બોલીવુડની અમુક ફિલ્મો ખૂબ જ સુપરહિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મોએ દર્શકોના દિમાગ પર ખૂબ જ ઊંડી યાદો છોડી ગઈ છે, જેના કારણે લોકો આજે પણ આ ફિલ્મોને અને તેની સ્ટાર કાસ્ટને તથા તેના ડાયલોગને યાદ રાખે છે. આ કડીમાં આજથી ૩૦ વર્ષ પહેલાં વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ સનમ બેવફા પણ શામેલ છે. આ ફિલ્મમાં સલમાન ખાનને જેટલો પ્રેમ મળ્યો હતો, એટલો જ પ્રેમ એક્ટ્રેસ ચાંદનીને પણ દર્શકોએ આપ્યો હતો. સલમાન ખાન તે દિવસોમાં ફિલ્મોમાં નવા-નવા આવ્યા હતા. તેવામાં તેમનો ચાર્મિંગ લુક લોકોને ખૂબ જ પસંદ આવતો હતો. વળી ચાંદનીએ પણ પોતાની સુંદરતાથી બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.
જણાવવામાં આવે છે કે આ ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે ચાંદની ઓડિશન આપ્યું હતું અને હજારો યુવતીઓની વચ્ચે તેની પસંદગી કરવામાં આવી હતી. હકીકતમાં જ્યારે સનમ બે વફા ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝિટ એક્ટ્રેસની વાત આવી તો તેના માટે ફિલ્મ નિર્માતાઓએ એડવર્ટાઈઝમેન્ટ આપેલી હતી. ચાંદની તે દિવસોમાં કોલેજમાં હતી અને જ્યારે તેને આ બાબતમાં જાણવા મળ્યું તો ચાંદનીએ પણ તેનું ફોર્મ ભરેલું હતું.
તમને જણાવી દઈએ કે તે દિવસોમાં ફક્ત ચાંદની નહીં, પરંતુ દેશભરની યુવતીઓ સલમાન ખાનની દિવાની હતી. દરેક યુવતી સલમાન ખાનને મળવા માંગતી હતી અને તેની સાથે કામ કરવા માંગતી હતી. તેવામાં ચાંદની પણ સલમાન ખાનની દિવાની હતી અને તેણે આ ખાસ અવસરને પોતાના હાથમાંથી જવા દીધો નહીં. જેથી ચાંદનીને સનમ બે વફા માટે પસંદગી કરવામાં આવેલ અને તેને સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાનો અવસર મળ્યો.
હવે કરે છે આ કામ
ફિલ્મ સનમ બેવફા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને આ ફિલ્મી કમાણીની બાબતમાં ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા. જોકે ચાંદનીએ ત્યાર બાદ અમુક ફિલ્મોમાં કામ કર્યું અને હંમેશા માટે બોલિવૂડથી દૂર થઈ ગઈ. વર્ષ ૧૯૯૪માં તેણે સતીષ શર્મા સાથે લગ્ન કરી લીધા અને તે હંમેશા માટે ફ્લોરિડામાં જઈને રહેવા લાગી.
ચાંદની હવે પોતાની એક્ટિંગ લાઈન અને બોલિવૂડથી હંમેશા માટે દૂર કરી ચૂકી હતી અને હવે તે ફ્લોરિડાનાં ઓરલેન્ડોમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. સાથોસાથ તેના પતિ સતિષ શર્મા બિઝનેસની દુનિયામાં એક મોટું નામ છે.
આ બોલિવૂડ એક્ટ્રેસનાં નામ પર રાખેલ છે પોતાની દીકરીઓનું નામ
જણાવી દઈએ કે ચાંદનીની બે દીકરીઓ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે પોતાની બન્ને દીકરીઓનાં નામ બોલિવૂડની મશહૂર અભિનેત્રીઓ કરીના અને કરિશ્માનાં નામ પર રાખેલા છે. જી હાં, ચાંદની ની દીકરીઓનાં નામ કરીના અને કરિશ્મા છે.
ફિલ્મ સનમ બેવફા કી ચાંદની દર્શકોની વચ્ચે ખૂબ જ મશહૂર થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને સુંદરતા જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા હતા કે ચાંદની બોલિવૂડમાં લાંબો સમય સુધી રાજ કરશે.
જો કે એવું કંઈ બની શક્યું નહીં અને સનમ બેવફા બાદ તેણે અમુક ફિલ્મોમાં કામ કર્યું. જેમકે હિના, ઉંમર ૫૫ કી દિલ બચપન કા, જાન સે પ્યારા, ૧૯૪૨ અ લવ સ્ટોરી, જય કિશન, ઇકકે પે ઈકકા, આજ સનમ, મિસ્ટર આઝાદ અને હાહાકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું. ચાંદની ની પહેલી ફિલ્મ સનમ બેવફા હતી અને તેની છેલ્લી ફિલ્મ હાહાકાર હતી, જે ૧૯૯૬માં રીલિઝ થઇ હતી.