કોરોના ની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે જો બાળકોમાં વાયરલ ફીવરની સાથે જો આવા લક્ષણો જોવા મળે તો જરા પણ બેદરકારી રાખવી નહીં

કોરોના સંક્રમણની ત્રીજી લહેર ની સંભાવના વચ્ચે વાયરલ ફીવર, ડાયરિયા અને ડેન્ગ્યુ નો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના રીપોર્ટ અનુસાર પાછલા ૭ દિવસોમાં ૧૦ બાળકો (૫ થી ૧૨ વર્ષની વચ્ચે) ડેન્ગ્યુથી પીડિત થયા છે. જેમાંથી પ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ૨ દિવસનો અવકાશ હોવાને લીધે મેડિકલ કોલેજ તરફથી સ્વાસ્થ્ય વિભાગને ડેન્ગ્યુનો રિપોર્ટ મળી રહેલ નથી. એઇમ્સ, આંબેડકર હોસ્પિટલ તથા જિલ્લા હોસ્પિટલ ઓપીડી માં વાયરલ ફીવર દર્દીઓની સંખ્યા ૨૫ થી ૩૦ ટકા વધી ગઈ છે.

જિલ્લા હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ વાયરલ ફિવરના દર્દીઓની ભીડ રહેલી છે. સરકારી હોસ્પિટલમાં પણ સાવચેતીના રૂપમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ની સાથે કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ બંનેના લક્ષણો એકસરખાં હોય છે. તેમાં પ્લેટલેટ્સ પણ ઝડપથી નીચે જાય છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે બદલતી ઋતુને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી રહી છે. રોગપ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી કમજોર હોવાથી બાળકોને શરદી, ખાંસી અને તાવ જકડી લે છે. નાના બાળકોમાં જો આવી બીમારી હોય તો તેને નજરઅંદાજ કરવાને બદલે તુરંત ડોક્ટરની પાસે લઈ જવા જોઈએ. કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકોના પ્રભાવિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

અત્યાર સુધીમાં ૩૭૨ મળી ચુક્યા છે ડેન્ગ્યુ નાં દર્દી

રાયપુરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ૩૭૨ દર્દી મળી ચુક્યા છે. જોકે આ આંકડો ૫૦૦ થી વધારે પણ હોઇ શકે છે. સરેરાશ દરરોજ ૭ ડેન્ગ્યુ દર્દીના રિપોર્ટ આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ માં ૧૦૦ તથા વર્ષ ૨૦૨૦માં ૧૧ ડેન્ગ્યુનાં દર્દ મળ્યા હતા. આ વર્ષે એપ્રિલ-મે માં એક પણ કેસ મળ્યો ન હતો, પરંતુ જુન શરૂ થતાની સાથે જ આ સિલસિલો શરૂ થઈ ગયો છે. જુલાઈમાં ૪૭ કેસ આવેલા હતા. વળી ઓગસ્ટમાં ૨૦૦થી વધારે દર્દી આવ્યા છે. સપ્ટેમ્બરનાં ૯ દિવસમાં ૫૫ કેસ મળી ચુક્યા છે.

ડિસ્ટ્રિક્ટ ચિલ્ડ્રન હોસ્પિટલનાં ઈન્ચાર્જ ડોક્ટર નિલય મોઝરકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓપીડીમાં શરદી, ખાંસી, તાવ અને ડાયરીયા થી પીડિત બાળકો વધારે આવી રહ્યા છે. બાળકોની સાથે આવનાર પરિવારજનો પાસે સંપુર્ણ હિસ્ટ્રી લેવામાં આવે છે. ડેન્ગ્યુ તથા મેલેરિયા ની તપાસ કરવામાં આવી રહી છે.

રાયપુર સીએમએચઓ ડૉ. મીરા બધેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલના ઓપીડી તથા આઈપીડી માં શરદી, ખાંસી અને તાવથી પીડિત દર્દીઓનાં કોરોના તથા ડેન્ગ્યુ ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપવામાં આવેલ છે. ડેન્ગ્યુ દર્દીઓ માટે આયુર્વેદિક પરિસરમાં ૧૦ વોર્ડ રિઝર્વ રાખવામાં આવેલ છે.

ડેન્ગ્યુ તથા વાયરલ સંક્રમણનાં લક્ષણો

  • વાઇરલમાં નાક વહેવું, ગળામાં દુખાવો, શરીરમાં હળવો દુખાવો, કમજોરી આવી શકે છે.
  • ડેન્ગ્યુમાં ૨૪થી ૪૮ કલાકની અંદર ખુબ જ વધારે તાવ, શરીરમાં ખુબ જ દુખાવો, ઘુંટણમાં દુખાવો તથા સમગ્ર શરીર પર ગુલાબી રંગનાં દાણા હોઈ શકે છે.
  • વાઈરલ તાવમાં શરીરનું તાપમાન ૧૦૧ ડિગ્રી ફેરનહાઇટ થી ૧૦૩ ડિગ્રી ફેરનહાઇટ સુધી પહોંચતું નથી.
  • ડેન્ગ્યુ થી પીડિત દર્દીનાં શરીરનું તાપમાન ૧૦૩ થી ૧૦૪ ડિગ્રી ફેરનહાઇટ સુધી પહોંચી શકે છે.