ભારતીય સેના સામાન્ય નાગરિકોને પણ સેનામાં ડ્યુટી કરવા માટેનો મોકો આપી શકે છે. સેના સામાન્ય ભારતીય નાગરિકો માટે ૩ વર્ષની “ટુર ઓફ ડ્યૂટિ” નાં રસ્તાઓ પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે, તો દેશના ઇતિહાસમાં એક મોટું ક્રાંતિકારી પગલું સાબિત થશે.
આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે, “એક પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત સામાન્ય નાગરિકોને પણ દેશની સેવા કરવા માટે ફોર્સ જોઈન કરીને ૩ વર્ષની “ટુર ઓફ ડ્યૂટિ” નો મોકો મળી શકે છે.” પ્રસ્તાવ વિશે વધુમાં તપાસ કરતાં આર્મીના પ્રવક્તાએ તેની પુષ્ટી કરી હતી.
ભારતીય સેના દેશની શ્રેષ્ઠ પ્રતિભાને પોતાનામાં સામેલ કરવા ઈચ્છે છે. આ પ્રસ્તાવથી સેનાને પોતાના ઉદ્દેશ્ય સફળ કરવામાં સરળતા રહેશે. હાલનાં સમયમાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા સેનાને જોઈન કરવા વાળાને ઓછામાં ઓછી ૧૦ વર્ષની નોકરી કરવાની હોય છે. સેનામાં તેનાથી ઓછો સમય ફરજ પર રહેવાની કોઈ જોગવાઈ નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે દળના ઉચ્ચ અધિકારીઓ શોર્ટ સર્વીસ કમીશનની જોગવાઈઓની સમીક્ષા કરી રહ્યા છે, જેથી યુવાઓને તેના માટે વધુ આકર્ષક બનાવી શકાય. ભારતીય સેનાને વર્ષોથી અધિકારીઓને અછત થઈ રહી છે અને એટલા માટે કમિશનમાં બદલાવનું કામકાજ ખૂબ જ જલ્દી કરવાનો ઇરાદો છે. શોર્ટ સર્વિસ કમિશનની શરૂઆત ઓછામાં ઓછી પાંચ વર્ષોને સર્વિસની સાથે થયો હતો પરંતુ તેને વધારે આકર્ષક બનાવવા માટે વધારીને ૧૦ વર્ષ કરી દેવામાં આવ્યા હતા.