“સનમ બેવફા” ની ચાંદની ફિલ્મી પડદાથી દુર થઈને હવે કરે છે આ કામ, પહેલા કરતાં પણ વધારે સુંદર દેખાય છે

Posted by

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખાણ બનાવવી જેટલી મુશ્કેલ છે, તેનાથી પણ વધારે મુશ્કેલ છે ઓળખાણને લાંબા સમય સુધી જાળવી રાખવી. આપણા બોલીવુડમાં એવાં ઘણા કલાકાર રહ્યા છે, જેમણે એક સમયે ઘણી પોપ્યુલારિટી પ્રાપ્ત કરી હતી અને થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ આ કલાકાર પોતે જ એક્ટિંગની દુનિયા થી દુર થઈ ગયા. આજે તેઓ ગુમનામી ભર્યું જીવન વિતાવી રહ્યા છે. આજે અમે વાત કરવાના છીએ એવી જ એક એક્ટ્રેસ વિશે જેનું નામ છે ચાંદની. જે હવે બોલીવુડથી દુર થઈ ચુકી છે. હવે  તે ક્યાં છે શું કરે છે આવો જાણીએ.

બતાવી દઇએ કે એક્ટ્રેસ ચાંદનીએ આજથી ૩૦ વર્ષ પહેલા આવેલી સુપરહિટ ફિલ્મ “સનમ બેવફા” થી ફિલ્મી દુનિયામાં પગલાં રાખ્યા હતા. આ ફિલ્મમાં એક્ટ્રેસની અપોઝિટ બોલીવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન નજર આવ્યા હતા. આ ફિલ્મમાં બંનેની જોડી ઘણી વધારે સુપર હિટ થઈ હતી. આ ફિલ્મને કારણે સલમાન ખાન સાથે સાથે એક્ટ્રેસ ચાંદની પણ ઘણી વધારે પોપ્યુલર થઈ હતી. ચાંદનીએ પોતાની સુંદરતા અને એક્ટિંગથી દરેકને પોતાના દિવાના બનાવ્યા હતા.

વળી આ ફિલ્મ પછી સલમાન ખાન પોતાની ફિલ્મી કારકિર્દીમાં આગળ વધતા ગયા. આજે તે બોલીવુડનાં સૌથી મોટા સુપર સ્ટારનાં લિસ્ટમાં સામેલ થઇ ચુક્યા છે, તો એક્ટ્રેસ ચાંદનીનું ફિલ્મ કારકિર્દી વધારે લાંબું ચાલી શક્યું નહીં અને તે પોતાના સ્ટારડમને જાળવી રાખવામાં સફળ બની શકી નહીં. ફિલ્મ સનમ બેવફા થી પોતાના એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ચાંદની ફિલ્મ હિના, ઉમર ૫૫ કી દિલ બચપણ કા, જાન સે પ્યારા, 1942 અ લવ સ્ટોરી, જય કિશન, ઇકકે પે ઇકકા, આજા સનમ, મિસ્ટર આઝાદ, હાહાકાર જેવી ૧૦ ફિલ્મોમાં કામ કર્યું હતું અને થોડા સમય પછી જ બોલીવુડ ન દુનિયા થી સંન્યાસ લઇ લીધો.

જણાવી દઇએ કે એક્ટ્રેસ ચાંદીનું અસલી નામ નવોદિત  શર્મા છે. પરંતુ જ્યારે તે ફિલ્મ સનમ બેવફામાં ચાંદીનો કિરદાર નિભાવ્યો ત્યારથી તે પોતાનું નામ નવોદિત શર્માથી બદલીને ચાંદની જ રાખી લીધું. આજે દુનિયા તેને એજ નામથી ઓળખે છે. તેનાથી ખબર પડે છે કે ચાંદનીને ફિલ્મોથી એટલો લગાવ હતો. તમને બતાવી દઈએ કે ચાંદનીએ તો પોતાની બંને દીકરીઓનું નામ પણ બોલીવુડની જાણીતી એક્ટ્રેસનાં નામ રાખ્યું છે. એમની એક દીકરીનું નામ કરિશ્મા છે તો બીજું નામ કરીના છે.

જણાવી દઇએ કે એક્ટ્રેસ ચાંદનીએ વર્ષ ૧૯૯૪માં સતીષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ચાંદની પોતાના પતિ સાથે અમેરિકાનાં ઓરનાલ્ડો માં શિફ્ટ થઈ ગઈ અને આજે ચાંદની બે દિકરીની માં પણ છે. તે પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશીથી પોતાની લાઇફ એન્જોય કરી રહી છે.

હવે ચાંદની બોલીવુડની આ ઝાકઝમાળ ભરેલા જીવનથી ઘણી દુર થઈ ચુકી છે. તે હવે એક ડાન્સ ટીચર બની ચુકી છે અને પોતાનું ડાન્સ ક્લાસ ચલાવે છે અને બાળકોને ડાન્સ શીખવાડે છે.

જ્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચાંદીનીની એક લેટેસ્ટ ફોટો ઘણી વાયરલ થઇ રહી છે. આ ફોટામાં ચાંદની ઘણી સુંદર નજર આવી રહી છે. ચાંદનીએ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ સાથે જ એમણે કેપ્શન લખ્યુ છે, “ઈમાનદારી સાથે બતાવું તો હજુ કોઈ સારો કેપ્શન વિચારી શકતી નથી. “ત્યારે ફેન્સ ચાંદનીનાં આ  લેટેસ્ટ ફોટોને ઘણી પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *