સામે આવ્યો કરીના કપુરનાં દિકરા જેહ ની પહેલી તસ્વીર, લોકોએ જોઈને કહ્યું – આ તો તૈમુર જેવો જ દેખાય છે

Posted by

અભિનેત્રી કરિના કપુર ખાને આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં એક દીકરાને જન્મ આપ્યો છે. જેનું નામ તેમણે જેહ રાખ્યું છે. હવે તેમના દીકરા જેહ ની પહેલી તસ્વીર સામે આવી છે. જે ઘણી વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરમાં કરીના જેહ સાથે છે. જે દેખાવમાં ઘણો ક્યુટ છે.

તેમનો બીજો દીકરો જેહ દેખાવમાં તૈમુર જેવો જ છે. કરીનાનાં દિકરા તૈમુર જેમ જ જેહ ની આંખોનો રંગ પણ ઘણો સુંદર છે. આ તસ્વીરને જોઈને અધિકતર લોકોએ કહી રહ્યા છે કે જેહ પોતાના મોટાભાઈ તૈમુર જેવો જ દેખાય છે. હકીકતમાં કરીનાનાં નાના દીકરા જેહ ની આ પહેલી તસ્વીર છે, જે સામે આવી છે. એટલા માટે તે ખુબ જ જલ્દી વાયરલ થઇ રહી છે.

કરીના અને જેહ ની આ તસ્વીર એક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ ફેન પેજ પર કુલ બે તસ્વીર શેર કરવામાં આવી છે. આ તસ્વીરને શેર કરતા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કરીના કપુર અને તેમના દીકરા જેહની તસ્વીર છે. ફોટાને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, અમને તેમની પુસ્તકમાં થોડી ન જોયેલી તસ્વીર પણ જોવા મળી. ઘણી એક્સાઇટેડ છું. પહેલી તસ્વીર તૈમુર અને બીજી જેહ ની છે. આ તસ્વીરને જોઈને બધા લોકો એવું કહી રહ્યા છે કે જેહ પોતાના મોટાભાઈ તૈમુર જેવો જ દેખાય છે.

મહત્વપુર્ણ છે કે કરીનાએ હાલમાં જ એક પુસ્તક લખ્યું છે. જેનું નામ “પ્રેગ્નન્સી બાઇબલ” છે. આ પુસ્તકમાં કરીનાએ પોતાના માં બનવાનો અનુભવ શેર કર્યો છે. આ પુસ્તકને ૯ જુલાઈએ લોન્ચ કરવામાં આવેલ છે. જ્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા કરીના તથા તેમના દિકરાની તસ્વીરને આ પુસ્તક માંથી જ લેવામાં આવ્યા છે.

તૈમુર ફેમસ સ્ટાર કિડ્સ છે

કરીનાનો મોટો દીકરો તૈમુર ખુબ જ ફેમસ સ્ટાર કિડ્સ છે. સોશિયલ મીડિયા પર તૈમુરની તસ્વીર હંમેશાં વાયરલ થતી રહે છે. જેના કારણે કરીનાએ પોતાના નાના દીકરાને મીડિયાથી એકદમ દુર જ રાખ્યો હતો. કરીનાએ પોતાના નાના દીકરાની એક પણ તસ્વીર શેર કરી ન હતી. જ્યારે હવે પુસ્તક દ્વારા તેમના નાના દીકરાની તસ્વીર સામે આવી છે.

ટાઇટલને કારણે કોન્ટ્રોવર્સી માં ઘેરાઈ

કરીના કપુર ખાન ની બુક “પ્રેગનેન્સી બાઇબલ” ટાઇટલ ને લઈને વિવાદોમાં ઘેરાઇ ગઇ હતી. બોલીવુડ એક્ટ્રેસ કરિના કપુર ઉપર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. એક્ટ્રેસ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મતલબ પુસ્તકનાં શિર્ષક પર બુધવારે ઈસાઈ ધર્મનાં સમુહનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પુસ્તકનાં નામ પર વાંધો દર્શાવતા બુધવારે મહારાષ્ટ્રના બીડ શહેરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમુહે તેમના પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

પોતાનું ત્રીજુ બાળક બતાવ્યું હતું

તમને જણાવી દઈએ કે કરીનાએ ૯ જુલાઈ એ આ પુસ્તકને લોન્ચ કર્યું હતું. આ પુસ્તકને કરીનાએ પોતાનું ત્રીજુ બાળક જણાવ્યું હતું. પુસ્તકના પ્રમોશનનાં સિલસિલામાં તેમણે સોશ્યલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી અને એક પોસ્ટમાં લખ્યું હતું કે, આ પુસ્તક તેનું  ત્રીજુ બાળક છે. અભિનેત્રીએ કહ્યું હતું કે આ પુસ્તકમાં તેમણે પોતાના બંને ગર્ભકાળ દરમિયાન અનુભવ કરેલા શારીરિક અને ભાવનાત્મક અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *