સમુદ્ર મંથન દરમ્યાન પ્રાપ્ત થયો હતો કામધેનુ શંખ, તેની પુજા કરવાથી માં લક્ષ્મીની પ્રાપ્તિ

Posted by

સમુદ્ર મંથન દરમિયાન ૧૪ અનમોલ રત્નની પ્રાપ્તિ થઈ હતી અને આ ૧૪ રત્નો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી ઘણાંની પુજા પણ કરવામાં આવે છે. સમુદ્ર મંથન સાથે જોડાયેલી કથા અનુસાર ૧૪ રત્નો માં આઠમાં રત્નનાં રૂપમાં શંખનો જન્મ થયો હતો અને આ રીતે શંખની પ્રાપ્તિ થઈ હતી. પ્રાકૃતિક રૂપથી ઘણાં બધા શોખ હોય છે, પરંતુ તેમાં મુખ્ય શંખ વામાવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ તથા મધ્યવર્તી શંખ અને કામધેનુ શંખને માનવામાં આવે છે. શંખને સમુદ્રની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે.

ઘણા બધા ધાર્મિક સ્થળો પર શંખને વેચવામાં આવે છે, જ્યાંથી તમે તેને ખરીદી શકો છો. કામધેનું શંખ ખુબ જ દુર્લભ હોય છે અને તે સરળતાથી મળી શકતો નથી, જેના લીધે તે વધારે લોકોની પાસે હોતો નથી. કામધેનું શંખને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તે બે પ્રકારનો હોય છે.

બે પ્રકારનો હોય છે કામધેનુ શંખ

કામધેનુ શંખ બે પ્રકારના હોય છે, જેમાંથી એક ગૌમુખી શંખ અને બીજો કામધેનુ શંખ ના નામથી ઓળખવામાં આવે છે. આ શંખ કામધેનુ ગાયનાં મુખ જેવો હોય છે, તેના લીધે તેને ગૌમુખી કામધેનું શંખ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પુજા ઘરમાં શંખ રાખવો ખુબ જ લાભકારી હોય છે, એટલા માટે લોકો પોતાના પુજા ઘરમાં તેને જરૂર રાખે છે. ઘરમાં કામધેનુ રાખવાથી તથા તેની પુજા કરવાથી ઘણા બધા ફાયદા જોડાયેલા છે.

કામધેનુ શંખનાં ફાયદા

  • મંદિરમાં કામધેનું શોખ હોવાથી ઘરમાં સારી ઉર્જાનો વાસ થાય છે, એટલા માટે નકારાત્મક ઉર્જા હોવા પર તમારે આ શંખ જરૂર રાખવો જોઈએ. આ શંખ ઘરમાં હોવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે.
  • દરરોજ કામધેનું શંખની પુજા કરવાથી માં લક્ષ્મી સરળતાથી પ્રસન્ન થાય છે, એટલા માટે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ કામધેનું શંખનું પુજન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કામધેનું શંખ વિશે લખવામાં આવ્યું છે કે મહર્ષિ પુલત્સ્ય અને ઋષિ વશિષ્ઠ એ લક્ષ્મી પ્રાપ્તિ માટે આ શંખનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ત્યારથી તેની પુજા કરવામાં આવે છે.

  • ધનપ્રાપ્તિ સિવાય આ શંખની પુજા કરવાથી દરેક મનોકામના પુરી થાય છે. માન્યતા છે કે જે લોકો દરરોજ આ શંખની પુજા કરે છે, તેને તે બધી જ ચીજો પ્રાપ્ત થાય છે, જેની તેઓ મનોકામના કરે છે. જેના લીધે આ શંખને “કલ્પના પુરી” પણ કહેવામાં આવે છે.

આવી રીતે કરો કામધેનુ શંખની પુજા

  • પોતાના ઘરમાં ફક્ત તે કામધેનું શંખને રાખો જે એકદમ સાફ હોય. જો કામધેનુ શંખ ગંદો હોય અથવા તેની ઉપર કોઈ ડાઘ હોય તો તેની પુજા કરવી નહીં.
  • ક્યારે પણ તુટેલા કામધેનુ શંખ નો પ્રયોગ કરવો નહીં. આવું કરવાથી પુજાનું ફળ મળતું નથી.
  • શંખને દરરોજ સાફ કરો.

  • જે શંખની તમે પુજા કરો છો તેને વગાડવો નહીં.
  • શંખને હંમેશા ચોખ્ખા હાથથી સ્પર્શ કરવો.
  • પુજા પુર્ણ થયા બાદ શંખને તમારે લાલ કપડાથી ઢાંકીને રાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *