ચાણક્ય નીતિ : સમય રહેતા કરી લો આ ૩ કામ કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ પણ મળે છે માન-સન્માન

Posted by

આચાર્ય ચાણક્ય પોતાના સમયના મહાન વિદ્વાન હતા. તેમણે પોતાની સુઝબુઝ અને અનુભવના આધાર પર ઘણી કામની વાતો જણાવી છે. તેમના દ્વારા લખાયેલી ચાણક્ય નીતિ આજનાં સમયમાં પણ ઘણી સચોટ બેસે છે. આચાર્ય ચાણક્ય પ્રમાણે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શાંતિથી વધીને કોઈ સુખ નથી હોતું. આ આધ્યાત્મિક શાંતિ મનુષ્યને પોતાના સારા કર્મોથી મળે છે. તેવામાં વ્યક્તિએ નિરોગી કાયા હો ત્યારે અમુક જરૂરી કામ કરી લેવા જોઈએ. એકવાર તમારા શરીરને કોઈ રોગ જકડી લે છે અથવા તો તમને મૃત્યુ ગળે લગાવી લે છે તો તમને આ વિશેષ કામ કરવાનો અવસર ફરી નથી મળતો.

સમાજનાં હિત માટે સારા કાર્યો

આચાર્ય ચાણક્ય પ્રમાણે વ્યક્તિએ જીવિત રહેતા જેટલા થઈ શકે લોક કલ્યાણનાં કામ કરી લેવા જોઈએ. જ્યારે પણ કોઈ પુણ્ય કરવાનો અવસર મળે તો તેને પોતાના હાથ માંથી જવા દેવો જોઈએ નહીં. જો એક વાર તમને કોઈ રોગ લાગી ગયો કે મૃત્યુ પ્રાપ્ત થઈ ગયું તો તમને પુણ્ય મેળવવાનો અવસર ફરીથી મળતો નથી. જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સારા કામ કરે છે, તો તેને સમાજમાં માન-સન્માન મળે છે. એટલું જ નહિ તેને પણ દિલથી સારો અનુભવ થાય છે. સારા કાર્ય કરવાવાળા લોકોને લોકો મૃત્યુ પછી પણ સન્માન આપે છે. લોકો તેમને દિલથી યાદ કરે છે.

આજનાં કામને કાલ પર ન ટાળવુ

આચાર્ય ચાણક્ય કહે છે કે પોતાના કોઈ કામને જેટલું જલ્દી થઈ શકે કરી દેવું જોઈએ. કાર્યને કાલ પર ટાળવું જોઇએ નહીં. આ કાર્ય સમય રહેતા જેટલું જલ્દી પુર્ણ થઈ જાય એટલું જ સારું હોય છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી તમારું શરીર તંદુરસ્ત છે, ત્યાં સુધી તમારા બધા જરૂરી કામ સમય પર પુર્ણ કરવા યોગ્ય રહે છે. એકવાર તમારા શરીરને કોઈ રોગ લાગી જાય તો શરીર કમજોર થઈ જાય છે. પછી તમે તે કાર્યને કરવાની સ્થિતિમાં નથી રહેતા. પછી તમને તે પસ્તાવો રહી જાય છે કે, કાશ મેં સમય રહેતા પહેલા આ કામ કરી લીધાં હોત તો આટલી મુશ્કેલી ન આવી હોત.

દાન-પુણ્ય કરતા રહો

આચાર્ય ચાણક્ય પ્રમાણે તો વ્યક્તિએ પોતાના જીવનમાં લોભ અને ખરાબ કાર્યોથી જેટલું થઈ શકે દુર રહેવું જોઈએ. જ્યારે તમારે તમારું બધું ધ્યાન દાન-પુણ્યની તરફ કેન્દ્રિત કરવું જોઇએ. મનમાં બીજા પ્રત્યે ખરાબ વિચાર લાવવાથી સારું છે કે તમે લોકોની ભલાઈ માટે દાન પુણ્ય કરો. ખાસ કરીને જ્યાં સુધી તમારું શરીર નિરોગી છે, ત્યાં સુધી જેટલું થઈ શકે દાન કરતા રહો.

પછી શરીરનાં રોગી કે નશ્વર થવા પર તમને આ અવસર મળશે નહીં. હંમેશા તમારા મનમાં સકારાત્મક વિચારો રાખો. દાન-પુણ્યથી આવા વિચાર આવવામાં મદદ મળે છે. તેનાથી ન માત્ર તમારી આત્મા શુદ્ધ થાય છે, પરંતુ તમારા કામમાં પણ પ્રદર્શન સુધરવા લાગે છે. સકારાત્મક વિચાર તમારી કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે.

એટલા માટે આચાર્ય ચાણક્યની વાત માનો અને સમય રહેતા આ ૩ કામ જરૂર કરી લો, અન્યથા પછી તમે પસ્તાવા સિવાય કંઈ કરી શકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *