સમુદ્રમાં ડુબી ચુક્યા છે કૃષ્ણ નગરીના અવશેષો? સ્કુબા ડાઈવિંગથી થશે દર્શન

ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓમાં લાગી ગયા છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને એક અલગ જ અંદાજમાં ઉજવવા માટે શ્રદ્ધાળુઓ ઘણા ઉત્સુક છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી ઘણાં દ્વારો મળીને બનેલ હતી, જેના ત્રણ દ્વાર આજે પણ સમુદ્રના તળિયે લગભગ ૮૦ ફૂટ નીચે વિદ્યમાન છે.

ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી ના અવશેષોના જૂથની દર્શન કરવા માંગો છો તો તે શક્ય છે. ગુજરાતમાં સ્થિત દ્વારકામાં તમે સ્કુબા ડાઈવિંગ દ્વારા કૃષ્ણ નગરી ના દરેક અવશેષો ને જોઈ શકો છો. સ્કૂબા ડાઇવિંગ ટ્રેનર શાંતિભાઈ બામણીયા કહે છે કે લોકો પ્રાચીન દ્વારકા ના પાણીમાં ડૂબેલા અવશેષોને જોવા માટે ઘણા ઉત્સાહિત છે. પરંતુ તેના માટે તેમણે થોડી રાહ જોવી પડશે. તેમણે જણાવ્યું હતું કે આ બાબત પર શોધ ચાલી રહી છે અને બહુ જલદી તેને સામાન્ય લોકો માટે પણ ખોલી દેવામાં આવશે.

શાંતિભાઈ બાંભણિયા એ જણાવેલ હતું કે તેમને આશા છે કે આગળના પાંચ વર્ષની અંદર સમુદ્રમાં છુપાયેલા કૃષ્ણ નગરીના અવશેષો પર શોધ પુરી કરી લેવામાં આવશે. ત્યારબાદ સરકાર સ્કુબા ડાઈવિંગ દ્વારા તેના દર્શન માટેની પરવાનગી આપશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૬૦ થી ૮૦ ફૂટ નીચે જતા દિવ્ય દ્વારિકા નગરી ના અવશેષો ના દર્શન થાય છે. જોકે લોકો અહીંયા હજુ પણ સ્કુબા ડાઇવિંગની મજા માણી શકે છે. રંગબેરંગી માછલીઓ અને છોડની અનેક પ્રજાતિઓ જોઈ શકે છે. પરંતુ કૃષ્ણ નગરીના અવશેષો ના દર્શન કરવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.