાં શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

ક્લાઉડિયા સિસ્લા

બિગ બોસ-3 ની કન્ટેસ્ટન્ટ ક્લાઉડિયા સિસ્લા સાથે પણ સલમાન ખાનનું નામ જોડાયું હતું. જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે બંને ખુબ જ સારા મિત્ર છે.

ડેઝી શાહ

સલમાન ખાન અને અને ડેઝી શાહનાં લવ અફેરની અફવાઓ ખુબ જ ચાલી હતી. કહેવામાં આવે છે કે ડેઝી ને “બોડીગાર્ડ” ફિલ્મની ઓફર કરવામાં આવેલ હતી પરંતુ તેણે તેને રિજેક્ટ કરી દીધી હતી. ત્યાર બાદ સલમાન ખાને તેને પોતાની ફિલ્મ “જય હો” માં કામ આપ્યું હતું.

યુલિયા વંતુર

યુરિયા વંતુર સાથે સલમાન ખાન ૨૦૧૦માં મળ્યા હતા. બંને ઘણી જગ્યાએ એક સાથે જોવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર બંને ખુબ જ જલ્દી લગ્ન કરી શકે છે. યુલિયા તો ભાઈજાન સાથે લગ્ન કરવા માટે પોતાની કારકિર્દી છોડવા માટે પણ તૈયાર હતી. પરંતુ સલમાન ખાનને તેનાં લગ્નની ઓફર ઠુકરાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *