સલમાન ખાનનાં પ્રેમમાં દિવાની બની બોલીવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસ, સલમાન સાથે લગ્ન કરવા માટે છે આતુર

Posted by

બોલીવુડમાં એક થી એક ટેલેન્ટેડ એક્ટર છે, પરંતુ અમુક એક્ટર્સ એવા છે જેમની પોપ્યુલરીટી પહેલાની સરખામણીમાં બિલકુલ ઓછી થઈ નથી અને આવનારા સમયમાં પણ ઓછી થશે નહીં. સલમાન ખાન બોલીવુડનાં એકમાત્ર એવા અભિનેતા છે, જે અવારનવાર કોઈને કોઈ કારણ ને લીધે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. થોડા સમય પહેલાં જ તેમને કાળા હરણ મામલામાં રાહત મળી છે. સલમાન ખાન પોતાના ગુસ્સા સિવાય દરિયાદિલી માટે પણ ઓળખવામાં આવે છે. તે વાતથી ઇનકાર કરી શકાય નહીં કે સલમાન ખાન બોલીવુડનાં એકમાત્ર એવા કલાકાર છે, જે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. સલમાન ખાનના ફેન્સ દુનિયાભરમાં કરોડો છે અને તેમના ફેન્સ તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોવે છે.

ફિલ્મો સિવાય તેમના ફેન્સ સલમાન ખાનનાં લગ્નની પણ ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનનું નામ અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. ઘણી વખત તો તેમના લગ્ન નહીં ખોટી અફવાઓ પણ ફેલાઈ ચુકી છે સલમાન ખાનનાં ભલે લગ્ન ન થયા હોય પરંતુ તેની સાથે લગ્ન કરવા માટે બોલીવુડની ઘણી અભિનેત્રીઓ આતુર છે. તેવામાં તેમને બોલિવુડની એક અભિનેત્રી એ પોતે લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ અભિનેત્રીને સલમાન ખાન એટલા પસંદ છે કે તે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે આતુર છે.

આ અભિનેત્રીએ મોકલ્યો સલમાન ખાનને પ્રસ્તાવ

દુનિયાભરમાં વળી સલમાન ખાન ઉપર ઘણી યુવતીઓ ફિદા છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સલમાન ખાનનાં ચાહનારા લોકોની બિલકુલ કમી નથી. ઘણી અભિનેત્રીઓ અત્યાર સુધીમાં સલમાન ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે. તેવામાં આ લિસ્ટમાં હવે સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ પણ જોડાઇ ચુક્યુ છે. જી હાં, ઉર્વશી પણ સલમાન ખાન પાછળ પાગલ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. વળી ઉર્વશી મોટા ભાગે પોતાની સુંદરતાને લીધે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે તેણે એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.

હાલમાં જ આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, “સલમાન ખાન દેશના એકમાત્ર એવા સ્ટાર છે જે પોતાના દમ પર ફિલ્મ ચલાવવાની ક્ષમતા રાખે છે અને તે બેચલર છે. તો દરેક યુવતીનું સપનું તેમની સાથે લગ્ન કરવાનું હોય છે. બધાની જેમ મારું મન પણ સલમાન ખાન સાથે લગ્ન કરવાનું છે.”

આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતા હતા સલમાન ખાન

જણાવી દઈએ કે હાલમાં જ સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે તેઓ એક સમયે બોલીવુડની મશહૂર અભિનેત્રી જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેમણે જણાવ્યું હતું કે જુહી ચાવલા તેમને પસંદ હતી અને ખુબ જ ક્યુટ પણ લાગતી હતી. જુહી નાં પિતા સાથે તેમણે લગ્નની વાત પણ કરી લીધી હતી, પરંતુ તેમના પિતા આ લગ્ન માટે માન્યા નહીં. હકીકતમાં સલમાન ખાનનો સંબંધ ઘણી બધી અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યો હતો એટલા માટે જ જુહીનાં પિતા ઈચ્છતા ન હતા કે જુહી અને સલમાન ખાનનાં લગ્ન થાય. જુહી ચાવલાનાં પિતાની નજરમાં સલમાન ખાનની ઈમેજ સારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *