સંજય દત્તની દિકરી ત્રિશાલા દત્તનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, સોશિયલ મીડિયા પર તસ્વીરો છવાયેલી છે

Posted by

બોલીવુડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશલા દત્ત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે હજુ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલાં નથી રાખ્યા. પરંતુ તે સારી રીતે જાણે છે કે કેવી રીતે ચર્ચામાં રહેવું. ત્રિશલા જ્યારે પણ પોતાની કોઈ પોસ્ટ શેર કરે છે, તો તેની ગ્લેમરસ તસ્વીરોને જોઈ લોકો ઊંડી શ્વાસ ભરવા લાગે છે. હંમેશા તે ફેન્સ માટે પોતાની ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. ત્રિશલાએ હાલમાં જ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે.

ત્રિશલા દત્તનો ગ્લેમરસ અંદાજ

ત્રિશલા દત્તએ પોતાના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વળી ત્રિશલાનું  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ એકાઉન્ટ છે. છતાં તેના ઘણા બધા ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર ત્રિશલાએ જે પોસ્ટ કરી છે. તેમાં તે બિ-કિની પહેરીને નજર આવી રહી છે. બ્લેક કલરની બિ-કિની પહેરીને ત્રિશલા પથ્થરો પર બેસીને જોરદાર પોઝ આપી રહી છે. તેમની પાછળ સમુદ્ર દેખાઈ રહ્યો છે. ત્રિશલાનાં ફોટોમાં વ્યુ દેખાવમાં ઘણો સુંદર લાગી રહ્યો છે.

ત્રિશલા દત્તનો લુક

થોડા સમય પહેલા ત્રિશલાએ પોતાના વેકેશનની ગ્લેમરસ ફોટો પણ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં બિ-કિની પહેરીને ત્રિશલાનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. ફોટોમાં ત્રિશલા કેમેરાની તરફ પીઠ કરીને પોઝ આપતી દેખાઈ રહી હતી. ફોટો જોઇને એવું લાગી રહ્યું છે કે જેમ કે ત્રિશલા જંગલની સફરે નીકળી છે.

માતાનાં નિધન પછી અમેરિકામાં છે

ત્રિશલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્મા ની દીકરી છે. હકીકતમાં ૧૯૮૭માં રિચા શર્મા સાથે સંજય દત્તે લગ્ન કર્યા હતા. જેના થોડા સમય પછી જ તે બ્રેઇન ટ્યુમર ગ્રસ્ત થઇ હતી. રિચાએ ૧૯૮૮માં ત્રિશલાને જન્મ આપ્યો હતો. જેના ૮ વર્ષ પછી રિચા શર્માનું નિધન થઈ ગયું હતું. માતાનાં નિધન પછી જ ત્રિશલા અમેરિકામાં રહેવા લાગી. જ્યાં તેમણે અભ્યાસ પુરો કર્યો. ત્રિશલા એક સાયકોથેરાપિસ્ટ છે.

માન્યતા દત્ત સાથે ત્રિશલાનાં સારા સંબંધ છે

સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા છે. માન્યતા સંજયની ત્રીજી પત્ની છે. જણાવવામાં આવે છે કે ત્રિશલા સાથે માન્યતાનાં સંબંધો ઘણા સારા છે. બંને વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે. જ્યારે માન્યતા સાથે સંજય દત્તનો એક દીકરો અને એક દીકરી છે. ભલે હજુ સુધી કોઇ અંદાજ નથી કે ત્રિશલા બોલીવુડમાં આવશે કે નહીં. પરંતુ તેમના પિતા સંજય દત્ત આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જલ્દી જ સંજુબાબા ફિલ્મ “ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” માં નજર આવવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *