બોલિવૂડના સિતારાઓ પાસે અઢળક પૈસો હોય છે. આ પૈસામાંથી તે પોતાની લક્ઝરી ચીજોનો શોખ પૂરો કરી લેતા હોય છે. વેનિટી વેન પણ એક એવી જ સુવિધા છે, જેનો લાભ લગભગ દરેક મોટા સિતારાઓ ઉઠાવે છે. સ્ટારની જેટલી મોટી વેલ્યૂ હોય છે, તેની વેનિટી વેન પણ એટલી જ આલીશાન હોય છે. આજે અમે તમને સલમાન ખાનની વેનિટી વેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સલમાન ખાનની વેનિટી વેન કોઈ આલિશાન ફ્લેટ થી ઓછી નથી. ઘણા સામાન્ય લોકોના ઘરમાં જે સુવિધા નથી હોતી, તે આ વેનિટી વેન ની અંદર છે. સલમાન ખાન જ્યારે પણ શૂટિંગ પર જાય છે તો શૂટીંગ પહેલા અથવા શૂટિંગ દરમ્યાન તે પોતાનો સમય વેનિટી વેનમાં પસાર કરે છે. અહીંયા તે આરામથી લઈને, મેકઅપ કરવા અને સ્ક્રિપ્ટ સાંભળવા સુધીના દરેક કામ કરે છે. આ વેનિટી વેન એટલી સુંદર છે કે તેની અંદરની તસવીરો જોઈને તમારું દિમાગ ચકરાઈ જશે.
સલમાન ખાનની આ વેનિટી વેનમાં મીટીંગ રૂમ, બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ સહિત બધી જ સગવડતા છે. આ વેન હાઇટેક ગેજેટ થી સુસજ્જ છે. સરળ શબ્દોમાં કહી શકાય તો વેનિટી વેનની અંદર સલમાન ખાનની જરૂરિયાતની દરેક ચીજ રહેલી છે. જેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેની કિંમત કરોડોમાં હશે.
જ્યારે સલમાન ખાનને શૂટિંગની વચ્ચે આરામ કરવો હોય છે તો તે આ આલીશાન બેડરૂમ માં આવી જાય છે. અહીંયા તેમના માટે એક મોટું ટીવી પણ લગાવવામાં આવેલ છે.
તે સિવાય સલમાન ખાનનાં મેકઅપ રૂમમાં ખૂબ જ મોટો અરીસો, એક ટીવી અને આરામદાયક ખુરશી લગાવેલ છે. અહીંયા પાછળ એક સોફો પણ છે. સલમાન ખાન ખુરશી પર બેસે છે અને તેમના મેકઅપ આર્ટિસ્ટ અને આસિસ્ટન્ટ વગેરે લોકો પાછળ સોફા પર રહે છે. ઘણી વખત સલમાન ખાન અહીંયા બેસીને ડાયરેક્ટરની સાથે સ્ક્રિપ્ટની ચર્ચા પણ કરે છે.
આ વેનમાં એક બાથરૂમ છે. જોકે આ બાથરૂમ સાઇઝમાં થોડું નાનું જરૂર છે, પરંતુ આવું એટલા માટે છે કે જેથી વેનનાં બાકીના રૂમને મોટા બનાવી શકાય. વળી બાથરૂમ સાઇઝમાં ભલે નાનું દેખાઈ રહ્યું છે, પરંતુ દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે.
સલમાન ખાનની વેનિટી વેનનું ઇન્ટેરિયર પણ ખૂબ જ આકર્ષક છે. તેને જોવા પર તે કોઈ ફાઇસટાર હોટેલ જેવો લુક જણાઈ આવે છે. આ વેનમાં એન્ટર થતાની સાથે જ એવી ફીલિંગ આવે છે જાણે તમે કોઈ આલિશાન ફ્લેટમાં આવી ગયા હોય. આ પ્રકારની વેનિટી વેન દરેક સ્ટારનું સપનુ હોય છે. હવે સલમાન ખાનની પાસે તો પૈસાની કમી નથી. તે પોતાની એક ફિલ્મ માટે ૬૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બિગ બોસ-૧૪ ના એક એપિસોડ માટે તે ૧૬ કરોડ રૂપિયા લેવાના છે.
કામની વાત કરવામાં આવે તો સલમાન ખાન ખૂબ જ જલ્દી રાધે ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં દિશા પટણી અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ પહેલા ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેવું બની શક્યું નહીં. હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે.