જોક્સ-૧
છગન અને મગણ હોસ્ટેલની કેન્ટીનમાં બેઠા હતા.
મગન : હું આ રોટલી નહિ ખાઉં.
છગન : કેમ?
મગન : આ રોટલી પરથી ઉંદર પસાર થયું છે.
છગન : તો શું થયું? ઉંદરે ચપ્પલ થોડી પહેરી હતી.
જોક્સ-૨
મોનુ : ડોક્ટર સાહેબ તમે મને તપસ્યા વગર મારી બીમારીનું નિદાન કરી શકશો?
ડોક્ટર : હા, તમારી આંખો ખુબ નબળી છે.
મોનુ : તને આટલી જલ્દી કેવી રીતે ખબર પડી?
ડોક્ટર : તમને બહારના બોર્ડ વંચાયું નહિ કે હું પ્રાણીઓનો ડોક્ટર છું.
જોક્સ-૩
છગનની પત્ની : જરા રસોડામાંથી મીઠું લેતા આવો.
છગન : અહીં મીઠું નથી.
છગનની પત્ની : તમે ખરેખર આંધળા છો, કામચોર છો.
એક કામ સારી રીતે નથી કરી શકતા, બસ બહાના કાઢતા રહો છો.
અરે જીવનમાં કંઈક તો કરો. મને ખબર હતી કે તમને નહિ મળે, તેથી હું તે પહેલેથી જ લઇ આવી હતી.
જોક્સ-૪
જીમી : પહેલા શું આવ્યું…. ઇંડા કે મરઘી?
જોની : પહેલા મગની દાળ આવી, પછી ઈંડું અને પછી મરઘી આવી, પછી 1 બિ-યર અને પાણીની બોટલ આવી,
અને બિલ છેલ્લે આવ્યું.
જોક્સ-૫
પત્નીને મારવા બદલ એક પતિને મેજિસ્ટ્રેટે ૧૧૦ રૂપિયાના દંડની સજા કરી.
પતિ બોલ્યો : નામદાર, ૧૦૦ રૂપિયા દંડ તો સમજ્યો, પણ ૧૦ રૂપિયા વધારે શા માટે?
મેજિસ્ટ્રેટે કહ્યું : એ મનોરંજન કર છે.
જોક્સ-૬
પતિ (પત્નીને) : તું જ્યારે ને ત્યારે કશી કામમાં ન આવે એવી ચીજ ખરીદી લાવે છે.
પત્ની : આવું જુઠું ન બોલો, આજ સુધી મેં એવી એક પણ ચીજ ખરીદી નથી!
પતિ : ૧૦ વરસ પહેલા તું આગ ઓલવવાનું એક યંત્ર લાવી હતી, જે આજસુધી બેકાર પડી રહ્યું છે,
એનો કશો જ ઉપયોગ થઈ શકયો નથી.
જોક્સ-૭
એક તાજા પરણેલાં યુવકયુવતી એક રેલવે ડબામાં મુસાફરી કરી રહ્યાં હતાં.
યુવતીએ કહ્યું : જુઓ, આપણે કંઈક એવું કરી બતાવવું જોઈએ કે, જેથી લોકો માને કે આપણાં લગ્ન ઘણા સમયથી થયાં છે.
પતિએ કહ્યું : હા, તારી વાત સાચી છે. સ્ટેશન આવે એટલે બેગ તારે ઉપાડી લેવી.
જોક્સ-૮
મારે મારી માં અને પત્નીને ક્યારેય વિશ્વાસ અપાવવાની જરૂર નથી પડતી.
કારણ કે મારી માં ક્યારેય મારા પર શંકા કરતી નથી,
અને મારી પત્ની ક્યારેય મારા પર વિશ્વાસ કરતી નથી.
આજનું જ્ઞાન અહીં સમાપ્ત થાય છે.
જોક્સ-૯
દર્દી : ડોક્ટર સાહેબ, હું ઘરે જવા માટે સીડી ચઢું છું, તો રોજેરોજ મારો શ્વાસ ફુલવા લાગે છે.
ડોક્ટર : હું કેટલીક દવાઓ આપું છું એ લેજો, સમયસર ભોજન કરજો અને દરરોજ કસરત કરજો.
દર્દી : ડોક્ટર સાહેબ, હું રોજ ફુટબોલ અને ક્રિકેટ રમું છું.
ડોક્ટર : તો આ સમસ્યા ન થવી જોઈએ. તમે ક્યારે અને કેટલો સમય રમો છો?
દર્દી : જ્યાં સુધી ફોનની બેટરી લો ન થઇ જાય ત્યાં સુધી.
જોક્સ-૧૦
પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધ થયો કે નહી?
મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કે તરત જ બંધ થઈ ગયો.
પ્રકાશ : અરે વાહ, એવી તે કઈ દવા આપી હતી?
મેહુલ : દવા-બવા કંઈ જ નહી, બસ, ડોક્ટરે જણાવ્યુ કે આ વૃધ્ધાવસ્થાની નિશાની છે.
બસ ત્યારપછી તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.
જોક્સ-૧૧
ભારે વરસાદ અને તોફાન હતું. પતિ અને પત્ની સુઈ ગયાં હતાં.
પણ મકાન જુનું હોવાથી ઘરની એક દીવાલમાંથી માટી ઈંટો પડવા લાગ્યાં.
પત્ની જાગી ગઈ અને તેઓ જે ઓરડામાં સુતાં હતાં એની ભીંતો પણ બેસી જવાનો તેને ભય લાગ્યો.
એણે ઊંઘતા પતિને કહ્યું : અરે, જાગો તો, આ મકાન પડી જાય એવો ભય મને લાગા રહ્યો છે.
પતિએ પડખું ફેરવીને કહ્યું : આપણે શા માટે મકાન પડી જવાની ચિંતા કરવી?
મકાન કયાં આપણા બાપનું છે. આપણે તો ભાડુઆત છીએ.
જોક્સ-૧૨
પ્રેમિકા પોતાના પતિના ગળામાં હાથ નાખીને કહી રહી હતી :
વહાલા, મમ્મી લગ્ન માટે તૈયાર નથી. એ જો તૈયાર થાય તો ચપટી વગાડતાંમાં જ લગ્ન થઈ જાય.
પ્રેમી : પણ હું તારી મમ્મી જોડે લગ્ન કરવા કયાં ઈચ્છું છું!
જોક્સ-૧૩
રડતી વહુને સાંત્વના આપતાં સાસુએ કહ્યું.
સાસુ : વહુ શું થયું, કેમ રડે છે?
વહુ મોટેથી રડવા લાગી.
સાસુ : અરે હવે ચુપ થઇ જા.
વહુ : આડોસ-પડોસનાં લોકો મને ભેંસ જેવી જાડી અને ઓછી બુદ્ધિવાળી કહે છે,
શું હું ભેંસ જેવી દેખાઉં છું?
સાસુ : ના દીકરી.
વહુ : અને તેઓ એવું પણ કહે છે કે હું બિલકુલ મારી સાસુ જેવી દેખાઉં છું.
સાસુ બેભાન થઇ ગઈ.
જોક્સ-૧૪
રમેશે નવા નંબર પરથી પોતાની પાડોશી ટીનાને મેસેજ કર્યો.
રમેશ : Hi
ટીના : How are you?
રમેશ : I am fine, Thank you. And You?
ટીના : હું પુછું છું કે – How are you?
રમેશ : મેં જવાબ તો આપ્યો – I am fine.
ટીના : એક તો તને અંગ્રેજી નથી આવડતું અને ઉપરથી Hi વાળા મેસેજ મોકલે છે.
રમેશ : તું શું કહેવા માંગે છે?
ટીના : અરે હું પુછું છું કે How are you? એટલે કે તું કોણ છે?
રમેશ : માફ કરજે મારી બહેન, મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજે. આજ પછી ક્યારેય મેસેજ નહીં કરું.
જોક્સ-૧૫
સંતા ગોવા ગયો અને ૧૦ દિવસ સુધી પત્નીનો ફોન રિસીવ કર્યો નહીં.
પત્નીએ મોબાઈલ ઉપરથી મેસેજ મોકલ્યો :
જે ચીજ વસ્તુ તમે પૈસા આપીને ખરીદી રહ્યા છો, હું તેને અહિયાં દાન પણ કરી શકું છુ.
સંતા એજ દિવસે ઘર પાછો આવી ગયો.