સપનામાં ભગવાનનાં દર્શન થવાથી શું થાય છે, ભગવાન આપે છે આ ખાસ સંકેત

Posted by

ઘણી વખત આપણને રાત્રે સુતા સમયે સપનામાં ઘણી બધી ચીજો જોવા મળે છે. તે સમયે આપણે એક અલગ દુનિયામાં હોઈએ છીએ. મોટાભાગે આપણને સપનામાં એ ચીજો દેખાતી હોય છે, જેને આપણે અસલ જીવનમાં જોયેલ હોય અથવા તો જેના વિશે આપણે કલ્પના કરેલી હોય. એવી જ રીતે ઘણી વખત સપનામાં મંદિર અથવા ભગવાનના દર્શન થતા હોય છે. હકીકતમાં હિન્દુ ધર્મમાં ભગવાનને સાકાર રૂપમાં પુજવામાં આવે છે અને આપણા બધા લોકોના મનમાં દેવી-દેવતાઓની એક છબી વસેલી હોય છે. સપનામાં પણ આપણને એજ છબી જોવા મળે છે. સ્વપ્નશાસ્ત્રમાં સપનાનો અલગ અર્થ જણાવવામાં આવેલ છે. જો તમને સપનામાં કોઈ દેવી દેવતા જોવા મળે છે, તો તેનો પણ અલગ અલગ મતલબ હોય છે.

Advertisement

સપનામાં ભગવાન દેખાવાના ઘણા બધા કારણ હોય છે. જેમાંથી એક કારણ છે કે તમારી ભગવાન પ્રત્યેની આસ્થા. સપનામાં ભગવાન દેખાવાનું વધુ એક કારણ એવું પણ હોઈ શકે છે કે કદાચ તમે કોઈ માનતા માનેલી હોય જેને તમે પુર્ણ કરવાનું ભુલી ગયા હોય. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેવામાં ભગવાન સપનામાં આવીને તમને પોતાની ભુલ સુધારવાના સંકેત આપે છે. તેની સાથે જ સપનામાં ભગવાનના દર્શન થવા ભવિષ્યમાં અમુક શુભ ચીજો થવાનો પણ સંકેત હોય છે. તો ચાલો તમને જણાવીએ કે ભગવાનનો સપનામાં આવવાનો મતલબ શું હોય છે.

સપનામાં જો માં દુર્ગાના દર્શન થાય તો શુભ માનવામાં આવે છે. આ તે વાતનો સંકેત છે કે તમારા જીવનના બધા જ કષ્ટ દુર થવાના છે. પરંતુ તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે માં દુર્ગા તમને કઈ મુદ્રામાં દર્શન આપી રહેલ છે. જો માં દુર્ગા લાલ વસ્ત્રમાં પ્રસન્ન મુદ્રામાં દર્શન આપે છે, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાં શુભ પરિવર્તન થવાનું છે. વળી જો માં દુર્ગા સપનામાં સિંહ ઉપર સવારી કરીને આવે છે તો તેનો અર્થ હોય છે કે ખુબ જ જલ્દી તમારા જીવનની સમસ્યાઓનો અંત થવાનો છે. વળી જો માં દુર્ગાના સિંહ ને ક્રોધિત મુદ્રામાં અને ગર્જના કરતા જોવામાં આવે તો તે આવનારી સમસ્યાઓનો સંકેત છે. એટલા માટે તમારે પહેલાથી જ સાવધાન થઈ જવું જોઈએ.

સપનામાં ભગવાન વિષ્ણુ જોવા ખુબ જ શુભ માનવામાં આવે છે. આવા સપના તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાના સંકેત આપે છે. વળી સપનામાં બ્રહ્માજીને જોવા જીવનમાં આગળ વધવાનો સંકેત છે, એટલે કે તમને પોતાના કાર્યમાં પ્રગતિ મળશે. સપનામાં ભગવાન શ્રીકૃષ્ણને જોવા પ્રેમ સંબંધોમાં સુધારો થવાનો સંકેત છે. આ સપનું જોવા પર સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. સપનામાં ભગવાન શ્રીરામ દેખાવવા સફળતાનું સુચક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને તમામ પરેશાનીઓ બાદ પણ સફળતા પ્રાપ્ત થશે.

સપનામાં હનુમાનજી દેખાવાનો મતલબ છે કે તમારા શત્રુઓનો નાશ થવાનો છે. સપનામાં મહાકાળી દેખાવાનો મતલબ છે કે તમને આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ રહેશે. વળી માં સરસ્વતી જોવા મળે તો ઉજ્જવળ ભવિષ્યનો સંકેત મળે છે. જો સપનામાં માતા લક્ષ્મી દર્શન આપે છે તો તમારી ઉપર ખુબ જ જલ્દી ધનની વર્ષા થઈ શકે છે. સપનામાં ગણેશજીને જોવાનો મતલબ છે કે તમારા અટવાયેલા કાર્ય ખુબ જ જલ્દી પુર્ણ થશે.

જો કોઈ વ્યક્તિને સપનામાં ભગવાનના દર્શન થાય તો તે ખુબ જ સૌભાગ્યની વાત હોય છે. માનવામાં આવે છે કે મનુષ્યની અંદર જે આત્મા હોય છે, તે પરમાત્માનો જ એક હિસ્સો હોય છે. આત્માના રૂપમાં પરમાત્મા આપણી અંદર નિવાસ કરે છે. એટલા માટે જ્યારે પણ ઈશ્વર આપણને સપનામાં જોવા મળે તો તેનો મતલબ છે કે ભગવાન આપણી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. વળી મનુષ્યને જ્યારે સપનામાં ભગવાન જોવા મળે તો તેના માટે તે સૌથી સુખદ અને અલૌકિક સમય હોય છે. તેનો મતલબ એવો પણ હોઈ શકે છે કે ભગવાન આપણને સપનામાં આવીને અમુક સંદેશ આપવા માંગે છે, જે ફક્ત આપણા માટે છે.

જાણકારોનું માનવામાં આવે તો સપનામાં ભગવાન જોવા મળે તો આ વાત કોઈને જણાવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ભગવાનના સપનામાં દર્શન થવાની વાત જો આપણે અન્ય કોઈ વ્યક્તિને જણાવીએ છીએ તો તેનાથી આપણને જે ખાસ ફળ પ્રાપ્ત થવાનું હોય છે, તે મળી શકતું નથી અને ભગવાન સાથેનો આપણો સંપર્ક ખતમ થઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.