સંજય દત્ત અને માન્યતા દત્ત મુંબઈનાં પાલી હિલ વિસ્તારમાં રહે છે આ મહેલ જેવા ઘરમાં, જુઓ ઘરની અંદરની તસ્વીરો

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સંજય દત્ત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે અને આજે સંજય દત્તની ગણતરી બોલીવુડનાં સુપરસ્ટારનાં લિસ્ટમાં કરવામાં આવે છે. જ્યારે સંજય દત્ત પોતાના પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ખુબ જ વધારે ચર્ચામાં બની રહે છે અને હાલનાં દિવસોમાં સંજય દત્ત પોતાના પરિવાર સાથે ખુબ જ આનંદથી પોતાનું આલીશાન જીવન વિતાવી રહ્યા છે. વળી સંજય દત્ત અને માન્યતા દત્તની જોડી બોલીવુડની સૌથી પોપ્યુલર જોડીમાંથી એક માનવામાં આવે છે. આ કપલ હંમેશાં પોતાના આનંદમય જીવનની તસ્વીરો ફેન સાથે શેર કરતા રહે છે, જેને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરે છે.

સંજય દત્તની પત્ની માન્યતા સોશલ મીડિયા પણ ખુબ જ એક્ટિવ રહે છે. વળી માન્યતા પોતાના પતિ અને પરિવારનું પણ સારી રીતે ધ્યાન રાખે છે. તેમાં કોઈ શંકા નથી કે માન્યતા એક સારી હોમ મેકર છે.

જણાવી દઇએ કે માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે અને સંજય દત્તે વર્ષ ૨૦૦૮માં માન્યતા સાથે હિન્દુ રીતરિવાજ સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ બ બાળકોના માતા-પિતા પણ બની ચુક્યા છે. જેનું નામ શાહરાન અને ઈકરા છે. હંમેશા સંજય દત્ત પોતાના પરિવાર સાથે પોતાની સુંદર ફોટો ફેન સાથે શેર કરતા રહે છે.

સંજય દત્ત પોતાના પરિવાર સાથે મુંબઈના પાલી હિલ એરિયા સ્થિત એક ખુબ જ શાનદાર અને આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે. તેમના બિલ્ડીંગનું નામ ઇમ્પેરિયલ હાઇટ્સ છે અને આ બિલ્ડિંગમાં સૌથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર સંજય દત્તનો આખો પરિવાર રહે છે.

સંજય દત્ત અને માન્યતાનું ઘર બાહર થી જેટલું ભવ્ય નજર આવે છે અંદરથી એટલું સુંદર અને આલીશાન છે અને તેમના ઘરના ફર્સ્ટ ફ્લોર પર ખુબ જ શાનદાર લિવિંગ એરિયા અને ડાઇનિંગ સ્પેસ બનાવવામાં આવ્યું છે. જ્યારે સેકન્ડ ફ્લોર પર બેડરૂમ છે અને દાદર પણ ઘણા સુંદરતાથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે તેમના ઘરના લિવિંગ રૂમને ઘણો ભવ્ય લુક આપે છે.

સંજય દત્તની પત્ની માન્યતા તે પોતાના ઘરના દરેક ખુણાને ખુબ જ સુંદરતાથી સજાવ્યો છે અને હંમેશા જ માન્યતા દત્ત પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, જેમાં તેમના ઘરની સુંદર ઝલક પણ જોવા મળે છે. જણાવી દઈએ કે સંજય દત્તનાં ઘરની એક દિવાલ પર તેમના મમ્મી પપ્પાને ખુબ જ શાનદાર પેઇન્ટિંગ લાગેલી છે.

તેમના ઘરનો લિવિંગ એરિયા પણ ખુબ જ આલિશાન અને સુંદર છે. તેમના ઘરમાં લાગેલી પેઇન્ટિંગ તેમના ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. સંજય દત્તનાં ઘરમાં બ્લેક કલરનાં સોફા રાખ્યા છે. જે તેમના ઘરને ઘણો રોયલ લુક આપે છે.

તેમના ઘરનો ડાઇનિંગ એરિયા પણ ઘણો મોટો અને સુંદર છે. આ સાથે સંજય દત્તનાં ઘરમાં સફેદ પથ્થરની બનેલી ભગવાન બુદ્ધની એક ભવ્ય મૂર્તિ પણ લાગી છે. જે તેમના ઘરને સુંદર લુક આપે છે.

જણાવી દઇએ કે સંજય દત્તનો લિવિંગ રૂમ ઘણો મોટો અને આલીશાન છે. જ્યાં એક સાથે ૫૦ લોકોને બેસવાની વ્યવસ્થા છે અને અહીં પર સંજય દત્ત ઘરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે.

સંજય દત્તનાં ઘરની ફલોરિંગ વાઈટ માર્બલથી કરવામાં આવી છે. જે તેમના ઘરની સુંદરતાને ઘણી વધારે છે અને ઘરની લાઈટીંગ પણ ઘણી શાનદાર રીતે કરવામાં આવી છે. તેમના ઘરનાં ડ્રોઇંગ રુમમાં સંજય દત્ત અને માન્યતા દત્તની એક ફોટો લાગી છે. જેની સાથે જ એક ગિટાર પણ રાખ્યું છે, જે તેમના સંગીત પ્રેમને દર્શાવે છે.

સંજય દત્ત પોતાના ઘરના દરેક ખુણામાં પોતાના પરિવારની ફોટો લગાવે છે. વળી સંજય દત્તનાં માતા-પિતા હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમણે તેમની યાદોને પોતાના ઘરના દરેક ખુણામાં સજાવીને રાખી છે. પોતાના ઘરમાં ઘણી જગ્યા પર સંજય દત્તે પોતાની માં નરગીસ અને પિતા સુનીલ દત્તની તસ્વીર લગાવી છે.

જણાવી દઇએ કે સંજય દત્ત અને માન્યતા ઈશ્વરમાં ઘણી વધારે આસ્થા રાખે છે. તેમણે પોતાના ઘરના મંદિરને પણ સુંદર અને ભવ્ય બનાવ્યું છે. સંજય દત્ત દરેક તહેવાર પોતાના પરિવાર સાથે મળીને ધુમધામથી સેલિબ્રેટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *