સંસદ ભવનમાં શા માટે ઉલ્ટા પંખા લગાવવામાં આવેલા છે, જાણો શું છે તેનું કારણ

Posted by

પંખાનો ઉપયોગ આપણે પોતાના ઘર સ્કૂલ-કોલેજ અથવા ઓફિસમાં કરતા હોઈએ છીએ. કારણ કે તે આપણને ગરમીથી બચાવે છે. જે જગ્યાએ આપણે બેસીને પોતાનું કામ કરીએ છીએ ત્યારે ઠંડક જળવાઈ રહે છે. પંખા નો ઉપયોગ સદીઓ થી ચાલતો આવ્યો છે, જે આજે પણ મોટાભાગના ઘરમાં ઉપયોગી છે. જોકે આજકાલ કુલર અને એરકન્ડીશન હોવાને કારણે તેનો ઉપયોગ ઓછો થતો જઈ રહ્યો છે. પરંતુ મિડલ ક્લાસ ફેમિલીમાં પંખો આજે પણ શાન લગાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સામાન્ય જગ્યાઓની જેમ ભારતીય સંસદમાં પણ સીલીંગ ફેન નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા અજીબ વાત એ છે કે આ પંખા સાધારણ રીતે લગાવવામાં આવેલ હોતા નથી. સંસદ ભવનમાં શા માટે ઉલ્ટા પંખા લગાવવામાં આવે છે, તેની પાછળનું રહસ્ય થોડું ખાસ અને દિલચસ્પ છે. જેની જાણ દરેક ભારતીયને જરૂરથી હોવી જોઈએ.

સંસદ ભવનમાં શા માટે ઉલ્ટા પંખા હોય છે

જો તમે ભારતીય સંસદનો કોઈ વિડીયો અથવા ન્યુઝ ચેનલ પર દેખાડવામાં આવેલ સંસદને ધ્યાનથી જોઈ હશે, તો તમે એક વાત પર જરૂરથી ધ્યાન આપ્યું હશે. અહિયાં પર પંખા સંસદ ની છત અથવા સીલીંગ પર નહીં, પરંતુ અમુક થાંભલા પર ઉલ્ટા લગાવવામાં આવેલ હોય છે. તેની પાછળનું કારણ શું હશે? હવે તમે આ વાત પર ધ્યાન આપ્યું હશે તો વિચાર તો જરૂર કરશો, પરંતુ શું તમે જાણવાની કોશિશ કરી છે? જો નહીં તો આજે અમે તમને જણાવીશું તેની સાથે જોડાયેલ એક ઊંડો રહસ્ય જે ખૂબ જ વધારે દિલચસ્પ છે.

ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં મોટા મોટા પંખા ઉલ્ટા લગાવવામાં આવેલ હોય છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે સંસદ બનાવવામાં આવી તો તેના ગુંબજ ખૂબ જ ઊંચા બનાવવામાં આવ્યા હતા અને સેન્ટ્રલ હોલનાં ગુંબજ સમગ્ર સંસદના મેન પોઇન્ટ છે. તે સમયે જ્યારે પંખા લગાવવાનો સમય આવ્યો હતો છત ખૂબ જ ઊંચી હોવાને કારણે સીલીંગ ફેન લગાવવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા હતા અને પછી દંડા દ્વારા પંખા લગાવવાની વાત થઇ પરંતુ તેવું બની શક્યું નહીં. ખૂબ જ લાંબા દંડા લગાવવા પણ કોઈને યોગ્ય લાગ્યા નહીં. એટલા માટે પછી સેન્ટ્રલ હોલમાં છત ની ઊંચાઈ ને ધ્યાનમાં રાખીને અલગથી થાંભલા લગાવવામાં આવ્યા અને તેમના પર ઉલ્ટા પંખા લગાવવામાં આવ્યા. આવું કરવાથી સંસદના ખૂણે ખૂણામાં હવા ફેલાઇ જાય છે અને ત્યાં બેસેલા લોકોને રાહત મળે છે.

જોકે બાદમાં ત્યાં એસી લગાવવાની વાત થઈ. પરંતુ ભારતીય સંસદમાં ઉલ્ટા પંખાને ઐતિહાસીક રૂપથી લગાવી રાખવાની ઘોષણા કરવામાં આવી. આ ઐતિહાસિકતાને જાળવી રાખવા માટે સંસદમાં પંખાને ઉલ્ટા રાખવાની વાતને આજે પણ માનવામાં આવે છે જે ભારતની સંસદમાં સૌથી ખાસ અને અલગ બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *